સેમિફાઇનલમાં ભારત સામે હાર પછી ન્યૂઝીલેન્ડ મીડિયાએ પીચનો વિવાદ ઉભો કર્યો

ICC મેન્સ વર્લ્ડકપની બુધવારે મુંબઇના વાનખેડે સ્ટેડીયમ પર રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઇનલમાં ભારત સામે હાર મળ્યા પછી ન્યૂઝીલેન્ડનું મીડિયા ભારત પર તુટી પડ્યું છે. વાનખેડેની પીચનો મુદ્દો ઉઠાવીને અખબારો તપાસ કરાવવાની માંગ કરી છે. જો કે કેટલાંક અખબારોએ મોહમંદ શામી અને કોહલીના ભરપેટ વખાણ પણ કર્યા છે.

બુધવારે વાનખેડે પર ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી દીધી હતી. આ મેચને લઇને ભારતના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તો બીજી તરફ ન્યૂઝીલેન્ડના મીડિયામાં સેમી ફાઇનલને લઇને ભારે ચર્ચા છે.

ન્યૂઝીલેન્ડના કેટલાંક મીડિયામાં મેચ પહેલા પીચ બદલવાના નિર્ણય સામે હંગામો મચાવવામાં આવી રહ્યો છે.

ન્યૂઝીલેન્ડની મીડિયા કંપની Stuffએ તેના એક અહેવાલમાં લખ્યું છે કે મુંબઈમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને છેલ્લી ક્ષણે બદલાયેલી પીચ પર હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ભારતીય ટીમ પિચ વિવાદમાં ઘેરાયેલી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સેમી ફાઈનલ નવી પીચ પર રમવાની હતી, પરંતુ સોમવારે મેચ એવી પીચ પર રમાઈ હતી જેનો પહેલા બે વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પક્ષપાતનો વિવાદ શરૂ થયો હતો.

ICCની દેખરેખ હેઠળ સ્થાનિક ગ્રાઉન્ડ અધિકારીઓ પિચની તૈયારી અને પસંદગીનો હવાલો સંભાળે છે.

ન્યૂઝીલેન્ડની ન્યૂઝ વેબસાઈટે પિચ વિવાદ પર ICCના સત્તાવાર નિવેદનનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પિચમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને સેમિફાઈનલ દરમિયાન પિચમાં જે ફેરફારો થયા છે તેનાથી ICC વાકેફ હતું.

ન્યઝીલેન્ડના એખબાર ધ પોસ્ટે હેડીગ માર્યું છે કે ‘બ્લેક કેપ્સે લડત આપી, પણ હારી ગયું, કારણકે ભારતની જબરદસ્ત સફળતા યથાવત છે.

ધ પોસ્ટે છેલ્લી ક્ષણે પિચ બદલવા પર પણ ટિપ્પણી કરી છે. અખબારે લખ્યું, વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલની તૈયારીના અંતિમ તબક્કામાં, મુંબઈમાં પિચની પસંદગી હાવી રહી. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મેચ 20.12 મીટરની નવી પીચ પર રમાશે પરંતુ મેચ એ જ પીચ પર થઈ કે જેના પર બે મેચ રમાઈ ચૂકી છે. પીચ પર સૌથી તાજેતરની મેચ 2 નવેમ્બરના રોજ રમાઈ હતી. જેની તપાસ થવી જોઇએ.

ન્યૂઝીલેન્ડના એક અખબારે ઇંગ્લેડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનને ટાંકીને લખ્યું છે. ક્રિક્રેટરે કહ્યુ કે, હું નથી માનતો કે સેમી ફાઇનલની મેચમાં એક વખત ઉપયોગમાં લેવાયેલી પીચ પર મેચ રમવી જોઇએ. ભારત એક મજબુત ટીમ છે, તેણે પીચને લઇને આટલી ચિંતા કરવાની જરૂર નહોતી.

ન્યૂઝીલેન્ડના અખબાર ઓટાગો ડેલી ટાઇમ્સે લખ્યું કે ભારતે ન્યૂઝીલેન્ડના વર્લ્ડકપમાંથી બહાર કરી દીધું. ભારતે ન્યૂઝીલેન્ડ સામેનો બદલો પુરો કરી દીધો છે.

ન્યૂઝીલેન્ડના હેરાલ્ડ અખબારે શામીના ભરપેટ વખાણ કર્યા છે. શામીએ 57 રન આપીને 7 વિકેટ ઝડપી અને કિવી ટીમને વેરવિખેર કરી નાંખી.

જો કે મુંબઇના વાનખેડે પર સેમી ફાઇનલ પહેલા પીચ બદલવાના વિવાદ પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિક્રેટર સુનીલ ગાવસ્કરે બધાની બરાબરની ઝાટકણી કાઢી છે. ગાવસ્કરે કહ્યુ કે, વિવાદ કરનારા હવે અટકી જાય. ભારત પર ખોટો આરોપ લગાવવાનું બંધ કરો.

About The Author

Related Posts

Top News

નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હાપુરની એક નવપરિણીત દુલ્હનની ખુશીને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેનો પતિ લગ્નના 15 દિવસ પછી જ તેને છોડીને મંદિરમાં...
National 
નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.