ગુજરાત સામે જીત બાદ સંન્યાસ અંગે ધોનીને કહી દીધું- હજુ 8-9 મહિના છે...

ચેપોકમાં સિઝનની છેલ્લી મેચ રમીને ફાઇનલમાં પહોંચવાના થોડીવાર બાદ જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીને પૂછવામાં આવ્યું કે, શું તે આવતા વર્ષે ચેન્નઈ આવશે. તો તેણે જવાબ આપ્યો કે, તેની પાસે નિર્ણય લેવા માટે હજુ આઠ-નવ મહિના છે. ધોનીએ કહ્યું- હું નથી જાણતો, મારી પાસે આઠ-નવ મહિના નિર્ણય કરવા માટે છે, નાની નીલામી ડિસેમ્બરની આસપાસ થશે તો હાલ આ માથાનો દુઃખાવો શા માટે લેવો? મારી પાસે નિર્ણય કરવા માટે સમય છે.

ધોનીને આ આખી સિઝન દરમિયાન ઘૂંટણની સમસ્યા રહી છે અને CSKની છેલ્લી લીગ મેચ બાદ પણ તેણે ઘૂંટણ પર પટ્ટી બાંધી હતી. જોકે, તે બધી જ મેચો રમ્યો પરંતુ, તે વિકેટની વચ્ચે રન લેવામાં મુશ્કેલીનો સામનો કરતો દેખાયો. ધોનીએ કહ્યું, હું CSK માટે હંમેશાં રહીશ, ભલે ખેલાડી તરીકે કે પછી બહાર બેઠો હોઇશ. હું ખરેખર નથી જાણતો. હું છેલ્લાં ચાર મહિનાથી ઘરેથી બહાર છું. 31 જાન્યુઆરીએ મેં ઘર છોડી દીધુ હતું, કામ પૂર્ણ કર્યું અને બે અથવા ત્રણ માર્ચથી અભ્યાસ શરૂ કરી દીધો. તેમા ઘણો સમય લાગે છે પરંતુ, મારી પાસે નિર્ણય લેવા માટે પર્યાપ્ત સમય છે.

ધોની હવે 14 સિઝનમાં પોતાની 10મી IPL ફાઇનલ માટે ચેન્નઈથી અમદાવાદ રવાના થશે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, હવે IPL ફાઇનલ તો એક મેચ જેવી જ લાગતી હશે તો ધોનીએ ના પાડી. ધોનીએ કહ્યું- IPL વિશે એવુ કહેવુ કે તે એક મેચ જ હશે તે ખોટું છે. ના ભૂલવું જોઈએ કે, અહીં ટોચની આઠ ટીમો હોય છે જે દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની સાથે પ્રતિસ્પર્ધા કરે છે અને હવે તે વધુ મુશ્કેલ બની ગયુ છે.

હું એવુ નહીં કહીશ કે, આ વધુ એક ફાઇનલ હશે. તેની પાછળ બે મહિનાની કઠોર મહેનત છે જેના કારણે અમે અહીં ઊભા છીએ. તમામે પોતાનું અલગ કેરેક્ટર બતાવ્યું છે, જ્યાંથી અમે શરૂ કર્યું અને જ્યાં અમે પહોંચ્યા છીએ અને મને લાગે છે કે, તમામે યોગદાન આપ્યું છે. હાં મધ્યક્રમને વધુ તક નથી મળી પરંતુ, તમામને તક મળી છે અને તેમણે ફાયદો ઉઠાવ્યો છે.

ટૉસ હાર્યા બાદ ક્વોલિફાયર 1માં CSK એ 172 રન બનાવ્યા હતા અને તે પણ એવી પિચ પર જ્યાં બેટિંગ મુશ્કેલ હતી. લક્ષ્યનો બચાવ કરતા ધોની પોતાના ઝોનમાં હતો તેણે બોલર્સનો યોગ્ય ઉપયોગ કર્યો અને પોતાના ખેલાડીઓને યોગ્ય જગ્યા પર ઊભા રાખ્યા. ધોનીએ કહ્યું, તમે વિકેટ જુઓ છો, પરિસ્થિતિ જુઓ છો અને તે પ્રમાણે જ ફિલ્ડિંગ ઊભી કરો છો. હું ખૂબ જ હેરાન કરનારો કેપ્ટન બની શકું છું કારણ કે, હું હંમેશાં ફિલ્ડર્સને એક કે બે ફૂટ આમ કે તેમ થવા માટે કહેતો રહું છું.

ફિલ્ડર્સે મારા પર નજર રાખવાની હોય છે. વિચારો તમે ફિલ્ડિંગ કરી રહ્યા છો અને હું દર બે અથવા ત્રણ બોલ બાદ કહું કે બે ફૂટ પોતાની જમણી બાજુ જા, ત્રણ ફૂટ પોતાની ડાબી બાજુ જા. આ હેરાન કરનારું બની શકે છે. હું હંમેશાં કહું છું કે, મને પોતાની ગટ ફીલિંગ પર વિશ્વાસ છે, હું વિકેટ જોઉં છું, લાઈન જોઉં છું, શું ખરેખર થઈ રહ્યું છે અને તેનું ફળ પણ મળે છે. માત્ર એક જ અનુરોધ મારો મારા ફિલ્ડર્સને રહે છે કે, મારા પર સતત નજર બનાવી રાખો, જો તમે કેચ છોડશો તો કોઈ રિએક્શન નહીં હશે પરંતુ, મારા પર નજર બનાવી રાખો.

ફાઇનલ સુધીની સફર CSK માટે સરળ નથી રહી. તેના ખાતામાં ઘણી હાર છે પરંતુ, પોતાના સંશાધનોનો તેણે સારી રીતે ઉપયોગ કર્યો, ખાસ કરીને તુષાર દેશપાંડે અને મથીશા પથિરાનાના રૂપમાં જે આ સિઝનમાં પોતાના રોલમાં નિખરીને આવ્યા. તેણે કહ્યું, અમે માહોલ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સાથે જ અમે ઓળખીએ છીએ કે, ફાસ્ટ બોલરની તાકાત શું છે. આ સાથે જ અમે પ્રયત્ન કરીએ છીએ કે, તેઓ તેમા સુધાર કરતા રહે. IPLમાં એક નવા બોલના બોલરના રૂપમાં ના ઓળખીને તેઓ જાણે છે કે તેમણે શું કરવાનું છે. સવાલ ત્યારે હોય છે જ્યારે બોલ સ્વિંગ નથી થતી, જ્યારે તમારા પક્ષમાં કંઈ નથી હોતું, જ્યારે બે ફિલ્ડર બહાર હોય છે, જ્યાં તમે એક નિશ્ચિત બેટ્સમેને બોલિંગ કરી રહ્યા હો છો અને તમે ક્યાં ફિલ્ડિંગ ગોઠવી શકો છો. જો  બોલર એ જાણે છે તો તે સફળતા મેળવી શકે છે.

અમે તેમને સતત મોટિવેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સહાયક સ્ટાફ ત્યાં છે અને હંમેશાં રહે છે. હવે ડ્વેન બ્રાવો ત્યાં છે, એરિક સિમંસ ત્યાં છે. ઘણા લોકો છે જે તેમની મદદ કરી શકે છે. દિવસના અંતમાં જ્યારે તેઓ ઊભા થશે તો તેમને પોતાના પર વિશ્વાસ થશે. આ ખૂબ જ એકલું સ્થાન છે પરંતુ, અહીં તમે બહાદુર અને સાહસી બનો છો.

About The Author

Top News

મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

મેટાએ નવા સ્માર્ટ ચશ્મા રજૂ કર્યા છે, જે દેખાવમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આ વખતે માર્ક ઝુકરબર્ગની કંપની...
Tech and Auto 
મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હોય કે તેમનું બોર્ડ, મોટા ભાગે કોઈક ને કોઈ વિવાદને કારણે ચર્ચામાં બન્યા રહે છે. આવો...
Sports 
ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ભાજપના ધારાસભ્યની ગુંડાગર્દીના એક સમાચાર સામે આવ્યા છે. વંદે ભારતમાં એક યાત્રીએ સીટ બદલવાનો ઇન્કાર કર્યો તો આ ધારાસભ્યોના સમર્થકોએ...
National 
ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ખેલાડીને ટેસ્ટમાં કાળા મોજા પહેરવા માટે સજા થઈ હોય! હવે એવું થતા કદાચ...
Sports 
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.