ગુજરાતના પાડોશી રાજ્યમાંથી લિથિયમનો મોટો ભંડાર મળ્યો

દેશની ધરતીમાંથી 'સફેદ સોનું' બહાર નીકળી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર બાદ હવે રાજસ્થાનમાંથી સારા સમાચાર છે, જ્યાં લિથિયમનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. આ સાથે હવે ભારતે લિથિયમ માટે ચીન, ચિલી જેવા ઘણા દેશો પર નિર્ભર નહીં રહેવું પડશે. જ્યારે, લિથિયમના સતત વધતા વૈશ્વિક બજારની વચ્ચે ભારત માટે તેને સૌથી સારા સમાચાર કહી શકાય. હાલમાં બોલિવિયા દેશ લિથિયમના ભંડારોની બાબતમાં ટોચના સ્થાને છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાનો દાવો છે કે રાજસ્થાનના દેગાનામાં મળેલો આ લિથિયમ ભંડાર જમ્મુ-કાશ્મીરમાં મળેલા ભંડાર કરતા મોટો છે. રિપોર્ટમાં અધિકારીઓને ઉલ્લેખીને કહેવામાં આવ્યું છે કે, દેગાનામાં મળેલા ભંડાર ભારતની લિથિયમની 80 ટકા માંગને પૂરી કરી શકે છે.

હાલમાં, લિથિયમ અનામતની દ્રષ્ટિએ ટોચના પાંચ દેશોમાં બોલિવિયા, ચિલી, ઓસ્ટ્રેલિયા, ચીન અને USનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં આટલા મોટા પાયા પર લિથિયમની શોધથી ભારત માટે એક નવી સિદ્ધિ મળી છે. અત્યાર સુધી ભારતે ઉત્પાદન માટે આ દેશો પર નિર્ભર રહેવું પડતું હતું. એક રિપોર્ટ અનુસાર, ભારત હવે લિથિયમ ભંડારની બાબતમાં 5મો દેશ બની ગયો છે.

અત્યારે ભારતમાં પેટ્રોલ-ડીઝલ સિવાય ઇલેક્ટ્રિક વાહનોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન, લિથિયમની આટલી મોટી શોધ સેક્ટર માટે પણ ફાયદાકારક બની શકે છે. ખરેખર, લિથિયમનો ઉપયોગ આવા વાહનોની બેટરી બનાવવા માટે થાય છે. લિથિયમ લેપટોપ, ફોનની બેટરીમાં પણ મોટી ભૂમિકા ભજવે છે.

એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, રાજસ્થાનમાં મળેલા ભંડારથી લિથિયમ માટે ચીન પર દેશની નિર્ભરતા ખતમ થઈ જશે. આ સિવાય આ શોધ રાજસ્થાન માટે પણ ઘણી ફાયદાકારક છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, 1914માં અંગ્રેજોએ દેગાનામાં જ્યાં અત્યારે લિથિયમ જોવા મળ્યું છે, ત્યાં ટંગસ્ટન મિનરલ શોધી કાઢ્યું હતું.

હવે આ ટંગસ્ટનનો ઉપયોગ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ આર્મી માટે શસ્ત્રો બનાવવા અને ત્યાર પછી સર્જિકલ સાધનો બનાવવા માટે કરવામાં આવતો હતો. વર્ષ 1992-93માં ચીનની નીતિના કારણે દેગાનાના આ વિસ્તારમાંથી ટંગસ્ટન કાઢવાનું ઘણું મોંઘું થઈ ગયું હતું. પરિણામ એ આવ્યું કે, અહીં આ ખનિજનું ઉત્પાદન બંધ થઈ ગયું. પરંતુ હવે લિથિયમની હાજરી આ વિસ્તારને ફરી ધમાલ કરવા માટે તૈયાર છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.