17 ચોગ્ગા-17 છગ્ગા.. 79 બૉલમાં 205 રન! ભારતના આ ખેલાડીએ ફટકારી T20 ક્રિકેટમાં બેવડી સદી

T20 ક્રિકેટમાં હંમેશાં હાઇ-સ્કોરિંગ મેચ જોવા મળે છે. આજકાલ આ ફોર્મેટમાં સદી ફટકારવી સામાન્ય વાત થઈ ગઈ છે, પરંતુ T20માં બેવડી સદી એક એવી ઉપલબ્ધિ છે, જે દુનિયાભરના ઘણા દિગ્ગજ વિસ્ફોટક બેટ્સમેન પણ હાંસલ કરી શક્યા નથી. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી કોઈ બેટ્સમેન ડબલ સેન્ચુરી બનાવી શકી નથી. જોકે, કેટલાક બેટ્સમેનોએ કેટલીક T20 લીગ અને અન્ય મેચોમાં આ ઐતિહાસિક કારનામું કર્યું છે. તેમાંથી એક ભારતના બેટ્સમેન છે, જેણે વર્ષ 2021માં કમાલ કરીને હલચલ મચાવી દીધી હતી.

વર્ષ 2021માં ભારતીય ક્રિકેટે એક એવી ઐતિહાસિક ક્ષણ જોઈ, જેણે બધાને હેરાન કરી દીધા. દિલ્હીમાં એક ક્લબ મેચમાં એક અજાણ્યા ખેલાડીએ T20 ક્રિકેટમાં કંઈક એવું કર્યું, જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. આપણે વાત કરી રહ્યા છીએ સુબોધ ભાટીની, જેણે 79 બોલમાં 205 રનની તોફાની ઇનિંગ રમીને ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ સોનેરી અક્ષરોમાં નોંધાવી દીધું. આ કારનામું તેણે દિલ્હી ઇલેવન અને સિમ્બા ટીમ વચ્ચે રમાયેલી ક્લબ T20 મેચ દરમિયાન કર્યું. જે પ્રકારે તેણે બેટિંગ કરી તે કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચના પ્રદર્શનથી ઓછું નહોતું.

subodh-bhati2
cricketcountry.com

પોતાની ઇનિંગમાં સુબોધે 17 ગગનચુંબી છગ્ગા અને 17 ચોગ્ગા ફટકાર્યા. એટલે કે તેણે માત્ર બાઉન્ડ્રીથી 170 રન બનાવ્યા. તેણે 259.49ની શાનદાર સ્ટ્રાઇક રેટથી બોલરોની ધોલાઈ કરી નાખી હતી. આ ઉપલબ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે T20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધી કોઈ આ કારનામું કોઈ કરી શક્યું નથી, જ્યારે T20 ક્રિકેટમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ બેટ્સમેન છે જેમણે આમ કર્યું છે. જોકે તે એક માન્યતા પ્રાપ્ત T20 મેચ નહોતી, છતા આ ઇનિંગે તેને રાતોરાત હીરો બનાવી દીધો હતો.

QS-Ranking3
QS Ranking

સુબોધ ભાટી માત્ર એક બેટ્સમેન નહીં, પરંતુ ઓલરાઉન્ડર છે. તેણે દિલ્હી અને ઉત્તરાખંડ માટે ફર્સ્ટ-ક્લાસ અને લિસ્ટ-A ક્રિકેટ રમી છે. તેની ફાસ્ટ બોલિંગ પણ ખૂબ પ્રભાવી છે. આ બેવડી સદીએ ભલે તેને ચર્ચામાં લાવી દીધો હોય, પરંતુ તેની અસલી ઓળખ તેના ઓલરાઉન્ડર પ્રદર્શનથી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સુબોધે 10 મેચ રમી, જેમાં 22 વિકેટ લીધી અને 201 રન બનાવ્યા. લિસ્ટ-Aમાં તેણે 29 મેચ રમી હતી, જેમાં 44 વિકેટ લીધી અને 155 રન બનાવ્યા. T20માં, સુબોધે 44 મેચોમાં 52 વિકેટ લીધી છે અને 139 રન બનાવ્યા છે.

About The Author

Related Posts

Top News

લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આજે માત્ર એક ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી રહી, પરંતુ તે વિશ્વની સૌથી ધનિક રમતગમત લીગ...
Sports 
લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત પછી ખાડી યુદ્ધ હાલ પૂરતું અટકી ગયું છે. આ સમગ્ર કરાર દરમિયાન, ...
Business 
8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

દક્ષિણ કોરિયાના શેરબજારમાં કડાકો, કોસ્પી 9 ટકા ઘટ્યો, ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

દક્ષિણ કોરિયાનો મુખ્ય શેરબજાર સૂચકાંક, કોસ્પી, તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી ઝડપથી નીચે ગયો છે. કોસ્પી લગભગ 10 ટકા...
Business 
દક્ષિણ કોરિયાના શેરબજારમાં કડાકો, કોસ્પી 9 ટકા ઘટ્યો, ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

સિયાએ સોનમની જેમ જ મંગેતર કેતનને પ્રેમી સાથે મળીને પુણેના કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો

પુણેના પ્રખ્યાત લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુની વાર્તા મધ્યપ્રદેશના રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના મૃત્યુ જેવી...
National 
સિયાએ સોનમની જેમ જ મંગેતર કેતનને પ્રેમી સાથે મળીને પુણેના કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.