ઝિમ્બાબ્વે સામે જીત છતા ખુશ નથી કેપ્ટન સૂર્યા, ટીમ ઇન્ડિયાની નબળાઇ પર ઉઠાવ્યા સવાલ

ચેન્નાઇના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વે સામે શાનદાર જીત મળી હોવા છતા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતાની ટીમની બોલિંગથી સંપૂર્ણપણે સંતુષ્ટ ન દેખાયો. તેણે સ્પષ્ટપણે કહ્યું કે જીત મહત્ત્વપૂર્ણ છે, પરંતુ નોકઆઉટમાં પહોંચતા પહેલા ટીમે વધુ ક્લિનિકલ બનવાની જરૂર છે. ગુરુવારે (26 ફેબ્રુઆરી) ભારતીય બેટ્સમેનોએ શાનદાર વાપસી કરતા 4 વિકેટે ગુમાવીને 256 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. સુપર-8ની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે કારમી હાર બાદ ટીમ માટે આ પ્રદર્શન ખૂબ મહત્ત્વપૂર્ણ હતું.

જોકે ઝિમ્બાબ્વે પીછો કરતા ક્યારેય જીતવાની સ્થિતિમાં ન દેખાયું, તેમ છતા ઝિમ્બાબ્વેની ટીમ સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 184 રન બનાવવામાં સફળ રહી. છઠ્ઠા બોલર તરીકે મેદાનમાં ઉતરેલા શિવમ દુબેએ બે ઓવરમાં 46 રન આપ્યા, જેણે ભારતીય કેપ્ટનને ચિંતામાં મૂકી દીધો છે.

surya2
BCCI

મેચ બાદ સૂર્યકુમારે કહ્યું કે, ‘અમે બોલ સાથે વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત. જીત એ જીત છે, પરંતુ અમારે પોતાના વિકલ્પો સાથે થોડા વધુ સ્માર્ટ થવું પડશે. વેસ્ટ ઇન્ડીઝ સામે અમે પોતાની ભૂલો સુધારીશું.કેપ્ટન સૂર્યાએ એમ પણ કહ્યું કે ટીમે આ મહત્ત્વપૂર્ણ મેચ પહેલા ભૂતકાળની ભૂલોને પાછળ છોડી દેવાનો પ્રયાસ કર્યો.

તેણે કહ્યું કે, અમે લીગ સ્ટેજ અથવા પાછલી મેચ વિશે વધુ વિચાર્યું નહોતું. અમારા વીડિયો વિશ્લેષકે છેલ્લા એક વર્ષમાં સકારાત્મક પ્રદર્શનનું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું. તેનાથી અમને આત્મવિશ્વાસ મળ્યો, અને અમે સંપૂર્ણ સ્પષ્ટતા સાથે મેદાનમાં ઉતર્યા. તેણે બેટિંગ યુનિટની પ્રશંસા કરતા કહ્યું કે ટોપ ઓર્ડરથી લઇને નંબર 7 સુધીના દરેકે યોગદાન આપ્યું, અને પ્રદર્શન લગભગ સંપૂર્ણ હતું.

team-india
BCCI

ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ  સ્વીકાર્યું કે મોટી ટીમોને પડકારવા માટે, તેમની ટીમે ત્રણેય વિભાગોમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં સારું પ્રદર્શન કરવું પડશે. તેણે કહ્યું કે, અમારી ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ છે, જેઓ પહેલી વાર વર્લ્ડ કપમાં અને ભારતમાં પહેલી વાર રમી રહ્યા છે. આ કોઇ બહાનું નથી, પરંતુ શીખવાની વાત છે. જો કોઇ એક વિભાગમાં ખામી રહી જાય મેચ હાથમાંથી નીકળી જાય છે.

ઝિમ્બાબ્વેએ સતત બીજી મેચમાં 250થી વધુ રન આપ્યા, જેણે તેની હારમાં મુખ્ય ભૂમિકા ભજવી. આ હાર સાથે ટીમ સેમીફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઇ. હવે તે  1 માર્ચે દિલ્હીમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની છેલ્લી મેચ રમશે.

surya1
BCCI

ભારતની આગામી મેચ 1 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાશે, જેને ટૂર્નામેન્ટમાં ભારતની વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઇનલ માનવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી મેચમાં ભારત કેવું પ્રદર્શન કરે છે અને તેણે પાછલી 2 મેચમાં ફિલ્ડિંગમાં કરેલી ભૂલો સુધરે છે કે નહીં.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.