‘સ્ટેડિયમમાં દર્શકો કરતા વધારે તો સુરક્ષાકર્મી..’ PSLની ખરાબ હાલત, આ લોકોને IPLની બરાબરી કરવી છે

પાકિસ્તાન સુપર લીગ (PSL)ની 10મી સીઝન શરૂ થઈ ગઈ છે. આ પહેલી વખત છે જ્યારે PSL, IPL સાથે રમાઈ રહી છે. કરાચીમાં એક મેચ દરમિયાન સ્ટેડિયમમાં ખૂબ ઓછા દર્શકો પહોચ્યા હતા. દર્શકો કરતા સુરક્ષાકર્મી વધારે હતા. જેનાથી PSLની લોકપ્રિયતા પર સવાલ ઉભા થઈ રહ્યા છે. PSLની 10મી સીઝન 11 એપ્રિલથી શરૂ થઈ ચૂકી છે.

PSL
tv9hindi.com

PSLમાં 3 દિવસમાં 4 મેચ રમાઈ ચૂકી છે. આ વખતે PSL અને IPL એક સાથે થઈ રહી છે. આ 2 લીગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. PSLમાં રમત અને પૈસા ઉપરાંત, દર્શકોનો પણ અભાવ છે. કરાચીમાં થયેલી એક મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. શનિવારે કરાચી કિંગ્સ અને મુલતાન સુલ્તાન્સ વચ્ચે મેચ હતી. આ મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં ખૂબ રન બન્યા, પરંતુ, સ્ટેડિયમમાં માત્ર 5 હજાર દર્શકો હતા, જેથી  PSLની લોકપ્રિયતા ઓછી થતી લાગી રહી છે.

https://twitter.com/imransiddique89/status/1911077807431594114

મોહમ્મદ રિઝવાન, ડેવિડ વોર્નર અને હસન અલી જેવા મોટા ખેલાડીઓ રમી રહ્યા હતા. છતા, દર્શકો ઓછા હતા. સ્ટેડિયમમાં દર્શકો કરતા વધારે સુરક્ષાકર્મી હતા. એક ટ્વીટર યુઝરે જણાવ્યુ કે, મેચમાં લગભગ 5,000 દર્શકો હતા, જ્યારે 6700 સુરક્ષાકર્મી હતા. PSL મેચોમાં દર્શકોના અભાવની ફરિયાદો અગાઉ પણ આવી છે. ખાસ કરીને કરાચીમાં છેલ્લી કેટલાક સીઝનથી આવું થઈ રહ્યું છે. આયોજક પણ તેનાથી નિરાશ થયા છે. માત્ર PSL જ નહીં, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ એવું જ જોવા મળ્યું છે. સ્ટેડિયમમાં ઓછા દર્શકો આવી રહ્યા છે. જો એવું જ ચાલતું રહ્યું તો તે ટૂર્નામેન્ટ અને પાકિસ્તાન ક્રિકેટ માટે ચિંતાની વાત હશે.

rizwan
timesnownews.com

દર્શકોના અભાવના ઘણા કારણો હોઈ શકે છે. એક કારણ એ છે કે PSL અને IPL એકસાથે થઈ રહી છે. IPLમાં વધુ પૈસા અને મોટા ખેલાડીઓ છે એટલે દર્શકો IPLને વધુ પસંદ કરી શકે છે. બીજું કારણ એ છે કે કરાચીમાં સુરક્ષાની સ્થિતિ સારી નથી. લોકો સ્ટેડિયમમાં જતા ડરી શકે હશે. ત્રીજું કારણ એ છે કે PSLની ટિકિટ મોંઘી છે. ગરીબ લોકો ટિકિટ ખરીદી શકતા નથી. PSLએ પોતાની લોકપ્રિયતા વધારવા માટે કેટલાક પગલાં ઉઠાવવા પડશે. સૌથી પહેલા, IPL સાથે મુકાબલો કરવા માટે તેને વધુ પૈસા ખર્ચવા પડશે અને મોટા ખેલાડીઓ લાવવા પડશે. બીજું, તેણે કરાચીમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારવી પડશે. ત્રીજું, તેણે ટિકિટની કિંમત ઘટાડવી પડશે.

Related Posts

Top News

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું
Copyright (c) Khabarchhe All Rights Reserved.