- Gujarat
- બનાસકાંઠાના મંદિર પરિસરમાં મહિલાઓના કપડા પહેરીને સ્ત્રીઓના બાથરૂમમાં ઘૂસી ગયો શખ્સ; પછી....
બનાસકાંઠાના મંદિર પરિસરમાં મહિલાઓના કપડા પહેરીને સ્ત્રીઓના બાથરૂમમાં ઘૂસી ગયો શખ્સ; પછી....
થોડા દિવસ અગાઉ સુરતના એક રેસ્ટોરાંમાં મહિલાઓના બાથરૂમમાં મોબાઈલ છુપાવીને વીડિયો રેકોર્ડ કરવાનો મામલો સામે આવ્યો હતો. તો હવે બાનાસકાંઠાના અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બનાસનદીમાં સ્નાન કર્યા બાદ મહિલાઓ મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલતી હોય છે, ત્યાં બાથરૂમમાં મહિલાઓના વેશમાં પુરુષ પકડાયો હતો. પછી શું હતું... લોકોએ તેને મેથીપાક ચખાડી દીધો અને પોલીસના સોંપી દીધો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ, બનાસ નદીમાં સ્નાન કરવા પહોંચેલી હજારો મહિલાઓની ભીડમાં એક વ્યક્તિ મહિલાના કપડાં પહેરીને મોઢે પાટો બાંધીને ઘૂસી ગયો હતો. મહિલાઓ સ્નાન કર્યા બાદ મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલવા જઈ રહી હતી ત્યારે આ વ્યક્તિ મહિલાઓના બાથરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
સતર્ક મહિલાઓએ આ વ્યક્તિને ઓળખી કાઢ્યો હતો. ગુસ્સે ભરાયેલી મહિલાઓએ તેને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ લોકોએ તેને અમીરગઢ પોલીસને સોંપી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમીરગઢ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ હાથ ધરી છે.
અમીરગઢના PI એસ.કે. પરમારે જણાવ્યું હતું કે વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. બનાસનદીમાં સ્નાન કરતા હોય છે, ત્યારબાદ મંદિર પરિસરમાં આવેલા બાથરૂમમાં કપડાં બદલતા હોય છે. ત્યાં એક પુરૂષ મહિલાના વસ્ત્રો પહેરી બાથરૂમમાં પ્રવેશ કર્યો હતો, જેથી ત્યાંની મહિલાઓને શંકા ગઇ હતી અને તેમણે પોલીસને જાણકારી આપી હતી, જેથી પોલીસે આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના બાદ મહિલાઓમાં ચિંતા ફેલાઈ છે કે આવી ઘટનાઓ પવિત્ર સ્થળે પણ બનવા લાગી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે મહિલા વેશમાં પુરુષ ટોયલેટમાં પ્રવેશી જતો હતો, જો સમયસર પકડી પડાયો ન હોત તો ગંભીર ઘટના બની શકતી હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે કે પુરુષનો હેતુ શું હતો અને તેણે પહેલા પણ આવી હરકતો કરી છે કે કેમ?

