- Tech and Auto
- 6 એરબેગની સેફ્ટી સાથે આવે છે આ 5 સસ્તી CNG કારો, આ રહી એવરેજની ડિટેલ
6 એરબેગની સેફ્ટી સાથે આવે છે આ 5 સસ્તી CNG કારો, આ રહી એવરેજની ડિટેલ
પેટ્રોલ અને ડીઝલના સતત વધતી કિંમતોએ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં CNG ગાડીઓનો નવો ટ્રેન્ડ સેટ કરી દીધો છે. આ કાર ન માત્ર સસ્તી હોય છે, પરંતુ લાંબા ગાળે ઇંધણ ખર્ચ બચાવવામાં પણ મદદ કરે છે. અહીં અમે તમને ભારતમાં ઉપલબ્ધ સૌથી સસ્તી અને વિશ્વસનીય CNG કારો બાબતે જણાવવા જઈ રહ્યા છીએ, જે 6 લાખ રૂપિયાથી ઓછી કિંમતે (એક્સ-શૉરૂમ) મળે છે અને 6 એરબેગ્સની સેફ્ટી પણ મળે છે.
Maruti Suzuki Alto K10 CNG
જો તમે સસ્તી, સુરક્ષિત અને વધુ એવરેજવાળી CNG કાર શોધી રહ્યા છો, તો મારુતિ સુઝુકી અલ્ટો K10 CNG તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તેની કિંમત 5.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તે 33.85 કિમી/કિલોગ્રામ એવરેજ આપે છે. આ કારમાં 6 એરબેગ્સ, ABS, EBD અને ESP જેવા સેફ્ટી ફીચર્સ સાથે સાથે 7-ઇંચ ટચસ્ક્રીન, ડિજિટલ ક્લસ્ટર, કીલેસ એન્ટ્રી અને પાવર ORVM જેવી ફીચર્સ સામેલ છે.
Tata Tiago CNG
Tata Tiago CNG એક એવી કાર છે જે ફીચર્સ અને પરફોર્મન્સ વચ્ચે સંતુલન બનાવે છે. તેની શરૂઆતની કિંમત 6 લાખ રૂપિયા છે અને તે 28.06 કિમી/કિલોગ્રામ સુધીની એવરેજ આપે છે. તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ છે, સાથે જ 10.25-ઇંચ મોટી ટચસ્ક્રીન, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને TPMS જેવા એડવાન્સ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
Maruti Suzuki Celerio CNG
જો તમે સૌથી વધુ એવરેજ આપનારી CNG કાર ખરીદવા માગતા હોવ, તો મારુતિ સુઝુકી સેલેરિયો CNG તમારા માટે યોગ્ય રહેશે. 6.89 લાખ રૂપિયાની શરૂઆતની કિંમત અને 34.43 કિમી/કિલોગ્રામના ક્લેમ્ડ એવરેજ સાથે, આ કાર એવરેજ અને ઇકોનોમી બંનેમાં ટોચ પર છે. તેમાં 7-ઇંચની સ્માર્ટપ્લે ટચસ્ક્રીન અને આવશ્યક સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
Maruti Suzuki Wagon R CNG
મારુતિ સુઝુકી વેગન આર CNG પોતાના વિશાળ ઇન્ટિરિયર, વિશ્વસનીય પ્રદર્શન અને 34.05 કિમી/કિલોગ્રામના શાનદાર એવરેજને કારણે એક ફેમિલી ફ્રેંડલી વિકલ્પના રૂપમાં સામે આવે છે. તેની શરૂઆતની કિંમત 7 લાખ રૂપિયા છે અને તે 1.0L અને 1.2L પેટ્રોલ-CNG એન્જિન બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

Tata Punch CNG
જો તમે SUV લુક્સ અને સ્ટાઇલ સાથે-સાથે CNGની એવરેજ પણ ઇચ્છતા હોવ, તો ટાટા પંચ CNG તમારા માટે એક સ્માર્ટ ચોઈસ હોઈ શકે છે. 7.30 લાખ રૂપિયાની શરૂઆતની કિંમત સાથે, તે 26.99 કિમી/કિલોગ્રામ સુધીની એવરેજ આપે છે. તેમાં સનરૂફ, મોટી ટચસ્ક્રીન અને ક્લાઇમેટ કંટ્રોલ જેવી પ્રીમિયમ ફીચર્સ છે જે તેને પ્રીમિયમ એક ફીલિંગ આપે છે.

