- Offbeat
- અમીર બાપની છોકરી મિનિટમાં ખર્ચ કરે છે લાખો રૂપિયા, બેંક બેલેન્સ ઓછું થવા પર...
અમીર બાપની છોકરી મિનિટમાં ખર્ચ કરે છે લાખો રૂપિયા, બેંક બેલેન્સ ઓછું થવા પર...
અમેરિકાના ફ્લોરિડામાં રહેનારી એક યુવતી પોતાના અજીબોગરીબ શોખને લીધે સોશિયલ મીડિયાની ચર્ચાનું સ્થાન બની ગઈ છે. 21 વર્ષની આ યુવતીનું નામ છે સેફરોન ડ્રેવિટ બેરેલો. સેફરોનને શોપિંગનો એટલો શોખ છે કે તે મિનિટોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી દે છે. પરંતુ જો સેફરોનનું બેંક અકાઉન્ટનું બેલેન્સ 7.3 કરોડ રૂપિયા એટલે કે 10 લાખ અમેરિકન ડોલરથી ઓછું થઈ જાય તો તેનું રડવાનું શરૂ થઈ જાય છે.


ડેઈલીસ્ટારના રિપોર્ટ પ્રમાણે, સેફરોન બ્રિટનના પહેલા ગે પિતા કરોડપતિ બૈરી અને ટોની ડ્રેવિટ બેરેલોની પુત્રી છે. જોકે બૈરી અને ટોની બંને હવે અલગ થઈ ચૂક્યા છે. પરંતુ પિતાના કરોડપતિ હોવાને લીધે સેફરોન બરાબરના પૈસા વાપરતી જોવા મળી છે. સેફરોન મોટેભાગે ડિઝાઈનર આઈટમ અને બ્યૂટી અપોઈન્ટમેન્ટ્સ પર પૈસા ખર્ચવાનું પસંદ કરે છે. સેફરોને સ્વીકાર કર્યો છે કે એક વખત તેણે એક જ દિવસમાં પૂલ પાર્ટીમાં આશરે 62 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો હતો. સેફરોને કહ્યું છે કે તેની આ વાત પર તેના પિતાને ગુસ્સો પણ આવ્યો હતો.
સેફરોનને તેના બાળપણમાં મહિનાના જરૂરી ખર્ચ માટે દર મહિને આશરે સાડા ત્રણ લાખ રૂપિયા આપવામાં આવતા હતા. સેફરોનનું બાળપણ તેના ચાર ભાઈઓ સાથે થઈ છે અને તેના આ ભાઈઓને પણ પોતાના પોકેટમની માટે સારા પૈસા મળતા હતા. સેફરોન ક્રેડિટ કાર્ડથી પણ ખરીદી કરતી રહી છે અને તેના આ કાર્ડ પર ખર્ચ કરવાની કોઈ લિમિટ નક્કી હોતી નથી. જોકે મોટી થયા પછી પરિવાર તરફથી સેફરોનને આપવામાં આવતી પોકેટ મની બંધ કરી દેવામાં આવી હતી. હવે સેફરોનની પોતાની બ્યૂટી કંપની છે જેમાંથી તે કમાણી કરીને પૈસા વાપરે છે. પરંતુ હાલમાં જતેના ધંધામાં ખોટ આવતા તેના પિતાએ તેને 109 કરોડ રૂપિયા આપ્યા હતા.


પિતા પાસેથી વધારે પૈસા મળ્યા પછી સેફરોને પોતાની સર્જરી પર 73 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પોતાના બેંક બેલેન્સને લઈને તેણે કહ્યું છે કે તે આંકડા બતાવવામાં સહજ મહેસૂસ કરતી નથી પરંતુ તેના અકાઉન્ટમાં ઘણા પૈસા છે અને જો આ બેલેન્સ ઓછું થઈ જાય તો તેને રડુ આવી જાય છે. આજકલ સેફરોન મોટાભાગના પૈસા ક્લબ, દારૂ અને વેકેશન ગાળવા પાછળ ખર્ચ કરે છે.

