RPF કોન્સ્ટેબલે શા કારણે ટ્રેનમાં કર્યું હતું ફાયરિંગ? બહાર આવી હકીકત

ગઈકાલે જયપુરથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં રેલવે સુરક્ષા દળના એક જવાન દ્વારા ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક RPF ASI અને 3 પેસેન્જર્સની ફાયરિંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ફાયરિંગ કરનારા RPF ચેતન સિંહની ધરપકડ કરી લેવામાં આવી. આ ઘટના સામે આવ્યા પછી લોકોના મનમાં સવાલ છે કે આખરે આરોપીએ તેના સહકર્મી પર શા માટે ફાયરિંગ કર્યું અને યાત્રીઓ પર શા કારણે ગોળી ચલાવી?

આ ઘટનાને લઈ ગોળી ચલાવનારા આરોપીના સહકર્મીનું એક નિવેદન સામે આવ્યું છે. RPFના કોન્સ્ટેબલ ઘનશ્યામ આચાર્ય, આરોપી ચેતન સિંહ અને મૃતક ASI ટીકારામ મીણાની સાથે રવિવારે રાતે ડ્યૂટી પર તૈનાત હતા. ઘનશ્યામ આચાર્યે પોલીસને આ ઘટના વિશે જાણકારી આપી છે.

ઘનશ્યામ આચાર્ય અનુસાર, જયપુર-મુંબઈ ટ્રેનમાં પોતાના સીનિયર અને ત્રણ પેસેન્જરોની ગોળી મારી હત્યા કરનારા ચેતન સિંહે ઘટનાના અમુક કલાક પહેલા તેના સહકર્મીઓને જણાવ્યું હતું કે, તે અસ્વસ્થ મહેસૂસ કરી રહ્યો છે. તે મીણા, નરેન્દ્ર પરમાર અને ચેતન સિંહ સાથે એસ્કોર્ટ ડ્યૂટી પર હતા. તેઓ લગભગ 2.53 વાગ્યે સુરતથી મુંબઈ જનારી ટ્રેનમાં ચઢ્યા. ચેતન સિંહ અને શ્રીમીના એસી કોચમાં ડ્યૂટી પર હતા અને આચાર્ય-પરમાર સ્લીપર કોચમાં હતા.

આ દરમિયાન ચેતન સિંહ ટ્રેનમાંથી ઉતરવા માગતો હતો, પણ તેને પોતાની શિફ્ટ પૂરી કરવા કહેવામાં આવ્યું. જેને લીધે તેને ગુસ્સો આવી ગયો અને પછી વિવાદ શરૂ થઇ ગયો. આ દરમિયાન ચેતને કથિતપણે પોતાના સહકર્મીનું ગળું દબાવવાની કોશિશ કરી હતી. ત્યાર પછી ગુસ્સામાં આવીને તેણે ગોળી ચલાવી દીધી. ફાયરિંગ કર્યા પછી તે દહિસર સ્ટેશનની પાસે ટ્રેનમાંથી કૂદી ગયો. ત્યાર પછી આરોપીની તેની સર્વિસ ગન સાથે ધરપકડ કરી લેવામાં આવી.

પોલીસે જણાવ્યું કે, આરોપી માનસિક રીતે અસ્થિર છે. તેણે મુસ્લિમોને લઇ ઘણી ટિપ્પણીઓ પણ કરી હતી. જેનો ASIએ વિરોધ કર્યો હતો. આ વાતને લીધે આરોપીએ ગોળી ચલાવી દીધી. ત્યાર પછી ત્રણ યાત્રીઓની પણ હત્યા કરી નાખી. આ ઘટનાને લઈ ઘણા વીડિયો વાયરલ થયા છે. જેમાં આરોપી કોન્સ્ટેબલ મુસ્લિમો અને પાકિસ્તાનને લઇ ઘણાં અપશબ્દ બોલી રહ્યો છે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.