ગંભીરના મતે કોહલી અને આ ખેલાડી T20 WC 2024 રમવા માટે અનફીટ છે

ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને કે.એલ. રાહુલને લઇ મોટું નિવેદન આપ્યું છે. ગૌતમ ગંભીરે જણાવ્યું કે, વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમમાં ફિટ બેસતા નથી. જો ભારતે ICC ઇવેન્ટ જીતવી હોય તો, ભારતીય ટીમ યુવા ખેલાડીઓ સાથે જાય. ભારત 3 જાન્યુઆરીથી શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ વિરાટ કોહલી અને કે.એલ. રાહુલને આ સીરિઝ માટે આરામ આપ્યો છે.

જ્યારે માનવામાં આવી રહ્યું છે કે, રોહિત શર્માને આંગળીની ઇજા પૂરી રીતે સારી થાય તે માટે વધુ સમય જોઇએ છે. સીનિયર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ટીમથી બહાર રાખવામાં આવ્યો છે. એવામાં ભારતના પૂર્વ બેટ્સમેન અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે ગુરુવારે સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, ટીમમાં સ્પષ્ટતા હોવી જોઇએ. સિલેક્ટર્સ અને ખેલાડીઓ વચ્ચે સારો સંવાદ હોવો જોઇએ. જો સિલેક્ટર્સે આ લોકો વિરુદ્ધ જોવાનો નિર્ણય લીધો છે તો સારું છે.

તેમણે કહ્યું કે, મને લાગે છે કે ઘણા બધા દેશોએ એમ કર્યું છે. તમે આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની યોજનાઓ બાબતે વિચારી રહ્યા છો. તમે તેને જીતવા માગો છો. જો આ લોકો તેને હાંસલ કરી શક્યા નથી તો મને લાગે છે કે તમે તેમની સાથે જવાનું પસંદ કરશો. સૂર્યકુમાર યાદવ જેવી યુવા પેઢી એ સપનાંને હાંસલ કરવામાં મદદ કરી શકે છે. ગૌતમ ગંભીરે વર્ષ 2024ના વર્લ્ડ કપ માટે સ્પષ્ટ યોજનાઓની આવશ્યકતાઓ પર ભાર આપ્યો છે.

તેમણે કહ્યું કે, કે.એલ. રાહુલ અને વિરાટ કોહલીને એ યોજનાઓમાં ફિટ જોવાનું મુશ્કેલ થઇ રહ્યું છે. અંગત રીતે જો તમે મને પૂછો તો એ મુશ્કેલ લાગે છે. સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન જેવા યુવા આપણી પાસે ઉપસ્થિત છે. હાર્દિક પંડ્યા, પૃથ્વી શૉ, રાહુલ ત્રિપાઠી અને સંજુ સેમસન જેવા ખેલાડીઓનો વિકલ્પ ઉપસ્થિત છે. તેઓ નીડર ક્રિકેટ રમી શકે છે. ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે, રિષભ પંતે હવે માત્ર ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન આપવું જોઇએ.

ઇશાન કિશને સારું પ્રદર્શન કર્યું છે. દરેક ભારતીય ક્રિકેટને વધુ સાહસી અને નીડર જોવા માગે છે. આ લોકો સ્વાભાવિક રીતે રમી શકે છે. રિષભ પંતને એ અવસર મળ્યો છે એટલે ફરિયાદ નહીં કરી શકે. તેને 3-4-5-6 પર બેટિંગ કરવાનો અવસર મળ્યો છે. મેનેજમેન્ટે તેને માત્ર સફેદ બૉલ ક્રિકેટમાં સફળ થવાનો દરેક અવસર આપ્યો છે, પરંતુ તે એમ કરી શક્યો નથી, મને એમ લાગે છે કે તેણે રેડ બૉલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે, જે રિષભ માટે ખરાબ નથી.

About The Author

Top News

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો
Copyright (c) Khabarchhe All Rights Reserved.