આ ધોનીની છેલ્લી IPL જ લાગે છે, જુઓ SRH સામે જીત બાદ શું કહ્યું તેણે

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેચ સમાપ્ત થયા બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં પોતાના નિવેદનથી હાહાકાર મચાવી દે છે. બોલરોના નો બૉલ અને વાઇડ વધારે કરવાથી પરેશાન મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન્સી છોડવાની ધમકી આપી નાખી હતી. હવે તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ જીત બાદ એવું નિવેદન આપ્યું, જેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 બાદ તેના સંન્યાસ લેવાના સંકેત માનવામાં આવી રહ્યા છે. આ દરમિયાન તેણે કેચ એવોર્ડ ન આપવાની પણ ફરિયાદ કરી.

સાથે જ જુનિયર મલિંગા એટલે કે મથીસા પથિરાનાના પણ વખાણ કર્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 7 વિકેટથી જીત બાદ ચેન્નાઈમાં ફેન્સ તરફથી મળતા પ્રેમથી અભિભૂત ધોનીએ કહ્યું કે, બીજું શું કહું. બધુ જ કહી ચૂક્યો છું. આ મારા કરિયરનો અંતિમ દૌર છે. અહીં રમવાનું સારું લાગે છે. દર્શકોએ અમને ખૂબ પ્રેમ આપ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીના આ નિવેદનને તેના રિટયરમેન્ટના સંકેત માનવામાં આવી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ બોલરોના વખાણ કરતા કહ્યું કે, બેટિંગનો વધારે ચાંસ મળી રહ્યો નથી, પરંતુ કોઈ ફરિયાદ નથી.

તેણે આગળ કહ્યું કે, અહી હું ફિલ્ડિંગને લઈને ખચકાઈ રહ્યો હતો કેમ કે મને લાગ્યું કે વધારે ઝાકળ નહીં હોય. અમારા સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી અને ફાસ્ટ બોલરો ખાસ કરીને પથિરાનાએ પણ. તેની પાસે વેરિએશન છે અને ગતિ પણ સારી છે. આપણે મલિંગા સાથે એવું જોયું છે. અજીબ એક્શન અને શાનદાર લાઇન અને લેન્થના કારણ તેની વિરુદ્ધ રન બનાવવા મુશ્કેલ છે. નિશ્ચિત રૂપે તે એક નવી શોધ રહ્યો છે. ધોનીએ કેચને લઈને કહ્યું કે, હું હંમેશાં કહું છું કે ફિલ્ડ સેટિંગની પહેલી પ્રાથમિકતા તમારાથી શરૂ થાય છે.

છતા તેમણે મને બેસ્ટ કેચનો એવોર્ડ ન આપ્યો. હું ખૂબ ખરાબ પોઝિશનમાં હતો. અમે ગ્લવ્સ પહેરીએ છીએ તો લોકોને લાગે છે કે એ સરળ છે. મને લાગ્યું કે તે શાનદાર કેચ છે. મને અત્યારે પણ યાદ છે, ઘણા સમય પહેલા રાહુલ દ્રવિડ કીપિંગ કરી રહ્યા હતા અને તેમણે એવો જ એક કેચ પકડ્યો હતો. જો તમે સચિન પાજી છો અને 16-17ની ઉંમરમાં રમવાનું શરૂ ન કરતા તો વૃદ્ધ થવા પર જ તમને અનુભવ મળે છે. નિશ્ચિત રૂપે વૃદ્ધ થઈ ગયો છું, તેનાથી ભાગી નહીં શકું.

About The Author

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.