મને જવાબ આપો, આપણા લોકોને મારનાર પાકિસ્તાન સાથે ક્રિક્રેટ કેમ? ઔવેસીનો PMને સવાલ

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન આપણા લોકોને મારી રહ્યું છે અને આપણે તેમની સાથે ક્રિકેટ રમીએ છીએ. તેમણે મોદી સરકારની કાશ્મીર નીતિને નિષ્ફળ ગણાવી છે. PM મોદીને પણ સવાલ કર્યો કે તેઓ ચૂપ કેમ છે?

ઔવેસીએ પાકિસ્તાન સાથે ક્રિક્રેટ રમવા પર નારાજગી બતાવીને સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના સૈનિકો પાસેથી તેમના જીવનો ખેલ ખેલાઇ રહ્યો છે અને બીજી તરફ ભારતીય ટીમ પાકિસ્તાન સાથે ક્રિક્ટે રમી રહી છે. પાકિસ્તાન આપણા જ લોકોની જાન લઇ રહ્યું છે. ગોળીઓથી કાશ્મીર પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પહેલાં આ ખેલને ખતમ કરવાની જરૂર છે.

ઔવેસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સવાલ કર્યો કે તેઓ આ બાબતે મૌન સેવીને કેમ બેઠા છે? ઔવેસીએ સરકારની કાશ્મીર પોલીસીને નિષ્ફળ બતાવી છે.

જમ્મૂ-કાશ્મીરમાં થઇ રહેલા આતંકવાદી હુમલા પર ઔવેસીએ તેમની પ્રતિક્રિયા આપી છે. તેમણે એ સાથે સરકાર નિશાન સાધીને કહ્યું છે કે અનંતનાગ, રાજીરોમાં આપણા જવાનોની જિંદગીઓ સાથે ખેલ ખેલાઇ રહ્યો છે અને સરકાર તેની પર ખામોશ છે.

ઔવેસીએ કહ્યું કે ક્રિક્રેટ મેચ પહેલા આ આતંકવાદીઓનો ખેલને ખતમ કરવાની પહેલી જરૂરિયાત છે. ઔવેસીએ ભાજપને સવાલ કર્યો હતો કે જો તમે સત્તામાં ન હોતે તો તમે આ વિશે શું બોલતે?  તમે અત્યારે સત્તામાં છો તો  પહેલાં આ ગોળીઓનો ખેલ ખતમ કરો.

ઔવેસીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સવાલ પુછવામા માંગુ છું કે જ્યારે દેશમાં પુલવામાની ઘટના બની હતી ત્યારે તેમણે પાકિસ્તાન પર પોતાનો ગુસ્સો બતાવ્યો હતો. તો હવે જ્યારે કર્નલ,  ડેપ્યુટી SP જેવા વીર જવાનો શહીદ થયા છે ત્યારે તમે તમારો ગુસ્સો કેમ બતાવતા નથી?  PM મોદી ચૂપ કેમ થઇ ગયા છે.

ભારત-પાકિસ્તાન મેચનો ઉલ્લેખ કરીને ઔવેસીએ કહ્યુ કે સરકારે કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવીને બધું હાંસલ કરી દીદું છે. પરંતુ ભાજપની કાશ્મીર પોલીસી નિષ્ફળ ગઇ છે.પાકિસ્તાનના આતંકવાદીઓ આપણે ત્યાં ગોળીઓનો વરસાદ કરી રહ્યા છે. ઔવેસીએ સવાલ કર્યો કે આમ છતા શું ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં પાકિસ્તાનની સાથે ક્રિક્રેટ રમશો? દેશની પ્રજાના આ સવાલનો ભાજપે જવાબ આપવો જોઇએ. આગામી 14 ઓકટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડકપની મેચ રમાવવાની છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.