શું તમારા સપનામાં કોઇ મૃત વ્યક્તિ વારંવાર આવે છે? આ હોઇ શકે છે કારણ

સપનાઓને લઈને દુનિયા રોમાંચિત રહી છે. સપના બીજી દુનિયાની કોઈ બારી જેવા છે. કેટલાક સપનાઓનો અર્થ હંમેશા છુપાયેલો રહેતો નથી, જ્યારે મોટાભાગના સપનાઓની વ્યાખ્યા ઘણી રીતે કરવામાં આવે છે. સપના આપણી આત્માને અભિવ્યક્ત કરે છે અને આપણાં વ્યવહારની બાબતે પણ ઘણી બાબતો બતાવે છે. મોટાભાગે મૃત થયેલા સંબંધીઓ કે મિત્ર આપણાં સપનાઓમાં આવે છે. એમ કહેવામાં આવે છે કે મૃત લોકો ક્યારેય જીવિત લોકોનો સંપર્ક કરી શકતા નથી, એટલે મૃત લોકો આપણી સાથે ઊંઘની અવસ્થામાં સંપર્ક કરે છે, જ્યારે આપણી મોટાભાગની ઇન્દ્રીઓ નિષ્ક્રિય હોય છે.

મનોવૈજ્ઞાનિક કારણ:

મોટાભાગે કેટલીક સ્મૃતિઓના કારણે પણ મૃત લોકો આપણાં સપનામાં આવે છે. મૃત લોકો સપનામાં આવવા પાછળ આપણાં દુઃખ કે પશ્ચાતાપની ભાવના વ્યક્ત કરે છે. કેટલીક વખતે જે લોકોના અસમયે અને અપ્રાકૃતિક રૂપમાં મોત થઈ જાય છે અને તેમના ક્રિયાકર્મ પૂર્ણ રીત-રિવાજ સાથે નથી થઈ શકતા. એવા લોકો સપનામાં દેખાવા એ વાતનાં સંકેત છે કે તેમનો અંતિમ સંસ્કાર રીતિ-રિવાજ સાથે કરવામાં આવે.

આધ્યાત્મિક કારણ:

ઉપર બતાવવામાં આવેલી વાતો સિવાય આધ્યાત્મિક કારણોથી પણ કોઈ મૃત વ્યક્તિ આપણાં સપનામાં આવી શકે છે. કેટલાક લોકોના મોત સમય પહેલા થઈ જાય છે અને તે પોતાના જીવનની ઇચ્છાઓ પૂરી કરવામાં અસમર્થ થઈ જાય છે, એટલે તેઓ સપનામાં આવીને તમારી પાસે મદદની અપેક્ષા રાખે છે.

કઈ રીતે સમજી શકાય સપનાઓના સંકેત?

સૌથી પહેલા એ જાણી લો કે મૃત લોકો સપનામાં આવવા એ કોઈ ચિંતાની વાત નથી. જો કોઈ વ્યક્તિ તમારી ખૂબ જ નજીક હતી અને ક્યારેક ક્યારેક તેની યાદ આવવી સ્વાભાવિક છે. જોકે એક જ સપનું વારંવાર આવવું એ વાત તરફ સંકેત આપે છે કે મૃત વ્યક્તિ તમારી સાથે સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે.

અચાનક મોત:

જે લોકો ઘણા વૃદ્ધ થઈ જાય છે કે પછી કોઈ બીમારીનો શિકાર થાય છે, તેઓ મૃત્યુ માટે તૈયાર હોય છે અને એમ થવું સ્વાભાવિક છે. જોકે જે લોકોના મોત અપ્રાકૃતિક રૂપે જેમ કે હત્યા કે એક્સિડેન્ટ થાય છે, એ લોકોને સરળતાથી મુક્તિ મળી શકતી નથી એટલે એવા લોકો સપનામાં તમને સંપર્ક કરી શકે છે.

તમે આ રીતે મદદ કરી શકો છો:

મોટાભાગે મૃત્યુ પામેલા લોકો સપનામાં એટલે દેખાય છે કેમ કે તેમની આત્મા, જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ શકતી નથી. એમ થવા પર આપણે તેમને મદદ કરવામાં અસમર્થ હોઇ શકીએ છીએ. એ પરેશાનીથી બચવા માટે કોઈ પીડિત, પૂજારી કે ધાર્મિક કર્મકાંડ સાથે જોડાયેલી વ્યક્તિ વિશેષનો સંપર્ક કરવો જોઈએ, જે આપણી અંદર રહેલા ડરને ઓછો કરવામાં મદદ કરી શકે છે.

સપના આવવા કોઈ ચિંતાની વાત નથી:

મોટાભાગે મૃત લોકોનું સપનામાં આવવું કોઈ ચિંતાની વાત નથી. મોટાભાગની ઘટનાઓમાં એમ થવું એ વાતના સંકેત છે કે મૃતક વ્યક્તિ તમને યાદ કરી રહી છે કે પછી તમારા મનમાં તેમની સ્મૃતિઓ જીવિત છે. જો તમને આ પ્રકારે કોઈ દેખાય છે તો બસ એ લોકોને સપનામાં મળીને આગળ વધી જવા માટે આભાર વ્યક્ત કરવો જોઈએ.

About The Author

Related Posts

Top News

રોડ પર જતી લગ્નની જાનમાં નાચતી મહિલાઓને 'ચુડેલ' કહી; વીડિયો વાયરલ થતા મુસ્લિમ યુવકને પોલીસ ઘરેથી ઉઠાવી લાવી

સમાજ ઘટિત બનાવોમાં પોતાની જાતે જ ન્યાય આપીને જજ બનનારાઓથી ભરેલો છે. તમને તમારી આસપાસ આવા ઘણા લોકો મળી જશે...
National 
રોડ પર જતી લગ્નની જાનમાં નાચતી મહિલાઓને 'ચુડેલ' કહી; વીડિયો વાયરલ થતા મુસ્લિમ યુવકને પોલીસ ઘરેથી ઉઠાવી લાવી

જો તમને સારી ઊંઘ આવતી ન હોય તો દાંત પણ ચેક કરાવી લેજો!! 

આ હેડલાઇન વાંચીને કદાચ તમને એમ થશે કે ઊંઘ અને દાંતને વળી શું સંબંધ. પરંતુ બન્ને વચ્ચે સીધો સંબંધ છે....
Charcha Patra 
જો તમને સારી ઊંઘ આવતી ન હોય તો દાંત પણ ચેક કરાવી લેજો!! 

3 વર્ષ પહેલા પિતાના મિલ્કશેકમાં ઝેર આપી કાસળ કાઢી નાખ્યું, પ્રેમીએ રહસ્ય ખોલ્યું; પુત્રી જ માસ્ટરમાઈન્ડ હોવાનું બહાર આવ્યું

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સંબંધો અને વિશ્વાસના પાયા હચમચાવી નાખ્યા છે. અહીં એક...
National 
3 વર્ષ પહેલા પિતાના મિલ્કશેકમાં ઝેર આપી કાસળ કાઢી નાખ્યું, પ્રેમીએ રહસ્ય ખોલ્યું; પુત્રી જ માસ્ટરમાઈન્ડ હોવાનું બહાર આવ્યું

1.5 કરોડ રોકડા ચૂકવવા રાજી હતો પતિ, પત્ની છેલ્લી ઘડીએ પલટી ગઈ, નારાજ કોર્ટે એક જ ઝટકામાં 23 વર્ષ જૂના લગ્નનો અંત આણી દીધો

સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અનોખો કેસ આવ્યો છે, જેમાં ઘરેલુ વિવાદમાં પહેલા પત્નીએ સમાધાન કર્યું અને પછી પતિ સામે...
National 
1.5 કરોડ રોકડા ચૂકવવા રાજી હતો પતિ, પત્ની છેલ્લી ઘડીએ પલટી ગઈ, નારાજ કોર્ટે એક જ ઝટકામાં 23 વર્ષ જૂના લગ્નનો અંત આણી દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.