- Sports
- હાર્દિક બાદ વધુ એક સ્ટાર ખેલાડીએ લીધા છૂટાછેડા, 14 વર્ષના સંબંધ તૂટ્યા
હાર્દિક બાદ વધુ એક સ્ટાર ખેલાડીએ લીધા છૂટાછેડા, 14 વર્ષના સંબંધ તૂટ્યા

છેલ્લા કેટલાક સમયથી એવા ઘણા સ્ટાર ક્રિકેટર્સના નામ સામે આવ્યા છે, જેમના અંગત જીવનમાં ઉથલપાથલ મચી અને તેમણે પોતાની પત્નીઓને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો. ગયા વર્ષે 18 જુલાઈએ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિકથી અલગ થવાનો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા હતા. હવે વધુ એક દિગ્ગજ ક્રિકેટરે તેમના 14 વર્ષ જૂના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે અને છૂટાછેડાની સત્તાવાર જાહેરાત કરી છે.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ સ્ટાર ક્રિકેટર જેપી ડુમિનીએ તેની પત્નીને છૂટાછેડા આપી દીધા છે. IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)ની કેપ્ટન્સી કરી ચૂકેલા ડુમિનીએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે.
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ જેપી ડુમિનીએ સોમવારે, 17 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન્સને આ વાતની માહિતી આપી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને કહ્યું કે 17 વર્ષ સુધી તેની પત્નીને સપોર્ટ કર્યા બાદ હવે તેમણે અલગ થવાનો નિર્ણય લીધો છે.
જેપી ડુમીનીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ખૂબ વિચાર-વિમર્શ બાદ જેપી અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે ભાગ્યશાળી હતા કે અમે અમારા લગ્ન દરમિયાન ઘણી યાદગાર ક્ષણો એક સાથે શેર કરી અને અમને 2 સુંદર પુત્રીઓનો આશીર્વાદ મળ્યો છે. અમે આ સમયે ગોપનીયતાની માગ કરીએ છીએ કારણ કે અમે આ ફેરફાર નેવિગેટ કરી રહ્યા છીએ. અમારા રસ્તાઓ અલગ થઈ ગયા છે, પરંતુ અમે મિત્રો રહીએ છીએ અને અમારું અલગ થવું સૌહાર્દપૂર્ણ છે. આ દરમિયાન તમારા પ્રેમ અને સમર્થન બદલ આભાર.
જેપી ડુમિનીનુંક્રિકેટ કરિયર
જેપી ડુમિનીની ગણતરી દક્ષિણ આફ્રિકાના ટોપ મિડલ ઓર્ડર બેટ્સમેનોમાં થાય છે. સીમિત ઓવરોની ક્રિકેટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું અને ડાબા હાથના બેટ્સમેને ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ડ્યુમિનીએ દક્ષિણ આફ્રિકા માટે ત્રણેય ફોર્મેટમાં મળીને 9000થી વધુ રન બનાવ્યા છે. IPLમાં પણ તેનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. તેણે મેગા ઈવેન્ટમાં ડેક્કન ચાર્જર્સ, દિલ્હી ડેરડેવિલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે દિલ્હી ડેરડેવિલ્સની કેપ્ટન્સી પણ કરી ચૂક્યો છે. 83 IPL મેચોમાં, જેપી ડ્યુમિનીએ 39.78ની એવરેજ અને 124.02ની સ્ટ્રાઈક રેટથી 2029 રન બનાવ્યા છે અને 23 વિકેટ પણ લીધી છે.