મહિલાનો હાથ આવો કેમ? ડૉક્ટરોએ હાથને પેટના એક ભાગ સાથે સાંધી દીધો...

એક મહિલાનો હાથ શાર્ક માછલીના મોં જેવો થઈ ગયો છે. તેણે પોતાના હાથનો ફોટો શેર કર્યો છે અને કહ્યું છે- મને આ વાતનો અંદાજો નહીં હતો કે મારો હાથ એર શાર્કના માથા જેવો દેખાવા લાગશે. અસલમાં આ મહિલાને એક જીવલેણ બીમારીએ જકડી લીધી છે. આ 34 વર્ષની મહિલાનું નામ સેન્ડી કેમ્પો છે. તે પોતાના બે બાળકો સાથે રહે છે. એક દિવસ અચાનક તેને કિડનીમાં સખત દુખાવો ઉપડ્યો હતો.

જેના પછી તે હોસ્પિટલ ચેકઅપ કરાવવા પહોંચી હતી. જ્યાં તેને પેઈન કિલર આપીને ઘરે પાછી મોકલી દેવામાં આવી હતી. પરતું પછીના દિવસે તેને ફરીથી દુખાવો ઉપડતા તે હોસ્પિટલ આવી હતી. જેના પછી તે બેહોશીની હાલતમાં બે અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહી હતી. ડૉક્ટરની માનીએ તો સેન્ડીને આ દુખાવો કિડની સ્ટોનના કારણે થઈ રહ્યો હતો. જેના લીધે તેને ઈન્ફેક્શન થઈ ગયું હતું. જેના પછી આ ઈન્ફેક્શને સેપ્સિસનું રૂપ ધારણ કરી લીધું હતું. જણાવી દઈએ કે સેપ્સિસ એક જીવલેણ કન્ડીશન છે, જ્યાં બોડી પોતાના જ ટિશુ અને ઓર્ગન પર અટેક કરવા લાગે છે. તેના કારણે સેન્ડીની આંગળીઓ કાપીને અલગ કરવી પડી હતી.

પછીથી ડૉક્ટરોએ તેના હાથને પેટના એક ભાગ સાથે સાંધી દીધો હતો. જેનાથી તેના હાથમાં લોહી પહોંચતું રહે. જ્યારે સેન્ડીના હાથને પેટમાંથી બહાર કાઢવામાં આવ્યો તો તે એકદમ અલગ દેખાઈ રહ્યો હતો. બ્રિટનના પીટરબરોની રહેનારી સેન્ડીએ આ અંગે એક વીડિયો બનાવ્યો છે. જેમાં તેણે કહ્યું છે કે તેનો હાથ એક શાર્ક માછલીના મોં જેવો દેખાવા લાગ્યો છે. જ્યારે મેં મારા હાથને પહેલી વખત જોયો અને અંગૂઠાને હલાવવાની કોશિશ કરી તો હું હેરાન રહી ગઈ હતી.

આ શાર્કની જેમ લાગી રહ્યો હતો. તેણે વિચાર્યું ન હતું કે તેનો આ વીડિયો વાયરલ થઈ જશે. સેન્ડીના આ વીડિયોને 60 મિલિયન કરતા વધારે વ્યુઝ મળી ચૂક્યા છે. આ વીડિયોને 2.1 મિલિયન લોકોએ પસંદ કર્યો છે. તેણે કહ્યું હતું કે સેપ્સિસના કારણે મેં ઘણું બધું ગુમાવ્યું છે. મારો હાથ, મારો સંબંધ, સ્વતંત્રતા. આથી હું ઈચ્છું છું કે આવી બીમારી કોઈને ન થાય.હું આ અંગે લોકોમાં જાગૃતતા લાવવા ઈચ્છું છું. વર્ષના આશરે 11 મિલિયન લોકોના મોત આ બીમારીના કારણે થાય છે અને તેમાં પણ મોટાભાગના બાળકો હોય છે.  

About The Author

Top News

ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

(ઉત્કર્ષ પટેલ)  આપણો દેશ ભારત અનેક પ્રકારની તડકી છાયડી જોયા પછી આજે સ્વતંત્ર હોવાના ગર્વ અને વિકસિત ભારતના વિચારો સાથે...
Opinion 
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

(ઉત્કર્ષ પટેલ) આજના ઝડપી અને તણાવભર્યા યુગમાં જ્યાં યુવાનોનું જીવન સ્ક્રીન, સ્પર્ધા અને અનિયમિતતાથી ભરેલું છે ત્યાં એક અદભૂત પરિવર્તન...
Opinion 
અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં વિજયના રથ પર અગ્રેસર થઇ રહી છે. ટીમ ત્રણેય ગ્રુપ સ્ટેજ મેચ જીતીને...
Sports 
શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!

સળિયાના ભાવોમાં અચાનક ધરખમ વધારો કેમ થઇ ગયો?

બાંધકામના કોસ્ટમાં મોટો રોલ ભજવતા સળિયાના ભાવો થોડા સમય પહેલા તુટી રહ્યા હતા, પરંતુ હવે અચાનક ઉછાળો જોવા મળી...
Business 
સળિયાના ભાવોમાં અચાનક ધરખમ વધારો કેમ થઇ ગયો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.