- Tech and Auto
- 5000mAh બેટરી અને દમદાર ફીચર્સ સાથે Redmiનો સસ્તો ફોન લોન્ચ, જાણો કિંમત
5000mAh બેટરી અને દમદાર ફીચર્સ સાથે Redmiનો સસ્તો ફોન લોન્ચ, જાણો કિંમત

ગયા મહિને Xiaomiએ ભારતમાં રેડમી A1ને લોન્ચ કર્યો હતો. આ કંપનીની બીજો સ્માર્ટફોન છે જે એન્ડ્રોઇડ ગો પર કામ કરે છે. આ પહેલા વર્ષ 2019માં લોન્ચ થયેલો સ્માર્ટફોન રેડમી ગો પણ એન્ડ્રોઇડ ગો પર કામ કરે છે. હવે કંપનીએ રેડમી A1ના નવા વેરિયેન્ટને જાહેર કર્યો છે.
રેડમી A1+ને કંપનીએ લોન્ચ કરી દીધો છે. આ ફોનને લઇને કંપની ઘણા સમયથી ટીઝ કરી રહી છે. આ સ્માર્ટફોનને એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં કંપનીએ લોન્ચ કર્યો છે. તો આવો જાણો આ સ્માર્ટફોનની બીજી ડિટેલ્સ.
રેડમી A1+ને રેડમી A1ના આગલા વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. જોકે, આ ફોનમાં રિયર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન 6.52 ઇંચની HD+ સ્ક્રીન સાથે આવે છે. તેનો ટચ સેમ્પલિંગ રેટ 120 Hz છે.
આ ફોન 400 નિટ્સ પીક બ્રાઇટનેસ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેક હીલિયો A22 ચિપસેટ આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઇડ 12 ગો એડિશન પર કામ કરે છે. તેમાં 5000mAhની બેટરી 10 વોટની વાયર્ડ ચાર્જિંગ પણ સાથે આપવામાં આવી છે.
ફોટોગ્રાફી માટે તેના રિયરમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. તેની સાથે 0.3 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનના ફ્રંટમાં સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો કોમેરો આપવામાં આવ્યો છે. કેન્ક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ સિમ 4G, સિંગલ બેન્ડ WiFi, બ્લુટુથ 5.0, GNSS, એક માઇક્રો USB પોર્ટ અને એક 3.5 mm ઓડિયો જેક આપવામાં આવ્યો છે.
રેડમી A1+ને હાલ કેન્યામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને જલ્દીથી ભારતમાં પણ લોન્ચ કરવામાં આવી શકે છે. ફોનની કિંમત 85 ડોલર રાખવામાં આવી છે. તેમાં સિંગલ 3GB રેમ અને 32GB સ્ટોરેજ વેરિયેન્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન બ્લુ, બ્લેક અને ગ્રીન કલર ઓપ્શન સાથે આવે છે.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)