- Politics
- માત્ર ભગવાન જ મને રેસથી બહાર કરી શકે છે, જો બાઈડેનની હુંકાર
માત્ર ભગવાન જ મને રેસથી બહાર કરી શકે છે, જો બાઈડેનની હુંકાર

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં પોતાના ખરાબ પ્રદર્શનનો સ્વીકાર કર્યો. તેમણે શુક્રવારે કહ્યું કે, તેઓ બહેસ અગાઉ થાકેલા અને બીમાર હતા. જો કે, તેઓ ચૂંટણી લડવા પર અત્યારે પણ અડગ છે. તેમણે કહ્યું કે, માત્ર સર્વશક્તિમાન ભગવાન જ તેમને 5 નવેમ્બરે થનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રેસથી બહાર આકરી શકે છે.
એટલાન્ટામાં 27 જૂને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બહેસમાં ખરાબ પ્રદર્શન બાદ બાઈડેનની લોકપ્રિયતાની રેટિંગ ઘટી ગઈ છે. ત્યારબાદ તેમની જ પાર્ટીના કેટલાક નેતા તેમને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રેસથી બહાર થવાની અપીલ કરી રહ્યા છે. બાઈડેને ABC ન્યૂઝ સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન બહેસમાં પોતાના પ્રદર્શનને લઈને કહ્યું કે, એ એક ખરાબ પ્રકરણ હતું. કોઈ ગંભીર સ્થિતિના કોઈ સંકેત નહોતા.
તેમણે કહ્યું કે, મેં તૈયારી દરમિયાન પોતાના મનની ન સાંભળી અને માત્ર એક ખરાબ રાત હતી. આ બહેસ બાદ કોઈ ટી.વી. ચેનલ સાથે તેમનું પહેલું ઇન્ટરવ્યૂ હતું. તેમણે કહ્યું કે, હું બીમાર હતો. ડૉક્ટર મારી સાથે હતા. મેં તેમને પૂછ્યું કે, શું તેમણે મારી કોવિડ-19 સંબંધિત તપાસ કરી? તેઓ જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે મારા બીમાર થવાનું કારણ શું છે. તેમને મારી કોરોના તપાસ કરી, પરંતુ મને સંક્રમણ થયું નહોતું. મને બસ શરદી હતી. બહેસમાં તેમના ખરાબ પ્રદર્શન માટે કોઈ બીજાની નહીં, મારી ભૂલ હતી.
બાઈડેને કહ્યું કે, ડેમોક્રેટિક પાર્ટીના કોઈ પ્રમુખ નેતાએ તેમને ચૂંટણીથી હટવા કહ્યું નથી. તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસથી ત્યારે હટશે, જ્યારે સર્વશક્તિમાન ભગાવન તેમને એમ કરવા કહેશે. જો ભગવાન સર્વશક્તિમાન નીચે આવે અને કહે કે જો, રેસથી બહાર થઈ જા, તો હું રેસથી બહાર થઈ જઈશ. ભગવાન નીચે આવી રહ્યા નથી. જો કે, રાષ્ટ્રપતિ જો બાઈડેન પોતાની માનસિક ફિટનેસ પર પૂછવામાં આવેલા સવાલથી બચવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા.