- Offbeat
- દેશનું એક માત્ર રેલવે સ્ટેશન, જ્યાં જવા માટે જરૂર પડે છે વીઝા અને પાસપોર્ટની
દેશનું એક માત્ર રેલવે સ્ટેશન, જ્યાં જવા માટે જરૂર પડે છે વીઝા અને પાસપોર્ટની

આજે અમે તમને દેશના એકમાત્ર એવા રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છે કે, જ્યાં જવા માટે વિઝા અને પાસપોર્ટની જરૂરત પડે છે. આ સ્ટેશન 24 કલાક ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓથી ઘેરાયેલું રહે છે.
ભારતીય રેલવે (Indian Railway) દુનિયાનું ચોથું અને એશિયાનું બીજું સૌથી મોટું રેલ નેટવર્ક છે. મીડિયા રિપોર્ટ મુજબ, ભારતમાં કુલ 8338 રેલવે સ્ટેશન છે, જે આખા દેશમાં ફેલાયેલ છે. પરંતુ શું તમે જાણો છો કે, દેશમાં એક એવું રેલવે સ્ટેશન પણ છે, જ્યાં જવા માટે તમને વિઝા અને પાસપોર્ટની જરૂરત પડે છે. જો કોઈ અહીં વિઝા વગર જાય છે તો તેને જેલમાં પણ જવું પડી શકે છે.
24 કલાક રહે છે સુરક્ષા
આ રેલવે સ્ટેશનનું નામ અટારી (Atari) છે. હવે આ સ્ટેશનને અટારી શ્યામ સિંહ (Atari Shyam Singh) સ્ટેશનના નામથી ઓળખવામાં આવે છે. ત્યાં જવા માટે પાકિસ્તાની વિઝા ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓથી 24 કલાક ઘેરાયેલા આ રેલવે સ્ટેશન પર વિઝા વગર જનારા દેશના કોઈ પણ નાગરિક સામે ફોરેન એક્ટ-14 (વિઝા વગર આ રેલવે સ્ટેશન પર આવવાના આરોપ) અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જેની જમાનત ખુબ જ મુશ્કેલીથી થાય છે.
સમજૌતા એક્સપ્રેસને બતાવવામાં આવતી હતી લીલી ઝંડી
આ રેલવે સ્ટેશનથી દેશની સૌથી VVIP ટ્રેન સમજૌતા એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવામાં આવતી હતી. તમને જણાવી દઈએ કે, સમજૌતા એક્સપ્રેસ કાશ્મીરમાંથી કલમ 370 દુર કરવામાં આવ્યા બાદથી બંધ છે. આ દેશનું પહેલું રેલવે સ્ટેશન છે જ્યાં ટ્રેનને લીલી ઝંડી બતાવવા માટે સરહદ કર વિભાગની સાથો-સાથ ટ્રેનમાં બેઠેલા મુસાફરોની પરવાનગી લેવામાં આવે છે. આ રેલવે સ્ટેશનથી ટીકીટ લેનારા તમામ લોકોનો પાસપોર્ટ નંબર લખવામાં આવે છે અને તેમને કન્ફર્મ સીટ મળે છે.
દેશનું છેલ્લું રેલવે સ્ટેશન
અટારી (Atari) પંજાબમાં હિન્દુસ્તાનનું છેલ્લું રેલવે સ્ટેશન છે. જેની એક બાજુ અમૃતસર તો બીજી બાજુ લાહૌર આવેલું છે. આ સ્ટેશન એટલું મોટું નથી, પરંતુ આ સ્ટેશનની ભૂમિકા ખુબ મોટી છે. ટ્રેન બંધ થયા પછી પણ આ સ્ટેશન પર જરૂરી કામ ચાલતું રહે છે, પરંતુ અહિયાં તે છતાં પણ લોકોને સરળતાથી જવાની પરવાનગી નથી મળતી.
Top News
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Opinion
