CSKના ફેન્સને મોટો ઝટકો, 2 અઠવાડિયા સુધી IPL નહીં રમે ધોની

IPL શરૂ થાય તે પહેલાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. CSKનો દિગ્ગજ ખેલાડી M.S. ધોની, લગભગ બે અઠવાડિયા સુધી ટીમ સાથે જોડાઈ શકશે નહીં. શનિવાર 28 માર્ચે, CSK ફ્રેન્ચાઇઝીએ પુષ્ટિ કરી હતી કે ધોની પગની પિંડીમાં ખેંચાણને કારણે શરૂઆતની મેચોમાંથી બહાર રહેશે.

અહેવાલો અનુસાર, M.S. ધોની આ સીઝનની પ્રથમ 4 મેચોમાંથી બહાર થઈ શકે છે. ધોનીની ગેરહાજરીમાં ટીમ માટે વિકેટકીપિંગ કરવાની જવાબદારી સંજુ સેમસન અથવા ઉર્વિલ પટેલને મળી શકે છે. એવી શક્યતા છે કે ધોની સીઝનના ઓછામાં ઓછા પ્રથમ 4 મેચો મિસ કરશે.

dhoni1
BCCI

આ મેચોમાં બહાર થઈ શકે છે ધોની

30 માર્ચ: ચેન્નાઈ સુપર કિંગ્સ Vs રાજસ્થાન રોયલ્સ

 3 એપ્રિલ: ચેન્નાઈ સુપર કિંગ્સ Vs પંજાબ કિંગ્સ

 5 એપ્રિલ: ચેન્નઈ સુપર કિંગ્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરું

 11 એપ્રિલ: ચેન્નઈ સુપર કિંગ્સ Vs દિલ્હી કેપિટલ્સ

ધોનીની ગેરહાજરી સીઝનની શરૂઆતમાં CSKની ટીમ માટે મોટી કસોટી હશે, ખાસ કરીને નેતૃત્વ અને ફિનિશિંગ ક્ષમતાઓના સંદર્ભમાં.

નોંધનીય છે કે ધોનીએ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ તે સતત IPLમાં રમતો રહે છે. ગત સીઝનમાં, તેણે બધી 14 મેચ રમી હતી અને 135થી વધુના સ્ટ્રાઈક રેટથી 196 રન બનાવ્યા હતા. જ્યારે ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે બહાર થઈ ગયા બાદ તેણે કેપ્ટનશીપની જવાબદારી પણ સંભાળી હતી.

dhoni2
BCCI

44 વર્ષની ઉંમરે પણ, ધોની લીગનો સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાંથી એક છે. જો તે આ સીઝનમાં વાપસી કરે છે, તો તે IPLમાં રમનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી બનશે. હાલમાં, CSKને તેમના સૌથી મોટા આઇકોન વિના શરૂઆતી ચરણમાંથી પસાર થવું પડશે અને બધાની નજર એ વાત પર હશે કે ટીમ તેની ગેરહાજરીમાં કેવી રીતે ઢળે છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.