શું સાંસદ શાંભવી ચૌધરીએ બે વખત મતદાન કર્યું? MPના બંને હાથોની આંગળીઓ પર ચૂંટણીની સ્યાહી કેવી રીતે લાગી?

શાંભવી ચૌધરી ચિરાગ પાસવાનની પાર્ટી,  LJP (રામ વિલાસ પાસવાન)ના સાંસદ છે. બિહારમાં 6 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થયું.  LJP (RV)ના સાંસદ  શાંભવીએ તેમના પરિવાર સાથે મતદાન કર્યું. તેમના પિતા અશોક ચૌધરી બિહાર સરકારમાં મંત્રી છે. મતદાન બાદ બંનેએ મીડિયા સામે તેમની આંગળીઓ પર લાગેલી  સ્યાહી બતાવીને જણાવ્યું પણ કે તેમણે મતદાન કરી દીધું છે, પરંતુ આ વીડિયોમાં કંઈક એવું જોવા મળ્યું જેના કારણે વિપક્ષે  શાંભવી ચૌધરીને ઘેરી લીધા.

Shambhavi Chaudhary
indiatoday.in

વીડિયોની શરૂઆત શાંભવી તેમના પિતા સાથે કેમેરા તરફ જમણા હાથની જમણી આંગળી બતાવે છે. તેના પર મતદાનની  સ્યાહી લગાવેલી હતી. એ જ સમયે તેમના માતા ડાબા હાથની આંગળી બતાવે છે. 5 સેકન્ડ બાદ  શાંભવી તેમનો જમણો હાથ નીચે કરે છે અને ડાબા હાથની આંગળી બતાવે છે. આ હાથની પહેલી આંગળીમાં પણ ચૂંટણી પંચની સ્યાહી હતી. એટલે કે શાંભવી ચૌધરીના બંને હાથની એક-એક આંગળી પર ચૂંટણી પંચની સ્યાહી હતી. પ્રશ્ન એ ઊભો થાય છે કે આ કેવી રીતે શક્ય બની શકે? સોશિયલ મીડિયા પર કેટલાક લોકો સીધા પૂછી રહ્યા છે કે, શું  શાંભવીએ બે વાર મતદાન કર્યું છે? કોંગ્રેસે પણ આ મુદ્દો તેના X એકાઉન્ટ પર ઉઠાવ્યો અને તેના પર મત ચોરીનો આરોપ લગાવ્યો.

thelallantop.comના અહેવાલ મુજબ શાંભવીએ કહ્યું કે, મત આપ્યા બાદ ચૂંટણીકર્મીએ મારા જમણા હાથ પર સ્યાહી લગાવી દીધી હતી. પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસરે તરત જ તેમને અટકાવ્યા અને ડાબા હાથ પર સ્યાહી લગાવવાનું કહ્યું. જેના કારણે બંને આંગળીઓ પર  સ્યાહી લાગી ગઈ. વીડિયોમાં પણ તેમણે કહ્યું કે, ભૂલથી ચૂંટણીકર્મીએ જમણા હાથ પર  સ્યાહી લગાવી દીધી.

શાંભવીએ કહ્યું કે આ એક માનવીય ભૂલ હતી અને તેને મુદ્દો ન બનાવવો જોઈએ. LJP (RV) સાંસદે જણાવ્યું કે, તેમની બંને આંગળીઓ પર સ્યાહી કેવી રીતે લાગી, પરંતુ શું ચૂંટણીકર્મીની આ ભૂલને સામાન્ય ગણવી જોઈએ. આ મુદ્દા પર પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર SY કુરેશીએ કહ્યું કે, ‘આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આવું શક્ય નથી. મતદાન દરમિયાન મતદાન અધિકારીને સૂચના આપવામાં આવે છે કે હાથની કઈ આંગળી પર નિશાન લગાવવામાં આવશે. જો તે આંગળી કપાયેલી છે, તો તેની સાથેવાળી બીજી આંગળી પર નિશાન લગાવવામાં આવશે. બીજી પણ નહીં તો ત્રીજી આંગળી પર નિશાન લગાવવામાં આવશે. પરંતુ, બંને આંગળીઓ પર  સ્યાહી લગાવવી એકદમ ખોટું છે. જો આવું થયું હોય તો મતદાન અધિકારી સહઅપરાધી છે.


શાંભવી ચૌધરીની બંને હાથનો આંગળીઓ પર ચૂંટણીની સ્યાહીનો મુદ્દો ગરમાતા પટના જિલ્લા વહીવટીતંત્રએ થોડા કલાકો બાદ આ બાબતની સ્પષ્ટતા કરી. પટના જિલ્લા વહીવટીતંત્રએ X પર લખ્યું કે, માનનીય સાંસદ શ્રીમતી શાંભવીને મતદાન કર્યા બાદ બંને આંગળીઓ પર  સ્યાહી લાગી હોવાના સંબંધમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પ્રસારિત થઈ રહ્યો છે. 182-બાંકીપુર વિધાનસભા મતવિસ્તાર માટે મતદાન મથક નંબર 61, બુદ્ધ કોલોની (મુખ્ય હોલનો ઉત્તરીય ખંડ)માં સેન્ટ પોલ પ્રાથમિક શાળાના પ્રિસાઇડિંગ ઓફિસરને પૂછપરછ કરવામાં આવી હતી.

તેમણે સ્પષ્ટતા કરી હતી કે મતદાન અધિકારીએ ભૂલથી જમણી આંગળી પર  સ્યાહી લગાવી હતી. પ્રિસાઇડિંગ ઓફિસરના હસ્તક્ષેપ બાદ, ડાબી આંગળી પર પણ  સ્યાહી લગાવવામાં આવી હતી. એવી સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે, માનનીય સંસદ સભ્ય શ્રીમતી  શાંભવીએ 182-બાંકીપુર વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર 61, સેન્ટ પોલ પ્રાથમિક શાળા, બુદ્ધ કોલોની (મુખ્ય હોલનો ઉત્તરીય ખંડ)માં મતદાર યાદી નંબર 175 પર મતદાન કર્યું હતું. જિલ્લા વહીવટીતંત્રએ સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો છે કે શાંભવી સામે ડબલ વોટિંગના આરોપો સાચા નથી.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.