51 હજાર વોટથી હાર છતા તેજ પ્રતાપ કેમ ખૂબ ખુશ છે, ભાઈની હાર પર ખુશી ડબલ થઈ ગઈ

બિહાર વિધાનસભાની ચૂંટણીની તસવીર સ્પષ્ટ થઈ ચૂકી છે. NDA મોટા માર્જિનથી જીતી ગયું છે. આ દરમિયાન તેજસ્વીના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. આ બધા વચ્ચે RJDથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવનારા તેજ પ્રતાપ યાદવે પોતાના જ ભાઈ તેજસ્વી પર આકરા પ્રહારો કર્યા છે. લાલુ યાદવના મોટા પુત્ર અને જનશક્તિ જનતા દળના પ્રમુખ તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, ‘અમારી હારમાં પણ જનતાની જીત છે. હું આજના પરિણામોને જનાદેશ તરીકે સ્વીકારું છું. હાર્યા બાદ પણ અમારી જીત થઈ છે, કારણ કે બિહારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, રાજકારણ હવે ભાઈ-ભત્રીજાવાદની નહીં, પરંતુ સુશાસન અને શિક્ષણનું થશે. આ જયચંદની કારમી હાર છે. અમે પહેલાથી જ કહ્યું હતું કે આ ચૂંટણી બાદ બિહારમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે અને આજે તે સ્પષ્ટ થઈ ગયું છે.

ફેસબુક પોસ્ટમાં તેજ પ્રતાપે આગળ કહ્યું કે, ‘હું તો હારીને પણ જીત્યો છું કારણ કે મને લોકોનો પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ મળ્યા છે. પરંતુ સત્ય કડવું છે. આ જયચંદોએ RJDને અંદરથી ખોખલું કરી દીધું, બરબાદ કરી દીધું છે. આ કારણે આજે તેજસ્વી ફેલસ્વી થઈ ગયા છે. જેમને પોતાની ખુરશી અને રાજકારણ બચાવવા માટે પોતાના ઘરને આગ લગાવી દીધી, ઇતિહાસ તેમને ક્યારેય માફ નહીં કરે. હું વારંવાર કહું છું કે જનતા જ આપણી માતા-પિતા છે. જનતાનો નિર્ણય માથે, અને એ જ ભાવના સાથે હું તમારા નિર્ણયને સ્વીકારું છું.

tej-pratap
facebook.com/TejPratapYadavOfficial

તેમણે કહ્યું કે, હાર અને જીત અલગ વાતો છે, પરંતુ ઇરાદો અને પ્રયાસ જ વાસ્તવિક જીત છે. મહુઆના લોકોને મેં જે વચનો આપ્યા હતા, હું તેને નિભાવવાનો પૂરો પ્રયાસ કરીશ રહીશ. પછી હું ધારાસભ્ય બનુ કે નહીં, મારા દરવાજા હંમેશાં જનતા માટે ખુલ્લા રહેશે. બિહારે સુશાસનની સરકાર પસંદ કરી છે. અમે તેનું સન્માન કરીએ છીએ અને જનતાના હિતમાં દરેક પગલા પર રચનાત્મક ભૂમિકા ભજવીશું. આ જીત આપણા યશસ્વી કર્મઠ વડાપ્રધાન અને વિશ્વના સૌથી મજબૂત નેતા નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને જાદુઈ નેતૃત્વની કમાલ છે.

જનતાએ માનનીય મુખ્યમંત્રી નીતિશ કુમારના સુશાસનને દિલથી અપનાવ્યા છે. બિહારમાં આ ઐતિહાસિક જીત ભારતના ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય માનનીય અમિત શાહ અને ભારત સરકારમાં મંત્રી અને ભાજપના બિહાર પ્રભારી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની કૂટનીતિ, દૂરદૃષ્ટિ અને દિવસ-રાતની મહેનતનું પરિણામ છે. આ વિજયનું સૌથી મોટું કારણ NDAની અતૂટ એકતા છે.

tej-pratap2
facebook.com/TejPratapYadavOfficial

NDA ગઠબંધનના પાંચેય પાર્ટીઓ- પાંચ પાંડવોએ એકજૂથ થઈને ચૂંટણી લડી અને લોકોએ પોતાનો વિશ્વાસ, મત અને ભરપૂર સમર્થન આપીને આ એકતાને વિજયની શક્તિમાં બદલી દીધી કરી. આ જીત બિહારના લોકોની છે, આ જીત વિશ્વાસની છે, આ જીત વિકાસ અને સુશાસન માટેના સંકલ્પનો છે. હું બિહારની યુવા શક્તિ, માતૃશક્તિ અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. તમે મને અપાર પ્રેમ આપ્યો, અને આ પ્રેમ મારી સૌથી મોટી પૂંજી છે. જનતાનો અવાજ બનીને, અમે વધુ મજબૂતીથી પરત ફરીશું.

About The Author

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.