અજીત પવારે 10 મિનિટની અંદર જ કેબિનેટ મીટિંગ છોડી, જાણો કેમ નારાજ છે NCP નેતા

હરિયાણામાં કોંગ્રેસની હાર બાદ મહારાષ્ટ્રની સત્તારૂઢ મહાયુતિ (શિવસેના- ભાજપ-NCP) ઉત્સાહમાં આવી ગઇ છે કેમ કે આવતા મહિને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એટલે જ મહારાષ્ટ્ર સરકાર મોટા-મોટા નિર્ણયો ફટાફટ લઇ રહી છે. આ જ સંદર્ભમાં ગુરવારે CM એકનાથ શિંદેના નેતૃત્વમાં કેબિનેટની મીટિંગ બોલાવવામાં આવી હતી. પરંતુ આ મીટિંગને શરુ થયાને 10 મિનિટની અંદર જ ઉપમુખ્યમંત્રી અને NCP નેતા અજીત પવાર મીટિંગ છોડીને ચાલ્યા ગયા હતા અને મીટિંગ દરમિયાન તેની ખુરશી ખાલી રહી હતી.

જો કે અજીત પવારના ગયા પછી આ મીટિંગ લગભગ અઢી કલાક ચાલી હતી. અને તેમાં નાણા વિભાગ સંબંધિત પણ ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે નાણા વિભાગનો પ્રભાર અજીત પવાર પાસે છે. કહેવાય કે અંતિમ સમયમાં કોઈપણ પરિપત્ર જાહેર કર્યા વગર મીટિંગમાં તાત્કાલિક ધોરણે અનેક પ્રસ્તાવો  રાખવાથી ડેપ્યુટી CM અજીત પવાર નારાજ હતા. નાણા મંત્રાલયે ઘણા મુદ્દા પર વાંધો પણ ઉઠાવ્યો હતો જે કેબિનેટમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રકારની મીટિંગ છોડીને અજિત પવાર જતા રહ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.  જો કે એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી આ મીટિંગમાં ભાજપ નેતા અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છેલ્લે સુધી હાજર રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે થોડા દિવસોથી એકનાથ શિંદેની શિવશેના અને અજીત પવારની NCP વચ્ચે ઘર્ષણ જોવા મળતું રહે છે. કારણ કે મહારાષ્ટ્રમાં લોન્ચ થયેલી લાડકી બહેન યોજનાની ક્રેડીટ બંને પાર્ટી લેવા માંગે છે એટલા માટે આ યોજના સંબંધિત શિવસેનાના કાર્યક્રમના પોસ્ટરમાં અજીત પવારનો ફોટો ગાયબ હોય છે અને આ જ રીતે NCPના કાર્યક્રમના પોસ્ટરમાં એકનાથ શિંદેનો ફોટો ગાયબ હોય છે.

ઉલ્લેખનીય છે કે ચુંટણીને ધ્યાનમાં રાખીને બજેટમાં થયેલી મોટી મોટી ઘોષણાઓથી રાજય સરકાર ટીકાનો સામનો કરી રહી છે. છેલ્લા બજેટમાં સરકારે 96 હાજર કરોડની ઘોષણા કરી હતી જેમાં 48 હજાર કરોડ લાડકી બહેન યોજનાને ફાળવવામાં આવ્યા હતા. આવી જ રીતે સરકારી કર્મચારીની મહત્તમ ગ્રેચ્યુટી 14 લાખથી વધારીને 20 લાખ કરી દીધી છે.

ગુરુવારે મળેલી કેબિનેટ બેઠકમાં SC કમીશનને બંધારણીય દરજ્જો આપવા માટે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. તેવી જ રીતે OBC કેટેગરીમાં શિષ્યવૃતિ વગેરે માટે ક્રીમીલેયરની મર્યાદા 8 લાખથી વધારી 15 લાખ કરવામાં આવે તેવી કેન્દ્રને વિનંતી કરવામાં આવી હતી.   

Related Posts

Top News

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

Xiaomi એ 26 જૂન, 2025 ના રોજ તેનું બીજું ઇલેક્ટ્રિક વાહન, YU7 લોન્ચ કર્યું, અને આ SUV એ ચીનમાં ઇતિહાસ...
Tech and Auto 
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સને આધુનિક યુગના શાનદાર બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. મેદાન પર ભારતીય ટીમના પૂર્વ...
Sports 
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.