ધોનીએ પહેલી વખત પોતાના સૌથી પસંદગીના ખેલાડીના નામનો કર્યો ખુલાસો

મેદાન બહાર તો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પસંદ અને નાપસંદ બાબતે બધાને ખબર છે. કરોડો ફેન્સ જાણે છે કે તેમને બાઇક અને કારોનો કેટલો બધો શોખ છે. તે કેવી રીતે શાંતચિત્તે પોતાની જિંદગી વિતાવવાનું પસંદ કરે છે, પરંતુ મેદાન પર તેની પસંદ કેવી રહી છે, તેનો ઉલ્લેખ ક્યારેક ક્યારેક જ તેમણે કર્યો છે. મતલબ તેમના પસંદગીના બેટ્સમેન કે બોલર કોણ છે કે વર્તમાનમાં કોણ છે વગેરે વગેરે. હાલમાં જ હવે તેમાં એક પહેલું સામે આવ્યું છે અને તેણે એક સાર્વજનિક કાર્યક્રમમાં સ્પષ્ટ કહી દીધું કે વર્તમાન ભારતીય ટીમના દિગ્ગજોમાં તેનો પસંદગીનો ખેલાડી કોણ છે.

જ્યારે તાજેતરના જ એક કાર્યક્રમમાં મહેન્દ્ર સિંહ ધોનીના પસંદગીના ખેલાડીનું નામ પૂછવામાં આવ્યું તો તેણે વિલંબ કર્યા વિના જ જસપ્રીત બૂમરાહનું નામ લીધું. મહેન્દ્ર સિંહ ધોનીએ સ્પષ્ટ કરતા કહ્યું કે, વર્તમાનમાં તેનો કોઇ પસંદગીનો બેટ્સમેન નથી. તેનું કારણ વધારે વિવિધતા હોવાનું છે. ધોનીએ કહ્યું કે, તેનો અર્થ એ નથી કે અહી કોઇ સારો બેટ્સમેન નથી. મારો પસંદગીનો બોલર જસપ્રીત બૂમરાહ છે. બેટ્સમેનો બાબતે ધોનીએ કહ્યું કે, આપણી પાસે એટલા બધા બેટ્સમેન છે કે કોઇ એકનું નામ લેવાનું ખૂબ મુશ્કેલ થઇ જાય છે.

તેણે કહ્યું કે, આપણી પાસે એટલા બધા બેટ્સમેન છે કે જ્યારે કોઇ એકને બેટિંગ કરતા જુઓ તો લાગે છે કે તેને જ જોતા રહો. પરંતુ ત્યારે કોઇ બીજો બેટ્સમેન આવે છે. તે પણ એટલો જ સારો હોય છે. એવામાં જ્યાં સુધી ભારતીય ટીમ સારું કરી રહી છે, ત્યાં સુધી હું કોઇ એક બેટ્સમેનને પસંદ કરવા માગતો નથી. મને આશા છે કે તેઓ રન બનાવતા રહેશે.

ઉલ્લેખનીય છે કે જસપ્રીત બૂમરાહ માટે T20 વર્લ્ડ કપ શાનદાર રહ્યો હતો. તે ભારત માટે અર્શદીપ બાદ સૌથી વધુ વિકેટ લેનારો બોલર રહ્યો. તેણે 8 મેચોમાં કુલ 15 વિકેટ લીધી, પરંતુ તેની ઇકોનોમી રેટ જોઇને દરેક આશ્ચર્યચકિત રહી ગયું હતું. તેણે આખા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ દરમિયાન માત્ર 4.17ની ઇકોનોમી રેટથી રન આપ્યા. T20 ક્રિકેટમાં એમ કરવું એક અવિશ્વસનીય કામ છે. નોંધનીય છે કે બૂમરાહને શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો નથી. તેને આરામ આપવામાં આવ્યો છે, પરંતુ અટકળો છે કે તે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચોની સીરિઝમાં વાપસી કરી શકે છે.

Top News

વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

ટ્રેનમાં મુસાફરી કરવાની પોતાની એક અલગ મજા હોય છે. બારી પાસેની સીટ હોય અને ગરમાગરમ ચા, તો પછી ટ્રેનની...
Business 
વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

કઈ કંપનીઓ સૌથી વધુ ડિવિડન્ડ આપે છે?

શેરબજારમાં ભારે ઘટાડાના સમયગાળા દરમિયાન પણ કેટલીક કંપનીઓ શાનદાર ડિવિડન્ડ આપે છે. કેટલીક કંપનીઓ તો તેમના શેરધારકોને બેંકના વ્યાજ કરતાં...
Business 
કઈ કંપનીઓ સૌથી વધુ ડિવિડન્ડ આપે છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 22-05-2025 દિવસ: ગુરુવાર મેષ: માનસિક સ્વાસ્થ્ય ખુબ સારું રહેશે. નોકરી ધંધામાં સારા સમાચાર મળે. માતા પિતાનું આરોગ્ય જળવાઈ તથા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન CSK, કોચે કહ્યું- અમે આને લાયક જ છીએ

આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. ધોનીની ટીમ આ સિઝનમાં 13 મેચમાંથી ફક્ત...
Sports 
પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન CSK, કોચે કહ્યું- અમે આને લાયક જ છીએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.