- Opinion
- ગુજરાતમાં સરકાર સ્થિર છે છતા સોશિયલ મીડિયામાં સરકાર વિરોધી સૂર કેમ ગુંજી રહ્યો છે?
ગુજરાતમાં સરકાર સ્થિર છે છતા સોશિયલ મીડિયામાં સરકાર વિરોધી સૂર કેમ ગુંજી રહ્યો છે?
ગુજરાતમાં ભાજપની સરકાર લાંબા સમયથી સ્થિર છે અને મોટાભાગની ચૂંટણીઓમાં પણ ભાજપનો સ્પષ્ટ બહુમત જળવાઈ રહ્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર સરકાર વિરોધી વાતાવરણનું વેગ વધતું જોવા મળે છે આનું મુખ્ય કારણ સરકારની નીતિઓ અને વ્યવહારો વચ્ચેનો અંતર છે જેના કારણે વિવિધ વર્ગોમાં અસંતોષ ફેલાયો છે. સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ્સ પર આ અસંતોષને વાયરલ થવાની સુલભતા મળે છે જ્યાં લોકો પોતાની વેદનાઓ ઝડપથી વ્યક્ત કરી શકે છે.
તાજેતરમાં ખેડૂતોની મુશ્કેલીઓ અને કમોસમી વરસાદને કારણે થયેલું નુકસાન સંદર્ભ ચર્ચા હોય તો, કમોસમી વરસાદથી ગુજરાતમાં મગફળી, કપાસ અને અન્ય પાકોને ભારે નુકસાન થયું છે. અમરેલી, ભાવનગર, બનાસકાંઠા અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓમાં ખેડૂતોએ પાકના પાથરા સળગાવીને અને ઢોલ વગાડીને વિરોધ કર્યો છે. સરકારના ડિજિટલ સર્વેને લઈને પણ આક્ષેપો છે કારણ કે ખેડૂતોને લાગે છે કે તેમની સમસ્યાઓનું યોગ્ય મૂલ્યાંકન નથી થતું. આ વિષયમાં સોશિયલ મીડિયા પર AAP અને કોંગ્રેસના નેતાઓ જેમ કે ગોપાલ ઇટાલિયા અને પ્રતાપ દુધાતે આને 'સર્કસ' કહીને ટીકા કરી છે જે વાયરલ થઈ છે. ખેડૂતોના આક્રોશ ભર્યા વીડિયો (જેમ કે થાળી વગાડવા અને ટ્રેક્ટર રેલી) હજારો વ્યૂઝ મેળવી રહ્યા છે. ગુજરાત સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું પણ એના સંદર્ભે પણ સોશિયલ મીડિયામાં સંતુલિત માહોલ બન્યો નથી.
કર્મચારીઓ અને આંદોલનો સંદર્ભે જોઈએ તો, ગાંધીનગર સચિવાલયમાં 1,400થી વધુ નાયબ સેક્શન અધિકારીઓ (DYSO)એ પગાર અને પદોન્નતિના મુદ્દે સરકાર સામે આંદોલનની ચેતવણી આપી છે. તેમને 2031-32 સુધીમાં પગાર વધારો મળે છે પરંતુ જવાબદારીમાં કોઈ ફેરફાર નથી જેને અન્યાય તરીકે જોવામાં આવે છે. આ અંગે 2021થી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ નથી મળ્યો.

રેશનિંગ દુકાનદારો હડતાળ પર ઉતર્યા જેમાં સરકારી બેઠકોમાં કોઈ નિરાકરણ નથી થયું. આવા મુદ્દાઓ સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચામાં છે જ્યાં કર્મચારીઓ પોતાની લાગણીઓ શેર કરીને સરકારની ટીકા કરે છે.
ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા અને અન્યાયના આક્ષેપો પર ગંભીરતાથી ચર્ચા છે. સોશિયલ મીડિયા પર AAPના નેતાઓ જેમ કે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વાસવા ભ્રષ્ટાચાર, દારૂબંધીની નિષ્ફળતા, દુષ્કર્મ કેસો અને પોલીસના દુરુપયોગના મુદ્દા ઉઠાવે છે. ઉદાહરણ તરીકે અમરેલીમાં એક કેસમાં પાયલબેનનું સર્ઘસ કાઢવામાં આવ્યું હતું જેને સરકારના વિરોધીઓએ 'અન્યાય' કહ્યું.
HUDA (હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) વિરુદ્ધ 11 ગામના હજારો ખેડૂતોનું મહાસંમેલન થયું જ્યાં જમીન અને વિકાસના મુદ્દે મહિલાઓએ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયા જેમાં સરકારને 'ગુલામી' અને 'તાનાશાહી' કહેવામાં આવ્યું.

યુવાનો અને વિદ્યાર્થીઓ પોલીસ ભરતી અને શિક્ષક ભરતીમાં અન્યાય વિરુદ્ધ લાઠીચાર્જનો ભોગ બને છે જેને 'લોકશાહીનો અંત' કહીને ટ્રોલ કરવામાં આવે છે.
હવે સોશિયલ મીડિયાની ભૂમિકા અને વિપક્ષી રણનીતિ સમાજવારૂપ છે. સોશિયલ મીડિયા પર વિરોધી પક્ષો (AAP, કોંગ્રેસ) આ મુદ્દાઓને 'જન સત્યાગ્રહ' અને '#કિસાન_મહાપંચાયત' જેવા હેશટેગ્સથી અસંતોષને વધારે છે.
બીજી તરફ, કેટલાક યુઝર્સ ગુજરાતના વિકાસની પ્રશંસા કરે છે અને વિરોધીઓને 'મફતખોર' કહે છે પરંતુ આવી પોસ્ટ્સ ઓછી વાયરલ થાય છે.

સરકારની સ્થિરતા છતાં આ વિરોધી સૂરનું કારણ મૂળભૂત સમસ્યાઓ જેમ કે આર્થિક અસ્થિરતા, અન્યાય અને અવગણના છે. સોશિયલ મીડિયા આને વધુ ચર્ચાસ્પદ બનાવે છે કારણ કે તે લોકોને જોડે છે અને લાગણીઓ વ્યક્ત કરવાનું સ્વતંત્ર માધ્યમ આપે છે. જો ગુજરાત સરકાર આ મુદ્દાઓ પર સચોટ પરિણાત્મક કાર્યવાહી કરેતો આ વાતાવરણ શાંત થઈ શકે નહીંતર આ અસંતોષ આગળની ચૂંટણીઓમાં પડકારરૂપ બની શકે છે.

