- Agriculture
- સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાથી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો નિર્ધાર: મંત્રી
સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાથી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો નિર્ધાર: મંત્રી

રૂપાણી સરકાર નેતૃત્વના પાંચ વર્ષ પૂરા થવાના કાર્યક્રમમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ગામના કોમ્યુનિટી હોલ ખાતે રાજ્ય કક્ષાના ગ્રામ નિર્માણ ગ્રામવિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી બચુભાઇ ખાબડના ઉપસ્થિતિમાં ‘ખેડૂત સન્માન દિવસ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ યોજનાના 5, ખેતીવાડી યોજના તેમજ ખેડૂત પરિવહન યોજનાના 7, તારની વાડની યોજનાના 3, વિનામૂલ્યે છત્રી વિતરણની યોજનાના 5, ગાય નિભાવ ખર્ચ માટે સહાય યોજનાના 5 મળી કુલ 25 ખેડૂતોને સાત પગલાં ખેડૂત કલ્યાણના વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂત અને પશુપાલક લાભાર્થીઓને મંજૂરીપત્રો, હુકમો અને કિટનું મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ ખેડૂતોને દિવસે કામ, રાત્રે વિશ્રામ મળે તે માટે ખેડૂત સૂર્યોદય યોજના અંતર્ગત કામરેજ, પરબ, સીવાન અને ભાટીયાના સબસ્ટેશનોમાં સમાવિષ્ટ ગામોના કિસાનોને દિવસે વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ રાજ્યના CM વિજય રૂપાણી દ્વારા કચ્છથી દક્ષિણ ગુજરાતના ચલથાણ, વેલાછા અને બરોલીયામાં બનનારા નવીન વિજ નિગમના ગોડાઉનોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
મંત્રી બચુભાઇ ખાબડે ખેડૂતોની વિવિધ યોજનાઓની માહિતી આપતા કહ્યું કે, સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના થકી કિસાનોને આત્મનિર્ભર બનાવવાનો નિર્ધાર કર્યો છે. નાના અને સીમાંત ખેડૂતો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, ખેડૂત પરિવહન યોજના, ગાય નિભાવ ખર્ચની સહાય, જીવામૃત બનાવવા કીટની સહાય, ફળ-શાકભાજી છૂટક વિક્રેતા છત્રી સહાય, સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ સહાય, કાંટાળા તારની વાડીની યોજના અમલિત બનાવી ખેડૂતોને સમૃદ્ધ કરવાનો ઉપક્રમ સરકારે કર્યો છે.
મંત્રી બચુભાઇ ખાબડે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેતી અને ખેડૂતને સમૃદ્ધ કરવા લેવામાં આવેલા પગલાઓ અને વિવિધ યોજનાઓ અંતર્ગત આપવામાં આવેલી સહાયનો વિસ્તૃત ચિતાર ઉપસ્થિતોને આપતા જણાવ્યું હતું કે, ‘ગુજરાતે મગફળી, જીરૂ, કપાસ, ચણા, વરીયાળી જેવા પાકોનાં ઉત્પાદનમાં દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેમજ વાવેતર વિસ્તારમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજ્ય સરકારે જણસ ખરીદીના ટેકાના ભાવ જાહેર કરી તેમજ તે ભાવે ખરીદી કરતા ખેડૂતને પોષણક્ષમ ભાવો મળ્યા છે. કુદરતી આફતના સમયે જેમ કે તીડના ઉપદ્રવ, વાવાઝોડું, અતિવૃષ્ટીના કપરા કાળમાં પણ ખેડૂતના પડખે સરકાર હમેશા ઉભી રહી છે.’
સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકારે ખેડૂતના લાભમાં લીધેલા પગલાની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ‘કૃષિ ઉત્પાદનના નિકાસ માટે, બફર સ્ટોક માટે સરકારે નીતિ ઘડી સબસીડી આપી છે. તો ટેકાના ભાવો બાંધી ખેડૂતોને નુકસાનથી બચાવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવાતા ખેડૂતો માટે પણ ટેકાના ભાવો સાથે ક્વોટા બાંધી આપીને ખૂબ મોટી મદદ કરી છે. આ ઉપરાંત સિંચાઈ માટે જિલ્લાના માંડવી, ઉમરપાડા, માંગરોળ તાલુકાને પાણી મળી રહે તે માટે પાઈપલાઈનની યોજના કાર્યાન્વિત કરી છે. આ સાથે ઉંભેળનાં આસપાસના ગામોનો વર્ષો જૂનો ખેતી માટે વીજળીનો પ્રશ્ન ઉકેલી સરકારે ખેડૂતોને ખૂબ મોટી ભેટ ધરી છે. જે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો સુરત જિલ્લા વતી આભાર વ્યક્ત કરું છું’ તેમ તેમણે જણાવ્યું હતું.
Related Posts
Top News
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Opinion
