- Governance
- ગુજરાતમાં 7 કરોડ લોકો, જાણો અમદાવાદ અને સુરતની વસ્તી કેટલી થવાનો અંદાજ
ગુજરાતમાં 7 કરોડ લોકો, જાણો અમદાવાદ અને સુરતની વસ્તી કેટલી થવાનો અંદાજ

ભારતની વસતીના પ્રોજેક્ટેડ આંકડા પ્રમાણે દેશમાં 2021ના અંત સુધીમાં વસતી વધીને 140 કરોડ થવાનું અનુમાન છે. જો વસતીની ગતિ આ પ્રમાણે ચાલુ રહી તો યુએનના રિપોર્ટ પ્રમાણે 2025 સુધીમાં ભારત વસતી વધારામાં ચીનને પાછળ રાખી શકે છે. વસતી વધારામાં ગુજરાતનો ક્રમ દેશના ટોપટેન રાજ્યોમાં નવમો આવે છે.
ગુજરાતમાં 2011ના સેસન્સ પ્રમાણે કુલ વસતી 6.04 કરોડ હતી જે 10 વર્ષમાં વધીને સાત કરોડ સુધી પહોંચે તેવું અનુમાન છે. કોરોના સંક્રમણના કારણે છેલ્લા દોઢ વર્ષથી સેન્સસ ઇન્ડિયા દ્વારા વસતી ગણતરીનું કાર્ય અટકી ગયું છે અને હજી નવો કાર્યક્રમ ઘડાયો નથી તેમ છતાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇએઆઇ) ના એસ્ટીમેટ પ્રમાણે 2021ના અંતે વસતી વધારાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
આ અનુમાન પ્રમાણે રાજ્યોના વસતી ગ્રોથરેટમાં બિહાર 19.89 ટકા સાથે પ્રથમક્રમે છે. બીજાક્રમે 19.05 ટકા સાથે ઉત્તરપ્રદેશ અને ત્રીજાક્રમે 18.21 ટકા સાથે રાજસ્થાન છે. જો કે ગુજરાતનો ગ્રોથરેટ 5.68 જોવા મળ્યો છે જે સૌથી લોએસ્ટ ગ્રોથરેટના 10 રાજ્યોમાં સૌથી ઓછો છે.
રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે સાક્ષરતા દર (લિટરસી રેટ) માં કેરાલા આજેપણ 96.02 ટકા સાથે ટોચક્રમે છે. દિલ્હીમાં લિટરસી રેટ 88.7 ટકા અને ઉત્તરાખંડમાં 87.7 ટકા જોવા મળે છે. ગુજરાતમા આ રેટ 82.4 ટકા છે, જ્યારે દેશની એવરેજ 77.7 ટકા માલૂમ પડી છે.
વસતીના પ્રોજેક્ટેડ આંકડા પ્રમાણે 2021માં ભારતની વસતી 139.50 કરોડ અંદાજવામાં આવી છે. પ્રતિદિન 65881 બાળકોના જન્મ થાય છે જ્યારે પ્રતિદિન 27873 લોકોના મૃત્યુ થાય છે. દેશમાં એક સેકન્ડે એક બાળકનો જન્મ થાય છે. અનુમાનિત આંકડા પ્રમાણે ભારતની વસતી 2020ના અંતે 138.00 કરોડ હતી.
દેશના મેટ્રોસિટી પૈકી મુંબઇ એક એવું ભરચક શહેર બનશે કે જ્યાં સૌથી વધુ 2.44 કરોડની વસતી હશે. બીજાક્રમે 2.05 કરોડ સાથે દિલ્હી અને 1.42 કરોડ સાથે બેંગલુરૂનો ક્રમ આવી શકે છે. દેશના 10 મેટ્રો શહેરોમાં વસતીના ક્રમાંકમાં અમદાવાદનો ક્રમ પાંચમો અને સુરતનો ક્રમ આઠમો આવશે.
રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે 2022માં ભારતની વસતી 140.66 કરોડ થવાનું અનુમાન છે જે લોકસભાની ચૂંટણીના વર્ષ એટલે કે 2024માં વધીને 143.24 કરોડ થવાની સંભાવના છે. 2021ની પ્રોજેક્ટેડ વસતીમાં ભારતના પ્રમુખ રાજ્યોમાં 23 કરોડ સાથે ઉત્તરપ્રદેશ ટોચક્રમે આવે છે. બીજાક્રમે 12.44 કરોડ સાથે મહારાષ્ટ્રનો ક્મ છે. આ બન્ને રાજ્યો પછી ત્રીજાક્રમે 12.30 કરોડ સાથે બિહાર, 9.8 કરોડ સાથે પશ્ચિમબંગાળ, 8.45 કરોડ સાથે મધ્યપ્રદેશ, 7.65 કરોડ સાથે તામિલનાડુ, 8 કરોડ સાથે રાજસ્થાન, 6.70 કરોડ સાથે કર્ણાટક, 7 કરોડ સાથે ગુજરાત અને 5.27 કરોડ સાથે આંધ્રપ્રદેશ આવે છે. વસતી વધારામાં ગુજરાતનું સ્થાન દેશના ટોપટેન રાજ્યોમાં નવમું બનશે.
દેશના ટોચના 10 મેટ્રો શહેરની વસતી...
મુંબઇમાં --- 2.44 કરોડ
દિલ્હી --- 2.05 કરોડ
બેંગલુરૂ --- 1.42 કરોડ
હૈદરાબાદ --- 1.38 કરોડ
અમદાવાદ --- 1.14 કરોડ
કોલકત્તા --- 1.49 કરોડ
ચેન્નાઇ --- 97.22 લાખ
સુરત --- 75.67 લાખ
પૂના --- 68.53 લાખ
જયપુર --- 40.67 લાખ
Related Posts
Top News
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા
Opinion
