પત્ની નોરા ફતેહી જેવી દેખાય તે માટે રોજ 3 કલાક કરાવતો હતો જિમ, પોલીસ સ્ટેશન પહોંચ્યો મામલો

જો કોઈ પતિ અચાનક તેની પત્નીને ફિટ રહેવા અને બોલિવુડની પ્રખ્યાત એક્ટ્રેસ જેવું ફિગર બનાવવા માટે દબાણ કરવા લાગે તો શું થાય? તેના માટે તે પત્નીને દરરોજ 3 કલાક કસરત કરવાનું કહે અને આમ ન કરવા પર ખાવાનું પણ ન આપે તો? તમે વિચારી રહ્યા હશો કે પત્ની આવી જિદ શા માટે માને અને આવા પતિ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. તમે બરાબર વિચારી રહ્યા છો. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી આવેલા એક કેસમાં પીડિત પત્નીએ પણ આવું જ કર્યું. તેણે પોતાના પાગલ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

પીડિતાએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું છે કે, તેનો પતિ ઈચ્છતો હતો કે તે બોલિવુડની એક્ટ્રેસ અભિનેત્રી નોરા ફતેહી જેવી દેખાય. તેના માટે તે પત્ની પર દરરોજ 3 કલાક કસરત કરવાનું દબાણ પણ કરી રહ્યો હતો. જ્યારે પત્ની પતિના આ પ્રકારના આગ્રહથી તંગ આવી ગઈ, ત્યારે તેણે પોલીસ સ્ટેશનમાં તેની વિશે જાણ કરી.

nora
in.mashable.com

મહિલાના મતે તેની ઊંચાઈ સામાન્ય અને ગોરી છે, છતા તેને તેના શારીરિક બનાવટને લઈને ટોણાં મારવામાં આવે છે. મહિલાનો આરોપ છે કે, તેના પતિને બીજી છોકરીઓમાં ખૂબ રસ છે અને તે સોશિયલ મીડિયા પર છોકરીઓની આપત્તિજનક તસવીરો અને વીડિયો જુએ છે. ફરિયાદ મુજબ, મહિલાનો પતિ અને સાસરિયાના લોકો તેને દરરોજ 3 કલાક કસરત કરાવે છે. જો તે કોઈ દિવસે 3 કલાક કસરત ન કરી શકે તો તેને ખાવાનું પણ આપવામાં આવતું નથી. તેના પતિ અને સાસરિયાના લોકો ઇચ્છે છે કે તેનું ફિગર નોરા ફતેહી જેવું બની જાય. પોલીસે આ મામલે મહિલાના પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે.

પીડિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં પોતાના પતિ અને સાસરિયાના લોકો વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. ગાઝિયાબાદના મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા નોંધાવાયેલા કેસ મુજબ, તેના લગ્ન 6 માર્ચ 2025ના રોજ મેરઠના એક યુવક સાથે થયા હતા. તેના આ લગ્ન અરેન્જ મેરેજ હતા. લગ્નમાં છોકરીના પરિવારે સાસરિયાના લોકોને 16 લાખના ઘરેણાં, 24 લાખની મહિન્દ્રા સ્કોર્પિયો અને 10 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. મહિલાની ફરિયાદ મુજબ, લગ્નમાં લગભગ 76 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

UP Police
navbharattimes.indiatimes.com

મહિલાનો આરોપ છે કે, લગ્ન બાદ તેના સાસરિયાના લોકો તેને અને તેના પતિને ક્યાંય સાથે જવા દેતા નહોતા. ઘરકામને કારણે તેની સાસુ તેને બિનજરૂરી રીતે હેરાન કરતી હતી. એક રાત્રે જ્યારે તેનો પતિ આવ્યો અને રૂમમાં મચ્છરદાની ન મળી, ત્યારે તે એ વાતને લઈને પણ ગુસ્સે થઈ ગયો અને તેની સાથે પતિએ મારમારી કરી હતી.

About The Author

Related Posts

Top News

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ...
National 
ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું...
National 
વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.