50 ઉંદરોને ઘરમાં નવડાવે-ખવડાવે છે મહિલા, બોલી- આ મારા બાળકો જેવા, જુઓ Photos

એક મહિલાએ પોતાના ઘરમાં 50 ઉંદર પાળી રાખ્યા છે, જેમા 25 મેલ છે અને 25 ફીમેલ. પોતાને એનિમલ લવર કહેનારી મહિલા પોતાના બાળકોની જેમ આ ઉંદરોની સંભાળ રાખે છે. તેણે પોતાના કિચન સિંકમાં ઉંદરોને નવડાવતો વીડિયો ફેસબુક પર શેર કર્યો હતો, જે જોતજોતામાં વાયરલ થઈ ગયો. 51 વર્ષીય આ મહિલા આ ઉંદરોને પોતાના બેબી કહે છે. મહિલા 2018માં પહેલીવાર બે ઉંદર લઈને આવી હતી, ત્યારબાદથી તે સતત તેમની સંખ્યા વધારતી ગઈ. હવે તેની પાસે 50 ઉંદરો થઈ ગયા છે. રસપ્રદ વાત એ છે કે, તેની પાસે એક બિલાડી પણ છે.

મહિલાનું કહેવુ છે કે, આ ઉંદરો મારા બાળકો છે, તેઓ કંઈ પણ ખોટું કામ ના કરી શકે. તેમાંથી દરેકનું પોતાનું વ્યક્તિત્વ છે, આથી ઘણા ઉંદરો બીજાની સરખામણીમાં મારી વધુ નજીક રહે છે. મહિલાએ આગળ કહ્યું કે, તે ખૂબ જ મિલનસાર છે અને જ્યારે હું તેમને ખાવાનું ખવડાવુ છું, તો તે તમામ દોડતા આવે છે. આમ તો બધા ઉંદરો મિલનસાર છે પરંતુ, કેટલાક વધુ પડતા જ મિલનસાર સ્વભાવના છે.

એટલું જ નહીં, મહિલાના ચાર પાળેલા કૂતરા, ત્રણ બિલાડી અને બે ડુક્કર પણ છે. આ અગાઉથી તેની પાસે બે ઘેંટા, બે બકરીઓ, 25 મરઘીઓ અને આશરે 15 બતક અને હંસ પણ છે. તેનું કહેવુ છે કે, તેને પ્રાણીઓ અને પક્ષીઓ સાથે ખૂબ જ પ્રેમ છે અને તે પોતાના પેટ્સનું ખૂબ જ ધ્યાન રાખે છે. મહિલાએ અલગ-અલગ પ્રાણીઓના રહેવા માટે અલગ-અલગ જગ્યા બનાવી છે. જ્યાં તે તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરે છે. જોકે, ઉંદરો પ્રત્યે તેને વિશેષ પ્રેમ છે.

ડેલી મેલના રિપોર્ટ અનુસાર, 51 વર્ષીય આ મહિલાનું નામ મિશેલ રેબોન છે. રેબોન અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે. તે યુએસ આર્મીમાંથી રિટાયર છે. થોડાં મહિના પહેલા તેણે પોતાના કિચનના સિંકમાં ઉંદરોને નવડાવતો એક વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલી કેટલીક તસવીરોમાં તે ઉંદરો સાથે રમતી દેખાઈ રહી છે. તસવીરોમાં તેનો પોતાના ઉંદરો પ્રત્યેનો પ્રેમ દેખાય છે. મિશેલ રેબોન કહે છે કે, ઘણા બધા લોકોને મારું કામ ગમતું નથી પરંતુ, હું તેમને સમજાવુ છું અને એનિમલ લવ વિશે અવેર કરું છું. ઘણા લોકો સમજી જાય છે, જ્યારે ઘણા લોકો મારી સાથે સહમત નથી થતા. હાલ, રેબોન પોતાના પેટ્સની સાથે આનંદથી જીવન વિતાવી રહી છે.

About The Author

Top News

નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હાપુરની એક નવપરિણીત દુલ્હનની ખુશીને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેનો પતિ લગ્નના 15 દિવસ પછી જ તેને છોડીને મંદિરમાં...
National 
નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.