સરકાર સામે BJP સાંસદનો સવાલ- શું જયશ્રી રામ અને ભારત માતાની જય બોલવાથી કામ થશે?

લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ વરુણ ગાંધીનું કડક તેવર જોવા મળ્યું છે. પહેલેથી જ ચર્ચા થઈ રહી છે કે શું ભાજપ 2024ની ચૂંટણીમાં વરુણ ગાંધીને ટિકિટ આપશે? હવે આ સવાલ વધુ ઘેરો બન્યો છે.પોતાના સંસદીય મતવિસ્તારમાં બે દિવસના પ્રવાસે પહોંચેલા વરુણે પોતાની જ પાર્ટીના નારા, સરકારી યોજનાઓની સ્થિતિ અને ભ્રષ્ટાચાર અને બેરોજગારી અંગે સવાલો ઉઠાવ્યા છે.

તાજેતરના વરૂણ ગાંધીના તેવર પછી એવું માનવામાં આવી રહ્યું છે કે વરૂણ પોતાની લાઇન મોટી કરવાના મૂડમાં છે. વરુણ ગાંધીએ કહ્યું છે કે જે લોકો લોન ચૂકવી શકશે નહીં, તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. તેની મિલકતની હરાજી કરવામાં આવશે. તેણે સવાલના સ્વરમાં કહ્યું કે હવે મારે પૂછવું છે કે આનો ઉકેલ શું છે? માત્ર સૂત્રોચ્ચાર? વરુણે વધુમાં કહ્યું કે જય શ્રી રામ, ભારત માતા કી જય, આનાથી કામ થઈ જશે?

ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ કહ્યું કે, હું ભારત માતાને મારી માતા માનું છું. હું હનુમાનજીનો ભક્ત છું, હું ભગવાન રામને મારા પ્રિય માનું છું. પરંતુ મારે તમને એક વાત પૂછવી છે. દરેક વ્યક્તિ આજે પીડિત છે,તે મૂળભૂત સમસ્યાઓથી પીડાય છે. તેમણે પૂછ્યું કે શું તે સૂત્રો દ્વારા ઉકેલ આવશે કે નીતિ સુધારણા દ્વારા?

વરૂણ ગાંધીએ પોતાની જ સરકારની ઉજ્જવલા યોજના પર નિશાન સાધીને કહ્યું કે આ યોજના હેઠળ 7 કરોડ લોકોને સિલિન્ડર આપવામાં આવ્યા. હવે બીજી વખત આ લોકો સિલિન્ડર ભરાવી શકતા નથી.

બેરોજગારી પર સવાલ ઉભો કરીને વરૂણે કહ્યું કે, સરકારી વિભાગોમાં 1 કરોડ પદ ખાલી છે, શા માટે આ પદ ભરવામાં નથી આવતા? તેમણે કહ્યુ કે, સરકારનું કામ બિઝનેસ કરવાનું નથી, જે લોકો ઉભા નથી થઇ શકતા તેમને મદદ કરવાનું છે.

મોંઘવારીના મુદ્દા પર પણ વરૂણ ગાંધીએ પોતાની સરકાર સામે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લાં 7 વર્ષમાં લોકોના વાસ્તિવક પગારમાં વાર્ષિક માત્ર 1 ટકાનો વધારો થયો છે. એની સામે એ 7 વર્ષમાં દરેક ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા છે. દુઘ, કાંદા, વેગણના ભાવો 50થી 70 ટકા વધ્યા છે.

ભાજપના સાંસદ વરુણ ગાંધીએ તેમના સંસદીય ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરતા એમ પણ કહ્યું કે દેશમાં સામાન્ય માણસ માટે ન તો લોન છે કે ન તો નોકરીઓ. ભ્રષ્ટાચાર અંગે વરુણે કહ્યું હતું કે દેશના ઉદ્યોગપતિઓને હજારો કરોડ રૂપિયા સરળતાથી મળી જાય છે અને જો કોઈ સામાન્ય માણસ નાની લોન લેવા માંગે છે તો તેણે બેંકના ચક્કર કાપવા પડે છે.

About The Author

Top News

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ

એક રિસર્ચ ટીમે જણાવ્યું કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાવાળી છોકરીઓમાં અન્ય જેન્ડરની સરખામણીમાં વધુ સામાજિક ચિંતા જોવા મળે છે.આ અભ્યાસ...
Health 
યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.