- Sports
- 'રોહિત શર્માની સીટ પર હવે હું બેસું છું...', ઇંગ્લેન્ડ સીરિઝ પહેલા આ બોલરે કર્યો મોટો દાવો
'રોહિત શર્માની સીટ પર હવે હું બેસું છું...', ઇંગ્લેન્ડ સીરિઝ પહેલા આ બોલરે કર્યો મોટો દાવો

ભારતીય ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે ખુલાસો કર્યો છે કે તે હવે ટીમ બસમાં રોહિત શર્માની સીટ પર બેસે છે. રોહિત શર્માએ તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. શુભમન ગિલને હવે તેમના સ્થાને ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિતની નિવૃત્તિ પછી, તેમની સીટ ખાલી હતી, જે હવે કુલદીપ યાદવે લઈ લીધી છે. કુલદીપે આ પાછળનું કારણ એ પણ જણાવ્યું કે તે એ માટે તે જગ્યાએ બેસે છે કારણ કે રવિન્દ્ર જાડેજા તેની બાજુમાં બેસે છે અને તેની સાથે વાત કરવી તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શું કહ્યું કુલદીપ યાદવે
કુલદીપ યાદવે કહ્યું કે હું તેમની સીટ પર બેસું છું. હું રોહિત ભાઈનું સ્થાન લઈ શકતો નથી. પરંતુ હવે હું જાડેજા ભાઈ સાથે વધુ સમય વિતાવી રહ્યો છું. સ્પિનર તરીકે, આ મારા માટે મહત્વપૂર્ણ છે કારણ કે અશ્વિન ભાઈ હવે ટીમમાં નથી. હું મારી કારકિર્દીની શરૂઆતમાં અશ્વિન અને જાડેજા બંને સાથે રમ્યો છું. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે જાડેજા મારા સ્પિન પાર્ટનર છે. હું આ તબક્કાનો આનંદ માણી રહ્યો છું.
કુલદીપ યાદવે અત્યાર સુધી (2018) ઈંગ્લેન્ડમાં ફક્ત એક જ ટેસ્ટ રમી છે, જેમાં તેણે 9 ઓવરમાં કોઈ વિકેટ લીધી નથી. તેને SENA દેશો (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) માં ખૂબ ઓછી તકો મળી છે. અત્યાર સુધી તેણે કુલ ફક્ત બે ટેસ્ટ રમી છે.

રવિચંદ્રન અશ્વિન નિવૃત્ત થયા પછી, કુલદીપને પ્લેઇંગ ઇલેવનમાં તક મળવાની શક્યતા વધી ગઈ છે. ટીમ મેનેજમેન્ટે હવે ત્રણ સ્પિન વિકલ્પોમાંથી એક પસંદ કરવો પડશે: રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિધ્ધ કૃષ્ણા, કરુણ નાયર,વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનો સંપૂર્ણ શેડ્યુલ, પહેલી ટેસ્ટ:
20-24 જૂન, 2025- હેડિંગ્લે, લીડ્સ
બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ, 2025 - એજબેસ્ટન, બર્મિંગહામ
ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, 2025 - લોર્ડ્સ, લંડન
ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, 2025 - ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર
પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, 2025- ધ ઓવલ, લંડન
Related Posts
Top News
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?
આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ
2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ
Opinion
