સી.પી. રાધાકૃષ્ણન પર ભાજપે કેમ દાવ લગાવ્યો? 5 પોઇન્ટ્સમાં સમજો

દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપે આખરે પોતાના કાર્ડ જાહેર કરી દીધા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે NDAના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. રવિવારે થયેલી ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં સી.પી. રાધાકૃષ્ણનના નામ પર મહોર લાગી હતી, જેની જાહેરાત પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કરી હતી.

ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું કે, અમે સી.પી. રાધાકૃષ્ણનના નામ પર બધાનું સમર્થન મેળવવા માગીએ છીએ. તેના માટે અમે તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે વાત કરીશું, જેથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે બિનહરીફ ચૂંટણી થઈ શકે. તો, સી.પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવવાનું ભાજપનું ખૂબ જ સમજી-વિચારીને ઉઠાવેલું પગલું માનવામાં આવી રહ્યું છે.

રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવીને ભાજપે રાજકીય સંદેશ આપવાનો દાવ લગાવ્યો છે. ભાજપે સી.પી. રાધાકૃષ્ણન દ્વારા પક્ષના કાર્યકર્તાઓને સંદેશ આપવા સાથે જ દક્ષિણ ભારતમાં પોતાની રાજકીય પકડ મજબૂત રાખવાનો દાવ ખેલ્યો છે. 5 પોઇન્ટ્સમાં સમજો ભાજપે રાધાકૃષ્ણન દ્વારા કયા-કયા સમીકરણો પર સાધવાનો પ્રયાસ કર્યો છે.

CP Radhakrishnan
facebook.com/CPRBJP

દક્ષિણ ભારત માટે રાજકીય સંદેશ

ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન દક્ષિણ ભારતના તામિલનાડુથી આવે છે. આ રીતે, ભાજપે તેમના નામ પર મહોર લગાવીને દક્ષિણ ભારતને આકર્ષવા માટે એક મોટી દાવ ચાલ્યો છે. ઉત્તર ભારતના રાજકારણ પર ભાજપની પકડ મજબૂત છે, પરંતુ દક્ષિણ ભારતની રાજકીય જમીન અત્યારે પણ પક્ષ માટે ઉજ્જડ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા બંને ઉત્તર ભારતથી છે. એવામાં, ભાજપે દક્ષિણ સાથે રાજકીય સંતુલન બનાવી રાખવા માટે સી.પી. રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની રણનીતિ અપનાવી છે.

દક્ષિણના કોઈપણ રાજ્યમાં ભાજપની પોતાની સરકાર નથી. ભાજપ આંધ્ર પ્રદેશ અને પુડુચેરી સરકારોનો ભાજપ સામેલ છે. આગામી વર્ષે તામિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. રાધાકૃષ્ણન તામિલનાડુથી આવે છે અને તેમણે રાજ્યમાં ભાજપને મજબૂત કરવા માટે સખત મહેનત કરી છે. તેઓ પ્રદેશ અધ્યક્ષથી લઈને  2 વખત લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. આ પ્રકારે ભાજપે ઉપરાષ્ટ્રપતિ માટે તામિલ મૂળના નેતા પર વિશ્વાસ વ્યક્ત કરીને AIADMK અને DMK જેવી પાર્ટીઓને રાજકીય મૂંઝવણમાં નાખી દીધી છે.

આ નિર્ણયને તામિલનાડુના લોકોને રાજકીય સંદેશ આપવાની રણનીતિ પણ માનવામાં આવી રહી છે. સી.પી. રાધાકૃષ્ણન દક્ષિણ ભારતના અન્ય રાજ્યોમાં પણ ભાજપ માટે કામ કરી ચૂક્યા છે. એવામાં ભાજપ દક્ષિણ ભારતમાં પોતાના મૂળ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. તામિલનાડુ અને કેરળ એવા રાજ્યો છે જે ભાજપ માટે મુશ્કેલ બની રહ્યા છે. એવામાં, ભાજપે તામિલનાડુમાંથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવીને રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

CP Radhakrishnan
facebook.com/CPRBJP

સંઘને રાજકીય મહત્ત્વ

ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પસંદગીનું ધ્યાન રાખ્યું છે. સી.પી. રાધાકૃષ્ણન સંઘની પૃષ્ઠભૂમિમાંથી નીકળેલા નેતા છે. તેઓ જન સંઘ યુગથી ભાજપ સાથે જોડાયેલા છે. જોકે સંઘ સરકારના કામકાજમાં દખલઅંદાજી કરવા માગતો નથી, પરંતુ તેનું માનવું છે કે સર્વોચ્ચ પદો પર બેઠેલા લોકો પક્ષ અને તેની વિચારધારા પ્રત્યે સમર્પિત હોય. આ રીતે, ભાજપે RSSની વિચારધારા સાથે મજબૂતીથી જોડાઈ રહેનારા રાધાકૃષ્ણનના નામને મંજૂરી આપીને રાજકીય સંદેશ આપ્યો છે

2024ની લોકસભા ચૂંટણીથી ભાજપે સંઘ પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓ પર ખાસ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં, ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા નેતાઓમાં RSS પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાના પ્રાચીર પરથી RSSનો ઉલ્લેખ કરવા સાથે-સાથે રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે તેમના સમર્પણનો પણ ઉલ્લેખ કર્યો હતો. હવે, RSS પૃષ્ઠભૂમિ ધરાવતા રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવીને એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભાજપ અને સંઘ વચ્ચે સારું  સંકલન છે.

સામાજિક સમીકરણ સાધવાનો દાવ

ભાજપે સી.પી. રાધાકૃષ્ણન દ્વારા માત્ર ક્ષેત્રિય સંતુલન જ નહીં, પરંતુ સામાજિક સમીકરણ પણ સાધવાનો પ્રયાસ કર્યો છે. રાધાકૃષ્ણન OBC સમુદાયમાંથી આવે છે, જેમ જગદીપ ધનખડ OBC સમુદાયમાંથી હતા. આ રીતે, ભાજપે તેમની જગ્યાએ OBC સમુદાયમાંથી ઉપરાષ્ટ્રપતિ બનાવવાનો નિર્ણય લીધો છે જેથી વિપક્ષને તેમને ઘેરવાની તક ન મળે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી OBCના મુદ્દા પર આક્રમક રહે છે, જેના માટે તેઓ જાતિગત વસ્તી ગણતરીથી લઈને સરકારમાં દલિતો અને OBCની ભાગીદારીના સવાલ ઉઠાવતા રહે છે.

મોદી સરકારે પહેલાથી જ જાતિ વસ્તી ગણતરી કરાવવાની જાહેરાત કરી ચૂકી છે અને હવે રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવીને ભાજપે રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. દેશમાં OBC સમુદાયની વસ્તી 50 ટકાથી વધુ છે અને બિહારનું રાજકારણ પૂરી રીતે OBCની આસપાસ સમેટાયેલું છે. એવામાં, ભાજપ OBC મતોને લઈને કોઈપણ પ્રકારનું જોખમ લેવા માગતી નથી, જેના માટે તેણે OBCમાંથી આવતા રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવવાનો દાવ ચાલ્યો છે.

CP Radhakrishnan
facebook.com/CPRBJP

વિચારધારાને આપ્યું મહત્ત્વ

જગદીપ ધનખડ બાદ, ભાજપનું હાઈકમાંડ ઉપરાષ્ટ્રપતિ પદ માટે એક એવી વ્યક્તિ શોધી રહ્યું હતું, જે વૈચારિક રીતે સંઘ અને ભાજપને સમર્પિત હોય. આ જ કારણ હતું કે ભાજપે વૈચારિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખતા રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા છે. સી.પી. રાધાકૃષ્ણન RSSની પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેઓ જન સંઘ યુગથી ભાજપ સાથે જોડાયેલા છે. સી.પી. રાધાકૃષ્ણન માત્ર વૈચારિક જ નહીં, પરંતુ તામિલનાડુમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

રાધાકૃષ્ણનને સંઘ અને ભાજપની વિચારધારાને સમર્પિત નેતા માનવામાં આવે છે, જ્યારે જગદીપ ધનખડનો સંઘ અને ભાજપ સાથે કોઈ સંબંધ નથી. તેમણે જનતા દળથી પોતાની રાજકીય સફર શરૂ કરી, પછી કોંગ્રેસમાં રહ્યા અને ત્યારબાદ ભાજપમાં જોડાયા. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ, ધનખડ પહેલા રાજ્યપાલ અને પછી ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા, પરંતુ જે રીતે તેઓ ભાજપની લાઇનથી હટીને વિપક્ષ સાથે સંકલન કરી રહ્યા હતા, તેના કારણે આ વખતે ભાજપે ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગીમાં વિચારધારા અને રાજકીય પૃષ્ઠભૂમિનું પૂરેપુરું ધ્યાન રાખ્યું છે.

02

કાર્યકર્તાઓને આપ્યો સંદેશ

ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગીમાં બીજા પક્ષમાંથી આવેલા નેતાને પ્રાધાન્ય આપવાને બદલે ભાજપે પક્ષ પ્રત્યે સમર્પિત સી.પી. રાધાકૃષ્ણનને મહત્ત્વ આપ્યું છે, જેના દ્વારા પાર્ટી કાર્યકર્તાઓને પણ સંદેશ આપ્યો છે. રાધાકૃષ્ણને સંઘ સાથે પોતાની સફર શરૂ કરી હતી. સી.પી. રાધાકૃષ્ણન સંઘમાંથી સ્વયંસેવક તરીકે સામાજિક જીવનમાં આવ્યા અને પછી સક્રિય રાજકારણનો માર્ગ પકડ્યો. ત્યારબાદ તેઓ ભારતીય જન સંઘની રાજ્ય કારોબારી સમિતિના સભ્ય બન્યા અને સંગઠનાત્મક કાર્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

રાધાકૃષ્ણન લાંબા સમય સુધી ભાજપ કાર્યકર્તા તરીકે કામ કર્યા બાદ  નેવુંના દાયકામાં તામિલનાડુ ભાજપના સચિવ બન્યા. ત્યારબાદ, તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યું. તેઓ કોઈમ્બતુર લોકસભા મતવિસ્તારથી 2 વખત સાંસદ રહ્યા. તામિલનાડુમાં ભાજપને રાજકીય ઓળખ અપાવવામાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે. ત્યારબાદ તેઓ ઝારખંડના રાજ્યપાલ અને પછી મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા. ભાજપે હવે તેમને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવીને ભાજપના કાર્યકર્તાઓને રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.