વર્લ્ડ કપની ફાઇનલમાં કપિલ દેવને આમંત્રણ ન મળવા પર ગુસ્સે થયા કોંગ્રેસ નેતા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ફાઇનલ રમાઈ હતી. મેચ દરમિયાન અત્યાર સુધીના બધા વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનો સામેલ થયા હતા, પરંતુ તેમાં કપિલ દેવ નહોતા. તેને લઈને કોંગ્રેસ નેતા જયરામ રમેશ કહ્યું કે, એ પૂરી રીતે અસ્વીકાર્ય છે કે કપિલ દેવને અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલ માટે BCCIએ આમંત્રિત ન કર્યા. બેદીની જેમ કપિલ દેવ પણ પોતાની વાત કહેવા માટે જાણીતા છે અને તેઓ થોડા મહિના અગાઉ આંદોલનકારી મહિલા પહેલવાનોના સમર્થનમાં ખૂલીને સામે આવ્યા હતા.

BCCI તરફથી જાહેર કરવામાં આવેલા પ્લાન મુજબ રવિવારે મેચ દરમિયાન વિશ્વ વિજેતા ટીમોના કેપ્ટનોને સન્માન કરવાનું હતું, જેના માટે કપિલ દેવને આમંત્રિત કરવામાં આવ્યા નહોતા. તો કપિલ દેવે દાવો કર્યો કે, તેમને વર્લ્ડ કપમાં ફાઇનલ માટે આમંત્રિત કરવામાં આવ્યા નહોતા. વર્ષ 1983માં ભારતને પહેલી વન-ડે ટ્રોફી અપાવનારા કપિલ દેવે કહ્યું કે, હું પોતાના બાકી સાથીઓ સાથે યાત્રા કરવા માગતો હતો, પરંતુ મને ત્યાં આમંત્રિત કરવામાં આવ્યો નહોતો. મને તેમણે ન બોલાવ્યો એટલે હું ન ગયો.

તેમણે આગળ કહ્યું કે, હું ઈચ્છતો હતો કે ત્યાં મારી સાથે આખી 1983ની ટીમ રહે, પરંતુ મને લાગે છે કે આ આટલું મોટું આયોજન છે અને લોકો જવાબદારી સંભળવામાં એટલા વ્યસ્ત છે કે ક્યારેક ક્યારેક તેઓ ભૂલી જાય છે. રવિવાર બપોરથી જ સોશિયલ મીડિયા પર વીડિયો શેર થઈ રહ્યો હતો. આ મામલો વેગ પકડી શકે છે કેમ કે કપિલ દેવાની લિડરશીપમાં જ ભારતને પહેલી વખત વર્લ્ડ કપની ટ્રોફી મળી હતી. ત્યારે 60 ઓવરની મેચ રહેતી હતી અને ભારત સામે વેસ્ટ ઇન્ડીઝની શાનદાર ટીમ ફાઇનલમાં હતી.

જો વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા શરૂઆત પણ શાનદાર કરી, પરંતુ ત્યારબાદ સતત વિકેટ પડતી રહી. ભારતે પહેલા બેટિંગ કરતા સીમિત 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 240 રન જ બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ 66 રન કેએલ રાહુલે કર્યા, જ્યારે કોહલીએ 54 રનની ઇનિંગ રમી. 241 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 43 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું અને ટ્રોફી પણ પોતાના નામે કરી લીધી હતી.

Top News

એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

આજે, અહીં કોઇ કહાનીની વાત કરવાના નથી, પરંતુ એક સીધી ચેતવણીરૂપ ઘટનાનું વર્ણન કરવા જઇ રહ્યા છીએ. જો...
Tech and Auto  Business 
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં હૃદય રોગ (કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ)થી પીડાતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ખરાબ જીવનશૈલી, ...
Health 
ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ

શહેરના રૈયા રોડ વિસ્તારમાં ચાલતું એક આધાર કાર્ડ કૌભાંડ શહેર ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ બહાર આવ્યું છે. પોલીસે દસ્તાવેજોમાં છેડછાડ...
Gujarat 
રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ

ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?

તાજેતરમાં અનિલ અંબાણીની કંપનીની લોનને SBIએ ફ્રોડ લોન જાહેર કરી હતી એ મુશ્કેલીમાંથી અનિલ અંબાણી બહાર આવ્યા નહોતા તેવામાં...
Business 
ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.