- Sports
- WACમા નીરજ ચોપડાએ ઈતિહાસ રચ્યો,સિલ્વર મેડલ જીતી કહ્યુ-દરેક દિવસ એક જેવો નથી હોતો
WACમા નીરજ ચોપડાએ ઈતિહાસ રચ્યો,સિલ્વર મેડલ જીતી કહ્યુ-દરેક દિવસ એક જેવો નથી હોતો

ઓલિમ્પિકમાં દેશને પહેલી વખત જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ અપવાનાર નીરજ ચોપરાએ ફરીથી વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ(WAC)માં ઈતિહાસ રચી દીધો છે. નીરજે અમેરિકાના યુઝીનમાં ચાલી રહેલી ચેમ્પિયનશીપની ફાઈનલમાં 88.13 મીટર દૂર થ્રો કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે જીત પછી નીરજ ચોપરાએ કહ્યું હતું કે હવાના લીધે તેને થોડી પરેશાની થઈ હતી પરંતુ તેણે પોતાનું શ્રેષ્ઠ આપવાની કોશિશ કરી હતી. મુકાબલો થોડો કડક હતો અને મને તેમાંથી ઘણું શીખવા મળ્યું છે.
It's a historic World Championship Medal for #India ??
— Athletics Federation of India (@afiindia) July 24, 2022
Olympic Champion Neeraj Chopra wins Silver Medal in men's Javelin Throw final of the #WorldAthleticsChamps with a throw of 88.13m
Congratulations India!!!!!!! pic.twitter.com/nbbGYsw4Mr
નીરજ ચોપરાએ કહ્યું હતું કે હું હંમેશાંથી કહેતો આવ્યો છું કે દરેક એથ્લિટનો દિવસ હોય છે. પીટર્સે સારું પ્રદર્શન કર્યું, આજે પીટર્સનો દિવસ હતો. ઓલિમ્પિકની વાત કરીએ તો પીટર્સ તે સમયે ફાઈનલ સુધી પહોંચી શક્યો ન હતો. આ દરેક એથ્લિટ માટે ઘણું ચેલેન્જિંગ હોય છે, દરેક એથ્લિટની બોડી પણ અલગ હોય છે. ક્યારેય કોઈની સરખામણી કરવામાં આવી શકે તેમ નથી. બધાએ પોતાનું 100 ટકા આપ્યું હતું. અમે પણ ઘણી કોશિશ કરી. ટફ કોમ્પિટીશન હતી. આજની રમતમાંથી ઘણું શીખવા મળ્યું છે.
A great accomplishment by one of our most distinguished athletes!
— Narendra Modi (@narendramodi) July 24, 2022
Congratulations to @Neeraj_chopra1 on winning a historic Silver medal at the #WorldChampionships. This is a special moment for Indian sports. Best wishes to Neeraj for his upcoming endeavours. https://t.co/odm49Nw6Bx
જીત પછી નીરજ ચોપરાએ કહ્યું હતું કે, સિલ્વર જીતવાની ઘણી ખુશી છે. આ માટે અલગથી કોઈ રણનીતિ નહોંતી બનાવી. ક્વોલિફિકેશન રાઉન્ડમાં ઘણું સારું થ્રો થયું હતું. દરકે દિવસ અલગ હોય છે. હંમેશાં આપણી ઈચ્છા પ્રમાણે રિઝલ્ટ નથી મળતું. આજની મેચ ખરેખર ઘણી ટક્કર આપે તેવી હતી. અમે કમબેક કર્યું અને સિલ્વર જીત્યો. નીરજે આગળ કહ્યું કે એન્ડરસન પીટર્સનો થ્રો ઘણો સારો હતો. મારા માટે આજની પરિસ્થિતિ અલગ હતી. મને લાગ્યું કે થ્રો યોગ્ય છે, હું મારા થ્રોથી ખુશ છું. તેણે કહ્યું હતું કે દર વખતે ગોલ્ડ આવી શકે નહીં. સ્પોર્ટ્સમાં હંમેશાં અપ-ડાઉન થતું રહે છે. હું હંમેશાં મારું શ્રેષ્ઠ આપવાની કોશિશ કરીશ. આજે હવા મારી વિરુદ્ધ હતી. જેની મારી રમત પર અસર થઈ હતી. ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું કે થ્રો લાગશે પરંતુ મેડલ જીતવાની ખુશી છે. આગળ વધારે મહેનત કરીશ.
નીરજની જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિત ઘણા દિગ્ગજ નેતાઓ અને દેશના લોકોએ તેને અભિનંદન પાઠવ્યા છે.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)