- Politics
- ટ્રમ્પે જાપાન-કોરિયા સહિત 14 દેશો પર લગાવ્યો ટેરિફ, પરંતુ ભારત સાથે ડીલને લઈને આપ્યા આ ગૂડ ન્યૂઝ
ટ્રમ્પે જાપાન-કોરિયા સહિત 14 દેશો પર લગાવ્યો ટેરિફ, પરંતુ ભારત સાથે ડીલને લઈને આપ્યા આ ગૂડ ન્યૂઝ
સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના 14 દેશોને પોતાનો હસ્તાક્ષરિત ટ્રેડ લેટર મોકલતા ટેરિફ લગાવ્યો છે. સૌથી પહેલા ટ્રમ્પનો ટેરિફ લેટર જાપાન અને કોરિયાને મોકલવામાં આવ્યો હતો, જેના પર 25 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે. તો મ્યાંમાર, લાઓસ, દક્ષિણ આફ્રિકા, કઝાકિસ્તાન અને મલેશિયાથી આયાત કરાયેલા ઉત્પાદનો પર નવા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. જો કે, આ દરમિયાન ભારત પર અત્યાર સુધી કોઈ ટેરિફની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ટ્રમ્પે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને કે અમે ભારત સાથે ડીલ કરવાની ખૂબ નજીક છીએ.
રોઇટર્સ અનુસાર, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 14 દેશો પર નવા ટેરિફની જાહેરાત કરવા સાથે જ, ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને વા કહ્યું કે, ‘અમે ભારત સાથે ડીલ કરવાની નજીક છીએ. અમે બ્રિટન અને ચીન સાથે ડીલ કરી છે. અમે જે દેશોને ટેરિફ લેટર મોકલ્યો છે તેમની સાથે પણ મુલાકાત કરી છે અને અમને નથી લાગતું કે અમે ડીલ કરી શકીશું, એટલે તેમને એક પત્ર મોકલવામાં આવ્યો છે. એટલું જ નહીં, અમે અન્ય દેશોને પત્રો મોકલી રહ્યા છીએ, જેમાં તેમને બતાવવામાં આવી રહ્યું છે કે તેમણે કેટલો ટેરિફ ચૂકવવો પડશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અમારા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ બાદ, કેટલાક દેશો થોડા સમાયોજન કરશે, પરંતુ તે એ વાત પર નિર્ભર કરશે કે તેમની પાસે કોઈ યોગ્ય કારણ છે કે નહીં.
જાપાને ગયા અઠવાડિયે એરફોર્સ વનમાં પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે તેમણે એક ડઝનભર દેશો માટે ટેરિફ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે અને તેની જાહેરાત સોમવારે કરવામાં આવશે. હવે આ લિસ્ટમાં સામેલ 14 દેશો પર ટ્રમ્પે ટેરિફ લગાવી દીધો છે અને 1 ઓગસ્ટ 2025થી નવો ટેરિફ લાગૂ થવાનો છે. ઉલ્લેખનીય છે કે ટેરિફ પર 90 દિવસની છૂટની ડેડલાઇન 9 જુલાઈએ ખાતાં થઈ રહી છે, પરંતુ તેને 1 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે. ટ્રમ્પ દ્વારા તમામ દેશો પર લગાવવામાં આવેલ ટેરિફ 25 થી 40 ટકા સુધીનો છે. જો આપણે લિસ્ટ પર નજર કરીએ, તો જાપાન પર 25%, દક્ષિણ કોરિયા પર 25%, મ્યાનમાર પર 40%, લાઓસ પર 40%, દક્ષિણ આફ્રિકા પર 30%, કઝાકિસ્તાન પર 25%, મલેશિયા પર 25%, ટ્યુનિશિયા પર 25%, ઇન્ડોનેશિયા પર 32%, બોસ્નિયા પર 30%, બાંગ્લાદેશ પર 35%, સર્બિયા પર 35%, કંબોડિયા પર 36% અને થાઇલેન્ડ પર 36% ટેરિફ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ક્યાં અટકી છે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ?
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને લાંબી વાતચીત થઇ ચૂકી છે, પરંતુ ડીલ પર અત્યાર સુધી અંતિમ મહોર લાગી શકી નથી. તેની પાછળના કારણો જોઈએ તો અમેરિકા ભારત પાસેથી માગ કરી રહ્યું છે કે તે તેના કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર ટેરિફ ઘટાડીને ભારતીય બજાર ખોલે અને તેની સાથે, ઓટો સહિત અન્ય સેક્ટરોમાં ટેરિફ ઘટાડવાની માગ પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ, ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે કૃષિ અને ડેરી ક્ષેત્ર પર કોઈપણ સમજૂતી કરવાના પક્ષમાં નથી.

