- National
- રાહુલ ગાંધી ચૂંટણી કમિશનરની પાછળ પડી ગયા, હવે મોટો નિર્ણય લઈ લીધો છે
રાહુલ ગાંધી ચૂંટણી કમિશનરની પાછળ પડી ગયા, હવે મોટો નિર્ણય લઈ લીધો છે
છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ અને તમામ વિપક્ષી પક્ષો દ્વારા ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તેને લઈને રાહુલ ગાંધી દ્વારા એક પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું, ત્યરબાદ ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના આરોપો બાદ રવિવારે ચૂંટણી પંચ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તેમાં, ચૂંટણી પંચે પોતાનો પક્ષ રજૂ કર્યો અને વિરોધી પરતીઓને ચીમકી આપી હતી કે, તેના ખભા પર બંદૂક રાખીને રાજનીતિ ન કરે. હવે વિપક્ષ પણ ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાનું વિચારી રહ્યું છે. હવે આ મામલે વિપક્ષી રાજનીતિક પાર્ટીઓએ નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ INDIA બ્લોકની બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ લોનની વાત કહી છે. આ અંગે બેઠકમાં એક પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો છે. જોકે, આ અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
શું છે મહાભિયોગનું કારણ?
INDIA ગઠબંધનની બેઠક દરમિયાન તમામ રાજનીતિક પાર્ટીઓ મુખ્ય ચૂંટણી કમિશનરથી નાખુશ જોવા મળી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ ગઈકાલે ચૂંટણી કમિશનરની પ્રેસ કોન્ફરન્સ હોવાનું માનવામાં આવે છે. કારણ કે આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી કમિશનરે કોંગ્રેસ સહિત તમામ રાજનીતિક પાર્ટીઓને સીધી ચીમકી આપી હતી કે તેમણે ગરબડીઓને લઈને પુરાવા આપવા પડશે અને 1 અઠવાડિયાની અંદર સોગંદનામું પણ દાખલ કરવું પડશે.
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ પર કહ્યું કે, ‘મુખ્ય ચૂંટણી કમિશનર (જ્ઞાનેશ કુમાર)એ ભાજપને આ જ આગ્રહ કેમ ન કર્યો? તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનર ભાજપ સાથે કોંગ્રેસ જેવો વ્યવહાર કેમ નથી કરી રહ્યા? મને લાગે છે કે પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા આ બંધારણીય પદની ગરિમા નબળી કરી છે.’
મહાભિયોગ પ્રસ્તાવને લઈને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સૈયદ નસીર હુસૈને કહ્યું કે, ‘જો જરૂરિયાત પડી તો, અમે નિયમો હેઠળ લોકશાહીના તમામ હથિયારોનો ઉપયોગ કરીશું. અત્યાર સુધી અમે (મહાભિયોગ વિશે) કોઈ ચર્ચા કરી નથી, પરંતુ જો જરૂર પડે તો, અમે કંઈ પણ કરી શકીએ છીએ.’
ચૂંટણી કમિશનરે શું કહ્યું હતું?
મુખ્ય ચૂંટણી કમિશનરે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ‘તેમ ના પર લગાવવામાં આવી રહેલા વોટ ચોરીના ખોટા આરોપોથી ન તો ચૂંટણી પંચ ડરે છે અને ન તો મતદારો ડરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચૂંટણી પંચ પોતે રાજનીતિક પાર્ટીઓનું રજીસ્ટ્રેશન પણ ચૂંટણી પંચ જ કરે છે અને તેની નજરમાં કોઈ પક્ષ કે વિપક્ષ નથી, બધા સમકક્ષ છે. અમારા માટે બધા બરાબર છે. જો તમને લાગે કે કોઈ ગરબડી છે, તો પુરાવા આપો. અમે તેમાં પણ સુધારો કરીશું. માત્ર વાતો કરવાથી કંઈ નહીં થાય.
આ પ્રેસ કોન્ફરન્સ અગાઉ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે બિહાર SIR હેઠળ જેમના નામ કાઢી નાખવામાં આવ્યા હતા, તેવા 65 લાખ લોકોના નામ જાહેર કરવામાં આવે. બિહારમાં SIRની શરૂઆતથી જ કોંગ્રેસ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવી રહી છે. રાહુલ ગાંધીએ ઘણી વખત કહ્યું છે કે ચૂંટણી પંચ ભાજપ માટે કામ કરી રહ્યું છે. દરેક ચૂંટણીમાં, ચૂંટણી પંચ નવા મતદારો દ્વારા ચૂંટણીમાં હેરાફેરી કરે છે. આ સાથે વોટોની ચોરી પણ કરે છે. આ અંગે રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

