ગજબ! 2 રન પર ઓલઆઉટ થઈ ગઈ આખી ટીમ, મળી 424 રનથી મળી શરમજનક હાર

ક્રિકેટના મેદાન પર ઘણી એવી ઘટનાઓ જોવા મળી છે, જેણે ફેન્સને ચોંકાવ્યા છે. હવે જો કોઈ ટીમ 2 રન પર ઓલઆઉટ થઈ જાય, તો પછી શું કહેવું. આ આશ્ચર્યજનક ઘટના ઈંગ્લેન્ડમાં આયોજિત થઈ રહેલી મિડલસેક્સ કાઉન્ટી ક્રિકેટ લીગમાં જોવા મળી. આ લીગના ત્રીજા ટિયરની મેચ નોર્થ લંડન CC અને રિચમંડ CC, મિડએક્સ વચ્ચે રમાઈ હતી.

આ મેચમાં, રિચમંડ CC, મિડેક્સની ટીમ માત્ર 34 બૉલનો જ સામનો કરી શકી અને તેની આખી ટીમ 2 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમના 8 બેટ્સમેન ખાતું પણ ખોલાવી ન શક્યા. બેટ્સમેનોના શરમજનક પ્રદર્શનને કારણે, રિચમંડ CC, મિડેક્સની ટીમને આ મેચમાં 424 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં રિચમંડ CC, મિડડેક્સે ટોસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય આત્મઘાતી સાબિત થયો. નોર્થ લંડન CC45 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 426 રન બનાવ્યા હતા. ડેન સિમન્સે સૌથી વધુ 140 રન બનાવ્યા હતા. તો જેક લેવિથે 43 અને નેવિલ અબ્રાહમે 42 રનનું યોગદાન આપ્યું હતું.

cricket
siasat.com

 

તમને જણાવી દઈએ કે, ફર્સ્ટ ક્લાસમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ The BS ટીમના નામે છે. તેણે વર્ષ 1810માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં એક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ત્યારે The BSની ટીમ માત્ર 6 રન પર જ સમેટાઇ ગઈ હતી. આ શરમજનક રેકોર્ડ આજે પણ ફર્સ્ટ ક્લાસમાં અકબંધ છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર:

ન્યૂઝીલેન્ડની ટીમના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી ઓછા રન બનાવવાનો શરમજનક રેકોર્ડ છે. ન્યૂઝીલેન્ડની ટીમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓકલેન્ડના મેદાન પર વર્ષ 1955માં માત્ર 26 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડનો આ શરમજનક રેકોર્ડ આજે પણ અકબંધ છે.

cricket
dazn.com

 

વન-ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઓછો સ્કોર:

વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ ઝિમ્બાબ્વે અને USAના નામે છે. એપ્રિલ 2004માં શ્રીલંકા વિરુદ્ધ 35 રન બનાવ્યા હતા. તો ફેબ્રુઆરી 2020માં, USAની ટીમ નેપાળ વિરુદ્ધ માત્ર 35 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઓછો સ્કોર:

આઇવરી કોસ્ટના નામે T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ છે. તેણે નવેમ્બર 2024માં અબુજામાં નાઇજીરીયા વિરુદ્ધ આ કારનામું કર્યું હતું. ત્યારબાદ આઇવરી કોસ્ટની ટીમ માત્ર 7.3 ઓવરમાં 7 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

Related Posts

Top News

ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના...
Gujarat 
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?

અનામત અંગે છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. હવે સરકાર તેમાં એક નવો અધ્યાય ઉમેરવાની તૈયારી કરી રહી છે....
National 
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?

દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'

ઉત્તર પ્રદેશના કાનપુરમાં, એક પિતાએ પોતાની દીકરી પડી ગયા પછી રસ્તાઓની ખરાબ હાલત પર ગુસ્સો વ્યક્ત કરવા માટે એક...
National 
દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'

બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, ચૂંટણી પંચે બિહારમાં SIR એટલે કે ખાસ સઘન મતદાર સુધારણા હાથ ધરી છે. પરંતુ વિપક્ષ...
National 
બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું
Copyright (c) Khabarchhe All Rights Reserved.