શું ભારતને હવે નહીં મળે એશિયા કપની ટ્રોફી? શું છે ICCનો નિયમ, જાણો

ભારતે ફાઈનલમાં પાકિસ્તાનની ટીમને હરાવીને નવમી વખત એશિયા કપની ટ્રોફી કબજે કરી હતી. ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રહી, જેમાં એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાન જીતી જશે, પરંતુ અંતે ભારતીય ટીમે ખૂબ સમજદારી પૂર્વક રમીને મેચમાં જીત મેળવી. જેની અપેક્ષા હતી, થયું પણ કંઇક એવું જ, ફાઇનલ બાદ એવોર્ડ વિતરણ સમારોહમાં વિવાદ જોવા મળ્યો. ભારતીય ખેલાડીઓએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, જેના કારણે નકવીએ ટ્રોફી બહાર મોકલાવી દીધી. ભારતીય ખેલાડીઓએ ટ્રોફી વિના પોતાની જીતની ઉજવણી કરી. તેમણે તેને સ્વીકારવાની એક્ટિંગ કરતા ફોટા પડાવ્યા, પરંતુ આ બધા વચ્ચે, દરેકના મનમાં એક સવાલ ઉભો થયો કે, ‘શું ભારતને હવે ટ્રોફી મળશે કે નહીં? ચાલો જાણીએ ટ્રોફી અંગે ICCના નિયમો શું છે.

ટ્રોફીને લઈને ICCના નિયમો શું છે?

ટ્રોફી સ્વીકારવાનો કેપ્ટનનો ઇનકાર ICC આચારસંહિતા હેઠળ આવી શકે છે, પરંતુ તેને લઈને કોઈ ચોક્કસ નિયમો નથી. આ ક્રિકેટની ભાવના વિરુદ્ધ હોઈ શકે છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સમજાવવું પડશે કે તેણે ટ્રોફી કેમ ન સ્વીકારી અને ટૂર્નામેન્ટની સંસ્થા (ACC) અથવા ICC કોઈ કોઈપણ કાર્યવાહી પર નિર્ણય લેશે. મેચ અથવા ટ્રોફી જીત્યા બાદ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરવો એ ક્રિકેટની ભાવનાનો અનાદર ગણી શકાય. તેની રક્ષા ICC આચારસંહિતાનો હેતુ છે.

Team india
https://x.com/surya_14kumar

ટીમના કેપ્ટન અથવા પ્રતિનિધિએ ICCને ટ્રોફી ન સ્વીકારવાનું સ્પષ્ટ અને માન્ય કારણ આપવું પડશે. BCCI આગામી ICC કોન્ફરન્સમાં આ ઘટના અંગે સત્તાવાર રીતે કડક વિરોધ નોંધાવી શકે છે. ICC પાસે અનુચિત આચરણ માટે અનુશાસનાત્મક પ્રક્રિયા છે. તેઓ ICC આચારસંહિતા હેઠળ આ પરિસ્થિતિની સમીક્ષા કરી શકે છે. તેમાં એ નક્કી કરવામાં આવશે કે કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં અને જો એમ હોય તો ઉલ્લંઘન માટે કોણ જવાબદાર હતું અને શું સજા આપી શકાય છે.

ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) નવેમ્બરમાં થનારી ACC બેઠકમાં ACC પ્રમુખ અને PCB અધ્યક્ષ મોહસીન નકવી સામે સખત વિરોધ નોંધાવશે. ખેલાડીઓએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો, એવામાં અન્ય એક વરિષ્ઠ અધિકારી તેને ટીમને સોંપી શકતા હતા. BCCI સચિવ દેવજીત સૈકિયાએ તેને લઈને કહ્યું હતું કે ભારત એવા વ્યક્તિ પાસેથી ટ્રોફી સ્વીકારી નહીં શકે, જે દેશ સામે યુદ્ધ છેડી રહ્યો છે. અમે તેની (મોહસીન નકવી) પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેનાથી તેને પોતાની હોટલના રૂમમાં લઈ જવાની મંજૂરી નથી મળી જતી. તેમણે કહ્યું કે, અમે નવેમ્બરમાં ICC મીટિંગમાં સખત વિરોધ નોંધાવીશું. જો PCB પણ ICCને ફરિયાદ કરશે, તો ICC અંતિમ નિર્ણય લેશે.

Team india
https://x.com/surya_14kumar

ભારતને એશિયા કપ 2025 ટ્રોફી પર અધિકાર છે; કોઈ પણ તેને કારણ વિના આપી રહ્યું નથી; ભારતીય ટીમે તેને મેળવવા માટે સખત મહેનત કરી અને બધી પ્રતિદ્વંદ્વી ટીમોને હરાવી. કોઈને પણ હક નથી કે તે ટ્રોફી પોતાની સાથે લઈ જઇ શકે. જો ભારતીય ખેલાડીઓ મોહસીન નકવી સાથે હાથ મળાવવા અથવા તેમની પાસેથી ટ્રોફી સ્વીકારવા માગતા નથી અને તેને લઈને કોઈ નિયમ નથી, તો તેમાં કંઈ ખોટું નથી. પરંતુ ટીમ પાસે તેણે જીતેલી ટ્રોફીનો અધિકાર છીનવવો અને તેને પોતાની સાથે લઈ જવું એકદમ ખોટું છે.

About The Author

Related Posts

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.