- Politics
- ‘હું કાર્યકર, નીતિન નબીન મારા બોસ...’, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ પર આ રીતે નવા ભાજપ અધ્યક્ષનું સ્...
‘હું કાર્યકર, નીતિન નબીન મારા બોસ...’, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ પર આ રીતે નવા ભાજપ અધ્યક્ષનું સ્વાગત કર્યું
ભાજપના રાષ્ટ્રીય રિટર્નિંગ ઓફિસર કે. લક્ષ્મણે નીતિન નબીનને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કર્યા છે. નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળ્યું છે. તેઓ પાર્ટીના 12મા અધ્યક્ષ બન્યા છે. પ્રધાનમંત્રી મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમને સ્ટેજ પર ચૂંટણી પત્રો રજૂ કરવામાં આવ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના કાર્યભાર ગ્રહણ સમારોહમાં પાર્ટી કાર્યકરોને સંબોધતા જેપી નડ્ડાએ નવા પાર્ટી અધ્યક્ષને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે, ‘આજે એક ઐતિહાસિક અવસર છે, જ્યારે આપણા યુવા, ઉર્જાવાન અને પ્રતિભાશાળી શ્રી નીતિન નબીન વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળી રહ્યા છે. હું મારા અને કરોડો કાર્યકરો વતી હું તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. હું આ દિવસે આપણા વડાપ્રધાન અને ચૂંટણી સમિતિના સભ્યોનો પણ આભાર માનું છું.’
તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 2014થી ભાજપને જે વિજય રથ ચાલી રહ્યો છે, તે હવે નીતિન નબીનના નેતૃત્વમાં આગળ વધશે. આજે, આપણી પાસે 20 રાજ્યોમાં સરકારો છે. આપણી બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બીજી વખત સરકારો બનાવી છે. હવે, વડાપ્રધાન મોદી અને નીતિન નબીનના નેતૃત્વમાં બંગાળમાં પણ ભાજપ જીતશે.
https://twitter.com/ANI/status/2013503107523846295?s=20
તેમણે એમ પણ કહ્યું કે નીતિન, જે મુખ્યત્વે કાર્યકર છે, પરિપક્વ વૈચારિક પૃષ્ઠભૂમિ ધરાવે છે, ખૂબ જ નાની ઉંમરે પાંચ વખત ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલમાં ધારાસભ્ય છે. તેમણે બિહાર સરકારમાં ઘણી વખત મંત્રી તરીકે સેવા આપી છે. આપણાં રાષ્ટ્રીય યુવા મોરચાના મહાસચિવ તરીકે, તમને આખા દેશની મુસાફરી કરવાની અને તેને સમજવાની તક મળી. તમે સિક્કિમ અને છત્તીસગઢના પણ પ્રભારી રહ્યા, જ્યાં તમે ભાજપ સરકારની રચનામાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. આવા યુવા, ઉર્જાવાન અને પ્રતિભાશાળી વ્યક્તિએ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તમને ખૂબ-ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
તો આ અવસર પર ભાજપના કાર્યકરોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ પ્રમુખ નીતિન નબીનને અભિનંદન આપ્યાતેમણેમએ કહ્યું કે, ‘સૌપ્રથમ, વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષના અધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ નીતિન નબીનને હાર્દિક અભિનંદન. છેલ્લા ઘણા મહિનાઓથી, સંગઠનના નાનામાં નાના એકમથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી સુધી, સમગ્ર પ્રક્રિયા 100% લોકશાહી રીતે સંપન્ન થઈ છે. આજે, આ પ્રક્રિયા વિધિવત અને ઔપચારિક રીતે પૂર્ણ થઈ છે. છેલ્લા ઘણા મહિનાઓથી, સંગઠન મહોત્સવ એટલે કે પક્ષના નાનામાં નાના એકમમાંથી લઈને અધ્યક્ષની પસંદગી કરવાની એક વ્યાપક પ્રક્રિયા 100% લોકશાહી રીતે ભાજપના બંધારણની ભાવના અને તેમાં બતાવવામાં આવેલી દરેક વાતને ધ્યાનમાં રાખીને ચાલી રહી હતી. આજે તેનું ઔપચારિક સમાપન થયું છે.
ભાજપના સંગઠનાત્મક કૌશલ્યની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા દોઢ વર્ષમાં, આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ, અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ, એવા મહત્ત્વપૂર્ણ પર્વની ઉજવણી કરી છે. આ એવી પ્રેરણા છે જે દેશ માટે જીવવાના આપણા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. આપણું નેતૃત્વ પરંપરાથી ચાલે છે, અનુભવથી સમૃદ્ધ થાય છે, અને જન સેવા અને રાષ્ટ્રીય સેવાની ભાવના સાથે સંગઠનને આગળ ધપાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘અટલજી, અડવાણીજી અને મુરલી મનોહર જોશીજીના નેતૃત્વમાં, ભાજપે શૂન્યથી શિખર સુધીની સફર કરી. આ સદીમાં, એમ. વેંકૈયા નાયડુ અને નીતિન ગડકરી જેવા નેતાઓ સાથે-સાથે આપણાં ઘણા વરિષ્ઠ સહયોગીઓ સાથે, સંગઠનનો વિસ્તાર કર્યો. રાજનાથજીના નેતૃત્વમાં ભાજપે પહેલીવાર પોતાના દમ પર સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી. ત્યારબાદ અમિત શાહના નેતૃત્વમાં, ભાજપે અનેક રાજ્યોમાં સરકારો બનાવી અને સતત બીજી વખત કેન્દ્રમાં સત્તા પર આવી. ત્યારબાદ જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપ પંચાયતથી લઈને સંસદ સુધી, દરેક સ્તરે મજબૂત બની છે.
પાર્ટીના નેતાઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, ‘નીતિન નબીન મારા બોસ છે, હું તેમનો કાર્યકર છું. હવે, નીતિન નબીન આપણા બધાના અધ્યક્ષ છે અને તેમની જવાબદારી માત્ર ભાજપને સંભાળવાનું જ નહીં, પરંતુ તમામ NDA ભાગીદારો સાથે સંકલન કરવાની પણ છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘લોકોને લાગે કે છે કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે. તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને 50 વર્ષની નાની ઉંમરે મુખ્યમંત્રી બન્યા. તેઓ સતત 25 વર્ષ સુધી સરકારના મુખિયા રહ્યા છે. આ બધું પોતાની જગ્યાએ છે, પરંતુ મારા જીવનની સૌથી મોટી વાત એ છે કે હું ભાજપનો કાર્યકર છું. આ મારા માટે સૌથી મોટો ગર્વ છે.
તેમણે કહ્યું કે, નીતિન પોતે મિલેનિયલ પેઢી છે. તેઓ એવી પેઢી સાથે સંબંધ ધરાવે છે જેણે ભારતમાં ઘણો બદલાવ જોયો છે. તેઓ એવા યુગથી છે જે બાળપણમાં રેડિયો પર સમાચાર સાંભળતા હતા અને હવે તેઓ AIનો ઉપયોગ કરવામાં કુશળ છે. નીતિનમાં યુવા ઊર્જા અને અપાર અનુભવ બંને છે. જન સંઘના 75 વર્ષ પૂર્ણ થવા પર, હું પાર્ટીના તમામ કાર્યકરોના સમર્પણને નમન કરું છું.’

