- Gujarat
- મોદીના સમયમાં સચિવાલયમાં ચાલતી ઇલેક્ટ્રિક કારની હાલત જૂઓ
મોદીના સમયમાં સચિવાલયમાં ચાલતી ઇલેક્ટ્રિક કારની હાલત જૂઓ

ગુજરાત સરકારે ઇવી પોલિસી જાહેર કરી છે પરંતુ વર્ષોથી બંધ થયેલી સચિવાલયના ઇવી સર્વિસને શરૂ કરવા માટે કર્મચારી મંડળોએ માગણી કરી છે. આ માગણી સચિવાલયના મુલાકાતે આવતા લોકો માટે છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ આ ઇવી સચિવાલયમાં શરૂ કરાવી હતી, જે મુલાકાતીઓ માટે રાહતરૂપ બની હતી.
ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટ શરૂ કર્યા પછી સૌ પ્રથમ નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરમાં આવી ઇલેક્ટ્રિક કાર લાવ્યા હતા. વાયબ્રન્ટ સમિટ પૂર્ણ થતા પછી આ કારને સચિવાલયમાં મુલાકાતીઓની અવરજવર માટે શરૂ કરવામાં આવી હતી પરંતુ ડ્રાઇવર અને મરામતના અભાવે આ કાર વર્ષોથી સચિવાલયના પાર્કિંગમાં ધૂળ ખાઇ રહી છે.
કોરોના સંક્રમણ ઓછું થતાં સચિવાલયમાં મુલાકાતીઓની અવર જવર શરૂ થઇ છે. લોકોને મુખ્ય દરવાજેથી અથવા પાર્કિગમાંથી પગપાળા વિવિધ વિભાગોના બ્લોકમાં જવું પડે છે. અગાઉ જ્યારે આ સુવિધા શરૂ હતી ત્યારે પ્રત્યેક બ્લોકના દરવાજે આ કાર ઉભી રાખીને મુલાકાતીને પહોંચાડવામાં આવતા હતા. જો કે છેલ્લા સાત વર્ષથી આ ઇલેક્ટ્રિક કારને બંધ કરી દેવામાં આવી છે.
ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહન પોલિસી બનાવી છે ત્યારે ઇવીની શરૂઆત સરકારે સચિવાલયથી કરવી જોઇએ તેવી કર્મચારી મંડળોએ માગણી કરી છે. મહારાષ્ટ્ર સરકાર 2022થી તમામ સરકારી વાહનો ઇવીમાં ફેરવવા માગે છે ત્યારે ગુજરાત સરકારે આ નાનકડો પ્રયાસ કરીને મુલાકાતીઓને રાહત આપવાની જરૂર છે.
અત્યારે સચિવાલયના પાર્કિંગમાં મરામતના અભાવે ત્રણ જેટલી ઇલેક્ટ્રિક કાર ધૂળ ખાઇ રહી છે, જેની મરામત કરાવીને લોકોની સુવિધા માટે શરૂ કરવી જોઇએ. છેલ્લે આ કારને વાયબ્રન્ટ સમિટ 2019માં મહાત્મા મંદિરમાં લઇ જવામાં આવી હતી. હવે આ કારનું પાર્કિંગ સચિવાલયમાં થઇ રહ્યું છે. વર્ષોથી બંધ પડી હોવાથી તેની બેટરી ખરાબ થઇ ચૂકી હોવાનું સરકારી ડ્રાઇવરો કહી રહ્યાં છે. વિવિધ કર્મચારી મંડળોએ આ કારને શરૂ કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
Related Posts
Top News
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?
ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે
Opinion
