ઓસ્ટ્રે. સામે ટેસ્ટ પહેલા જ આ ખેલાડી બહાર, સૂર્યકુમારને મળી શકે છે ડેબ્યૂની તક

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ આગામી 9 ફેબ્રુઆરીથી રમાવાની છે. ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, શ્રેયસ ઐય્યર પહેલી બે ટેસ્ટ મેચોમાંથી બહાર રહેશે. કમરની ઈજાના કારણે શ્રેયસ ઐય્યર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝ પણ રમી શક્યો ન હતો. દરમિયાન, સમાચાર આવ્યા છે કે, શ્રેયસ ઐય્યર હજુ સુધી સંપૂર્ણરીતે ફિટ નથી. આ જ કારણ છે કે, પહેલી બે ટેસ્ટ મેચનો હિસ્સો આ ભારતીય ક્રિકેટર નહીં બની શકશે. શ્રેયસ ઐય્યરની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવનું ટેસ્ટ મેચમાં રમવુ લગભગ નક્કી થઈ ગયુ છે. એટલે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં સૂર્યકુમાર યાદવ ડેબ્યૂ કરી શકે છે.

આગામી બોર્ડર-ગાવાસ્કર સીરિઝ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાની છે, કારણ કે તેણે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ માટે ક્વોલિફાઇ કરવા માટે દરેક હાલતમાં ટેસ્ટ સીરિઝને જીતવી પડશે. રોહિત શર્મા એન્ડ કંપની હાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બીજા સ્થાન પર રહેલી છે. આ ઉપરાંત, આ ટેસ્ટ સીરિઝ વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ખેલાડીઓ માટે ખૂબ જ મહત્ત્વની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 9થી 13 ફેબ્રુઆરીના રોજ નાગપુરમાં રમાશે. સીરિઝમાં કુલ 4 ટેસ્ટ મેચો રમાવાની છે.

બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023નું શિડ્યૂલ

પહેલી ટેસ્ટ, નાગપુરમાં- 9-13 ફેબ્રુઆરી (વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)

બીજી ટેસ્ટ, દિલ્હીમાં- 17-21 ફેબ્રુઆરી (અરૂણ જેટલી સ્ટેડિયમ)

ત્રીજી ટેસ્ટ, ધર્મશાલામાં- 1-5 માર્ચ (હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)

ચોથી ટેસ્ટ, અમદાવાદમાં- 9-13 માર્ચ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)

પહેલી 2 ટેસ્ટ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએસ ભરત (વિકેટ કીપર), ઈશાન કિશન (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ

પેટ કમિંસ (કેપ્ટન), એશ્ટન એગર, સ્કોટ બોલેંડ, એલેક્સ કેરી, કેમરૂન ગ્રીન, પીટર હેંડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, મારનસ લબસચગને, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યૂ રેનશો, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, મિચેલ સ્વેપસન, ડેવિડ વોર્નર.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.