મોદી સરકારના બજેટથી કેમ ખુશ છે તાલિબાન?

PC: khabarchhe.com

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં મોદી સરકારના કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ રજુ કર્યું હતું. આ બજેટમાં અફઘાનિસ્તાન માટે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, એ હેઠળ ભારત વિકાસ કર્યો માટે અફઘાનિસ્તાનને 2.5 કરોડ ડૉલરની ધનરાશિ આપશે. ભારત સરકારે સતત બીજા વર્ષે બજેટમાં અફઘાનિસ્તાન માટે આર્થિક મદદ યથાવત રાખી છે. ગયા વર્ષના બજેટમાં પણ અફઘાનિસ્તાન માટે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

બજેટમાં અફઘાનિસ્તાનને મહત્ત્વ આપવાની જાહેરાત બાદ હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે સ્વાગત કર્યું છે. તાલિબાનના નેગોસિએશન ટીમના પૂર્વ સભ્ય સુહેલ શાહીને કહ્યું કે, અમે અફઘાનિસ્તાનના વિકાસ માટે ભારતના સહયોગના વખાણ કરીએ છીએ. તેનાથી બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધાર થશે અને વિશ્વાસ વધશે. ભારત છેલ્લા 2 વર્ષોથી ઇન્ફ્રાસ્ટ્રકચર પરિયોજનાઓ, માનવીય સહાયતા, શિક્ષણ સંબંધિત ઘણા સેક્ટર્સમાં અફઘાનિસ્તાનની મદદ કરી રહ્યું છે.

તેની સાથે જ ભારતે અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક સંબંધો પર ભાર આપ્યો છે. કોરોના કાળમાં ભારત વેક્સીન અને ઘઉં સહિત ઘણા જરૂરી સામાન કાબૂલ મોકલાઇ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાન અને ભારતના સંબંધ બાધિત થયા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાનના એ મોટા ભાગના પ્રોજેક્ટ્સ બંધ પડી ગયા હતા, જેમાં ભારત આર્થિક મદદ કરી રહ્યું હતું.

ત્યારબાદ તાલિબાન સરકારે ભારતને આ પરિયોજનાઓનું કામ ચાલુ કરવાનો અનુરોધ કર્યો હતો. શાહીને કહ્યું કે, અફઘાનિસ્તાનમાં એવા ઘણા પ્રોજેક્ટ છે, જેમને ભારત ફંડ કરી રહ્યું છે. જો ભારત આ પ્રોજેક્ટ પર કામ ચાલુ કરી દે છે તો તેનાથી બંને દેશોમાં સંબંધોમાં વધારો થશે. તેમણે જણાવ્યું કે, અફઘાનિસ્તાનના લોકો ગરીબી અને બેરોજગારીથી ઝઝૂમી રહ્યા છે. દેશને અત્યારે વિકાસ સંબંધિત પરિયોજનાઓની વધુ જરૂરિયાત છે.

વર્ષ 2023-24 માટે ભારતનું બજેટ ખૂબ મહત્ત્વ ધરાવે છે કેમ કે દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે. સંસદનું બજેટ સત્ર મંગળવારે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થયું હતું, ત્યારબાદ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું, આગામી નાણાંકી વર્ષ (2023-24) માટે વર્ષી બજેટની તૈયારી કરવાની ઔપચારિક કવાયત 10 ઓક્ટોબરથી શરૂ થઇ હતી. નાણાકીય વર્ષ 2023-24માં ભારતની GDP 6 થી 6.5 ટકાની સીમમાં વધવાની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp