શું ગુજરાત ભાજપની પડતી શરૂ થઈ છે?

ગુજરાતમાં ભાજપની રાજકીય સફળતા એક સમયે દેશભર માટે ઉદાહરણ હતી. પરંતુ છેલ્લાં ત્રણચાર વર્ષમાં ગુજરાતમાં પક્ષનું સંગઠન અને સરકાર બંને ચર્ચાના કેન્દ્રમાં છે અને તે પણ નકારાત્મક કારણોસર. પીઢ કાર્યકર્તા અને પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણીના તાજેતરના નિવેદનોએ ગુજરાત ભાજપના સંગઠનની નબળાઈઓને ઉજાગર કરી છે. આ નિવેદનો માત્ર એક વ્યક્તિની નહીં પરંતુ હજારો કાર્યકર્તાઓની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે જેમણે પક્ષના વિકાસ માટે જીવન સમર્પિત કર્યું છે. પ્રશ્ન એ છે કે શું આ ગુજરાત ભાજપની પડતીનો આરંભ છે કે પોતાની ખોવાયેલી ઓળખ પાછી મેળવવાની તક?

BJP
business-standard.com

ગુજરાત ભાજપનું હાલનું સંગઠન સદંતર નિષ્ફળ રહ્યું છે એવું કહેવું અતિશયોક્તિ નથી. શિસ્ત, માન-મર્યાદા અને એકાત્મભાવના જેવાં મૂલ્યો જે ભાજપની ઓળખ હતાં તે આજે લગભગ લુપ્ત થઈ ગયાં છે. કાર્યકર્તાઓની લાગણીઓને જાળવવામાં સંગઠન સદંતર નિષ્ફળ રહ્યું છે. પીઢ કાર્યકર્તાઓનું અપમાન, નેતાઓની ઉદાસીનતા અને વાણીવિલાસનો સિલસિલો એટલો વધી ગયો છે કે ઘણા કાર્યકર્તાઓ પોતાને નાતબહાર જાકારો આપેલા અનુભવે છે. જેમણે દાયકાઓ સુધી ગામડેગામડે ભાજપનો ઝંડો લહેરાવ્યો તેમની વાત આજે પક્ષમાં સાંભળવામાં નથી આવતી. આ નારાજગી નાનુભાઈના શબ્દોમાં ઝળકી છે જે ગુજરાત ભાજપના આંતરિક ભૂકંપનો સંકેત આપે છે.

1538204940kamlam-01

સંગઠનની આ નિષ્ફળતા માત્ર કાર્યકર્તાઓની નારાજગી સુધી સીમિત નથી. સરકારની નીતિઓ અને વહીવટમાં પણ ખામીઓ જોવા મળી રહી છે. જનતાની અપેક્ષાઓ અને સરકારનું પ્રદર્શન વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે સંગઠન અને સરકાર વચ્ચેનો સંનાદ નબળો પડી ગયો છે. કાર્યકર્તાઓ જે પક્ષ અને જનતા વચ્ચેનો પુલ હતા આજે પોતાને ઉપેક્ષિત અનુભવે છે. આ ઉપેક્ષાને કારણે ઘણા કાર્યકર્તાઓ નિષ્ક્રિય થઈ રહ્યા છે જે ભાજપની ભાવિ માટે ખતરનાક સંકેત છે.

BJP05

આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? પ્રદેશ નેતૃત્વની ઉદાસીનતા, આંતરિક ઈર્ષ્યા ગુંડાગીરી કે પક્ષની મૂળ ઓળખથી દૂર થવું? જવાબ સૌના હૈયામાં છે પરંતુ પક્ષ પ્રત્યેની નિષ્ઠા કાર્યકર્તાઓને ચૂપ રહેવા મજબૂર કરે છે. પરંતુ આ મૌન હવે તૂટી રહ્યું છે. કાર્યકર્તાઓની લાગણીઓને સન્માન આપવું, તેમની ફરિયાદોનું નિરાકરણ લાવવું અને સંગઠનમાં શિસ્ત પુનઃસ્થાપિત કરવું એ આજની પક્ષની સૌથી મોટી જરૂરિયાત છે.

ભાજપે આજે આત્મનિરીક્ષણ કરવું પડશે. જો પક્ષ પોતાના મૂળ મૂલ્યો શિસ્ત, એકતા અને કાર્યકર્તાઓના સન્માન તરફ નહીં પાછો ફરે તો ગુજરાતમાં ભાજપની કોંગ્રેસ જેવી દુર્દશા થવાની શક્યતા નકારી શકાય નહીં. નેતૃત્વએ ખુલ્લા મનથી કાર્યકર્તાઓની વાત સાંભાળવી, નવા અને જૂના કાર્યકર્તાઓનો સમન્વય સાધવો અને જનતાના વિશ્વાસને પાત્ર બનવા પગલાં ભરવાં જોઈએ.

new-project_1750501472

ગુજરાત ભાજપ માટે આ એક ચેતવણીનો સમય છે પરંતુ સાથે જ પુનઃજન્મની તક પણ. ભાજપે કાર્યકર્તાઓની લાગણીઓને પ્રાથમિકતા આપી, સંગઠનને મજબૂત કરવું જોઈએ. જો આ દિશામાં પગલાં લેવામાં આવે તો ગુજરાત ભાજપ ફરી એકવાર રાજકીય શક્તિનું પ્રતીક બની શકે છે. ટૂંકમાં જો ભાજપનું ગુજરાતનું નિષ્ફળ નેતૃત્વ સમજે તો આ ચિંતનનો સમય છે પક્ષ, કાર્યકર્તાઓ અને ગુજરાતના ભવિષ્ય માટે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.