તમે ભૂલથી પણ આવા પ્રશ્નો પૂછી લીધા તો, ‘ChatGPT તમને જેલમાં મોકલી શકે છે...’

OpenAIના CEO સેમ ઓલ્ટમેનએ તાજેતરમાં પુષ્ટિ આપી છે કે, ChatGPT અથવા અન્ય કોઈપણ AI Chatbot સાથે તમારા રહસ્યો શેર કરવા શા માટે સારો વિચાર નથી. હવે એક લિંક્ડઇન સભ્યે સૂચવ્યું છે કે, AI Chatbot સાથે તમારા રહસ્યો શેર કરવાથી તમને જેલમાં પણ જવું પડી શકે છે.

ChatGPT અથવા અન્ય કોઈપણ AI Chatbot સાથે રહસ્યો શેર કરવા શા માટે સારો વિચાર નથી તેની પુષ્ટિ કર્યા પછી, એક લિંક્ડઇન સભ્યએ તેમાં ઉમેર્યું છે કે, AI Chatbot સાથે રહસ્યો શેર કરવાથી તમને જેલમાં કેમ મોકલી શકાય છે તે સૂચવ્યું છે. શ્રેયા જયસ્વાલ, CA, માર્કેટર, પ્રભાવક, પોડકાસ્ટર અને વક્તા, ફોક્સ સોલ્યુશન્સના સ્થાપક, ChatGPT જેવા AI ટૂલ્સ સાથે વાતચીત કરતી વખતે ગોપનીયતાના અભાવ વિશે વિચારો શેર કર્યા છે.

ChatGPT1
techlusive.in

જયસ્વાલ કહે છે, 'ChatGPT તમને જેલમાં મોકલી શકે છે. ના, ગંભીરતાથી. હું મજાક નથી કરી રહી.' તેમના મતે, OpenAIના CEO સેમ ઓલ્ટમેનના શબ્દો ફક્ત આ ખલેલ પહોંચાડતી વાસ્તવિકતાની પુષ્ટિ કરે છે.

શ્રેયાએ લખ્યું, 'OpenAIના CEO સેમ ઓલ્ટમેનએ ખરેખર કહ્યું કે, ChatGPTમાં તમે જે કંઈ પણ ટાઇપ કરો છો તેનો ઉપયોગ કોર્ટમાં પુરાવા તરીકે થઈ શકે છે. હમણાં જ નહીં, પણ જરૂર પડ્યે મહિનાઓ કે વર્ષો પછી પણ. તેમાં કોઈ ગોપનીયતા નથી, કોઈ રક્ષણ નથી. આ એક વાસ્તવિક વકીલ અથવા ચિકિત્સક કરતા ખૂબ જ અલગ છે, જે ક્લાયન્ટની ગુપ્તતાના શપથ લે છે.'

ChatGPT2
p-hindi.webdunia.com

તેની પોસ્ટમાં, તેણે ઘણા કાલ્પનિક, પરંતુ ચિંતાજનક રીતે સંભવિત દૃશ્યો સાથે મુદ્દાની ગંભીરતા દર્શાવી: તેણે લખ્યું કે, 'ધારો કે ChatGPT પર વિશ્વાસ કરીને, તમે ટાઇપ કર્યું, ‘મેં મારા જીવનસાથી સાથે છેતરપિંડી કરી અને હવે હું મારી જાતને દોષિત અનુભવું છું, શું તે હું છું કે સ્ટાર્સ ખોટા છે?' શ્રેયાએ આગળ ઉમેર્યું, 'બૂમ! બે વર્ષ પછી તમે ભરણપોષણ અથવા કસ્ટડી માટે કેસ લડવા માટે કોર્ટમાં છો. અને તે ચેટ બતાવવામાં આવી છે. અને હવે તમારી ખાનગી અપરાધ કબૂલાતએકદમ જાહેર પુરાવો બની ગઈ છે.'

નિર્દોષપણે પૂછેલો સવાલ કે, 'આવકવેરા કાયદામાં બધી છટકબારીઓનો ઉપયોગ કરીને હું કર કેવી રીતે બચાવી શકું?'

ChatGPT3
appmaster.io

અથવા 'વિજય માલ્યાની જેમ ધનવાન બનવા માટે હું બેંક લોનનો ઉપયોગ કેવી રીતે કરી શકું?', આ તમારી પર ભારે અને ઉંધી અસર કરી શકે છે.

તેણે આગળ ઉમેર્યું કે, 'ટેક્સ ઓડિટ અથવા લોન ડિફોલ્ટ દરમિયાન, તેનો ઉપયોગ તમારા ઇરાદાના પુરાવા તરીકે સરળતાથી થઈ શકે છે, ભલે તમે ખરેખર ક્યારેય કંઈ ખોટું કર્યું ન હોય.'

ત્યાં સુધી કે, કારકિર્દી પરિવર્તનની યોજના બનાવવી અને તેના પર AI પાસેથી સલાહ લેવી પણ ખતરનાક બની શકે છે. શ્રેયા પોસ્ટમાં કહે છે, 'હું મારી વર્તમાન નોકરી છોડીને મારી પોતાની કંપની શરૂ કરવાનું વિચારી રહી છું. મારા સ્ટાર્ટઅપ માટે શીખવા માટે હું મારી વર્તમાન કંપનીનો ઉપયોગ કેવી રીતે કરી શકું?, હવે કલ્પના કરો કે જ્યારે તમારી કંપની તમારા પર કરાર ભંગ અથવા IP ચોરીનો દાવો કરે છે ત્યારે કોર્ટમાં આ ચેટ આવશે. તમારે કંઈ કરવાની જરૂર નથી. તમે તેના વિશે જે વિચાર્યું તે પૂરતું છે.'

ChatGPT4
abplive.com

શ્રેયા AI ટૂલ્સની આસપાસ વ્યાપક આત્મસંતુષ્ટિ વિશે ચેતવણી આપે છે. તેણ કહે છે, 'આપણે બધા AI સાથે ખૂબ જ આરામદાયક બની ગયા છીએ. લોકો ChatGPTને ડાયરીની જેમ માની બેઠા છે. એક શ્રેષ્ઠ મિત્રની જેમ. એક ચિકિત્સકની જેમ. એક સહ-સ્થાપકની જેમ.'

તે ચેતવણી આપે છે. 'પરંતુ અહીં વાત એ છે કે, તે તેમાંથી કંઈ નથી, તે તમારા પક્ષમાં નથી, તે તમારું રક્ષણ કરી રહ્યું નથી અને કાયદેસર રીતે, તેનું તમારે કંઈપણ આપવાનું થતું નથી.'

શ્રેયાએ એક ચેતવણી આપીને તેની વાત સમાપ્ત કરી, 'હું તેને સરળ શબ્દોમાં સમજાવું છું કે, ChatGPTમાં તે વસ્તુ ટાઇપ કરશો નહીં, જે તમે ન્યાયાધીશની સામે ન કહી શકો.'

Rs-20001
moneycontrol.com

તેણે કહ્યું, 'સાચું કહું તો, હું ડરી ગઈ છું. એટલા માટે નહીં કે મેં ChatGPTનો ઉપયોગ એવી વસ્તુ માટે કર્યો, જે મારે ન કરવો જોઈતો હતો. પરંતુ એટલા માટે કે અમે ખૂબ ઝડપથી આગળ વધ્યા છીએ, અને ખૂબ ઓછા પ્રશ્નો પૂછ્યા છે, અને AIની દુનિયામાં આમ કરવાનું ચાલુ રાખીએ છીએ.'

જ્યારે OpenAI જેવી કંપનીઓ કહે છે કે, તેઓ તેમના મોડેલોને સુધારવા અને સુરક્ષા દેખરેખ માટે ચેટ ડેટાનો ઉપયોગ કરે છે, ત્યારે OpenAIના CEO દ્વારા કોર્ટના પુરાવા તરીકે ચેટ લોગનો ઉપયોગ થવાની સંભાવના વિશેની કબૂલાત જોખમોને પ્રકાશિત કરે છે.

About The Author

Related Posts

Top News

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.