- Sports
- 'અમારો દીકરો કંઈ તમારા મનોરંજન માટે નથી', બુમરાહની પત્ની સંજના કેમ ભડકી
'અમારો દીકરો કંઈ તમારા મનોરંજન માટે નથી', બુમરાહની પત્ની સંજના કેમ ભડકી

રમતગમત પ્રસ્તુતકર્તા અને જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન 27 એપ્રિલે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) વચ્ચે રમાયેલી મેચ જોવા માટે આવી હતી. તેમનો દીકરો અંગદ પણ તેમની સાથે હતો. કેમેરાનું ધ્યાન અંગદ પર પડતાં જ. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. કેટલાક લોકોએ તેની સરખામણી તેના પિતા સાથે કરવાનું શરૂ કર્યું, જ્યારે કેટલાક લોકોએ બીજી બાબતો વિશે પણ વાત કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન, સંજના ગણેશનએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બેધડક વાત શેર કરી છે અને અંગદની મજાક ઉડાવનારાઓની આકરી ટીકા કરી છે.

સંજના ગણેશનએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'અમારો દીકરો કંઈ મનોરંજનનો વિષય નથી. હું અને જસપ્રીત અમારા દીકરાને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનો દરેક પ્રયાસ કરીએ છીએ. કારણ કે ઇન્ટરનેટ પર સાચી કે ખોટી માહિતી ઉમેરીને કંઈપણ બતાવી શકાય છે. મને ખબર છે કે મારા બાળકને કેમેરાથી ભરેલા સ્ટેડિયમમાં લાવવાનો અર્થ શું થાય છે. પણ કૃપા કરીને સમજો કે હું અને અંગદ જસપ્રીતને ટેકો આપવા માટે ત્યાં હતા. આ સિવાય કંઈ નહીં.'

કીબોર્ડ વોરિયર્સ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા સંજનાએ લખ્યું, 'અમારો દીકરો ઇન્ટરનેટ કન્ટેન્ટ કે રાષ્ટ્રીય સમાચારમાં વાયરલ થાય તેમાં અમને કોઈ રસ નથી. ખાસ કરીને જ્યારે અભિપ્રાય આધારિત કીબોર્ડ વોરિયર્સ ત્રણ સેકન્ડના વીડિયોમાં નક્કી કરે છે કે, અંગદ કોણ છે, તેની સમસ્યા શું છે અને તેનું વર્તન કેવું છે.'

સંજના ગણેશન આગળ લખે છે, 'તે (અંગદ) દોઢ વર્ષનો બાળક છે. નાના બાળક વિશે આઘાત અને હતાશા જેવા શબ્દોનો ઉપયોગ કરવાથી આપણે એક સમુદાય તરીકે શું બની રહ્યા છીએ, તે વિશે ઘણું બધું કહી શકાય. આ ખરેખર ખૂબ જ દુઃખદ છે. તમને અમારા દીકરા વિશે કંઈ ખબર નથી. તમે પણ અમારા જીવન વિશે કંઈ જાણતા નથી. તેથી તમને વિનંતી છે કે તમે તમારા મંતવ્યો ઓનલાઈન મર્યાદિત રાખો. આજના વિશ્વમાં થોડી પ્રામાણિકતા અને દયા ખૂબ મદદરૂપ થાય છે.'

27 એપ્રિલના રોજ, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. તેણે આ મામલે મુંબઈના ભૂતપૂર્વ બોલર લસિથ મલિંગાને પાછળ છોડી દીધો છે.
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
Opinion
