કોણ છે નંદિની ગુપ્તા? 19ની ઉંમરે બની મિસ ઈન્ડિયા

નંદિની ગુપ્તા ભારતની એક મહેનતુ અને કોન્ફિડેંટ છોકરી છે, જે પોતાની લગનથી દેશને ગૌરવ અપાવી રહી છે. તેણે 2023 માં ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે મિસ વર્લ્ડ 2025 નો ટોપ મોડેલ ચેલેન્જમાં જીત મેળવી હતી.આખા દેશને તેની સફળતા પર ગર્વ છે. નંદિનીએ દેખાડી દીધું છે કે જો ઇરાદા મજબૂત હોય તો કોઈપણ સ્વપ્ન પૂર્ણ કરી શકાય છે. એટલું જ નહીં, હવે તે હૈદરાબાદમાં ચાલી રહેલી 72મી મિસ વર્લ્ડ બ્યુટી પેજેન્ટમાં ટોચ પર પહોંચી ગઈ છે, જેનો ફાઇનલ 31 મે ના રોજ યોજાવાનો છે.

આજે નંદિની ગુપ્તા એ છોકરીઓ માટે એક મોટી પ્રેરણા બની ગઈ છે જે આવી  બ્યુટી પેજેન્ટ માટે તૈયારી કરી રહી છે. ખાસ વાત એ છે કે ભારતે અત્યાર સુધીમાં 6 વખત મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. છેલ્લી વખત આ ખિતાબ માનુષી છિલ્લરે 2017 માં જીત્યો હતો, 8 વર્ષ પછી, ભારતને ફરી એકવાર તેને જીતવાની તક મળી છે અને આ જવાબદારી નંદિની ગુપ્તાના ખભા પર છે. નંદિની માત્ર 21 વર્ષની છે અને તે રાજસ્થાનના કોટા શહેરની રહેવાસી છે. તે સબઝી મંડી વિસ્તારમાં મોટી થઈ છે.

nandini-gupta2
femina.in

નંદિની ગુપ્તાનું મૂળ ગામ કૈથુન નજીક ભાંડાહેડા છે. આટલી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મોટી વાત છે. એટલું જ નહીં, મિસ વર્લ્ડનો ભાગ બનતા પહેલા, નંદિનીએ 19 વર્ષની ઉંમરે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. ત્યારથી, તેના આત્મવિશ્વાસ અને મહેનતે બધાને પ્રેરણા આપી છે. તેના પરિવારના સભ્યો કહે છે કે નંદિની માત્ર સુંદર જ નથી, પરંતુ તેનું હૃદય ખૂબ જ સારું છે. તેને બાળપણથી જ બીજાને મદદ કરવાનો જુસ્સો રહ્યો છે.

તેમણે કહ્યું કે નંદિની એક એવી છોકરી છે જે લોકોના દુઃખ અને પીડાને સમજે છે. નંદિની ગુપ્તાના પિતા સુમિત ગુપ્તા એક ઉદ્યોગપતિ છે. જ્યારે તેની માતા રેખા ગુપ્તા ગૃહિણી છે. નંદિનીએ તેનું પ્રારંભિક શિક્ષણ કોટા શહેરમાં જ કર્યું હતું. અભ્યાસની સાથે સાથે તેણે મોડેલિંગમાં પણ રસ દાખવ્યો અને મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતીને પોતાની ઓળખ બનાવી. નંદિનીની સફર સરળ નહોતી, પરંતુ તેણે ક્યારેય હાર માની નહીં. આજે, તેની મહેનત અને સમર્પણના બળ પર, તે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે, જે એક મોટી સિદ્ધિ છે.

nandini-gupta
newindianexpress.com

આ ઉપરાંત, નંદિની ગુપ્તા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. તેની ફેન ફોલોઈંગ ખૂબ મોટી છે. કોટા અને આખા દેશને નંદિની ગુપ્તા પર ગર્વ છે. તે લાખો છોકરીઓ માટે પ્રેરણા બની છે. નંદિનીએ દેખાડી દીધું છે કે નાના શહેરોમાંથી આવતી છોકરીઓ પણ મોટા સપના જોઈ શકે છે અને તેને પૂરા પણ કરી શકે છે. હવે બધાની નજર હૈદરાબાદમાં યોજાનાર ફિનાલે પર છે. આખો દેશ ઇચ્છે છે કે નંદિની આ વખતે ભારત માટે મિસ વર્લ્ડનો ખિતાબ જીતે અને ભારતને ફરીથી ગર્વની ક્ષણ આપે.

 

 

 

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.