રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ની ટીમ 16,706 કરોડમાં વેચાઈ ગઈ, જાણો કોણે ખરીદી

IPLની સૌથી હાઇ-પ્રોફાઇલ ટીમોમાંથી એક અને વર્તમાન ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) હવે નવા હાથોમાં જતી રહી છે. આદિત્ય બિરલા ગ્રુપ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ, બૉલ્ટ વેન્ચર્સ અને બ્લેકસ્ટોને મળીને ટીમને લગભગ 1.78 બિલિયન ડોલર (આશરે ₹16,706 કરોડ)માં ખરીદી લીધી છે. આ ડીલ મંગળવારે થઈ હતી. નોંધનીય છે કે, RCBની આ ડીલ અગાઉ, રાજસ્થાન રોયલ્સને પણ અમેરિકન ઉદ્યોગપતિ કાલ સોમાણીએ લગભગ 15,000 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી. એટલે કે એક જ દિવસમાં બે IPL ટીમોની માલિકી બદલાઈ ગઈ છે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, RCBની આ ડીલ યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ (ડિયાજિયોની પેટાકંપની) સાથે કરવામાં આવી છે, જેમાં, RCBમાં 100% હિસ્સો ટ્રાન્સફર કરવામાં આવશે. આ ડીલમાં IPL સાથે-સાથે જ WPL (મહિલા ટીમ) પણ સામેલ છે. એટલે કે, RCBની પુરુષ અને મહિલા ટીમ બંનેના માલિકી હકો હવે આ ચાર હિસ્સેદારોને મળી ગયો છે.

RCB1
BCCI

ટીમનું સંચાલન કોણ કરશે?

નવી ઓનરશિપ હેઠળ:

આર્યમન વિક્રમ બિરલા (આદિત્ય બિરલા ગ્રુપ) ચેરમેન હશે

સત્યાન ગજવાની (ટાઈમ્સ ગ્રુપ) વાઇસ ચેરમેન હશે.

આ ઉપરાંત, કન્સોર્ટિયમમાં ડેવિડ બ્લિટ્ઝર (બોલ્ટ વેન્ચર્સ) અને વિરલ પટેલ (બ્લેકસ્ટોન)નો સમાવેશ થાય છે.

કેટલીક મંજૂરીઓ હજુ બાકી છે

આ ડીલ કેટલીક શરતો પર આધારિત છે. તેને BCCI, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) અને અન્ય નિયમનકારી ઓથોરિટીસ પાસેથી મંજૂરી મળવાની બાકી છે.  આ ડીલ પર ટિપ્પણી કરતા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે, ‘IPL છેલ્લા 20 વર્ષોમાં ક્રિકેટની તસવીર બદલી નાખી છે, અને RCB જેવી ટીમ સાથે જોડાવું તેમના માટે એક મોટી વાત છે. તેઓ ટીમના વારસાને વધુ આગળ વધારશે.

lawyer3
divyabhaskar.co.in

ટાઇમ્સ ગ્રુપના સત્યન ગજવાનીએ કહ્યું કે RCB માત્ર એક ટીમ નથી, પરંતુ IPLની સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સમાંથી એક છે. તેમનો ઉદ્દેશ્ય તેને વૈશ્વિક સ્પોર્ટ્સ બ્રાન્ડ બનાવવાનો છે. બોલ્ટ વેન્ચર્સના ડેવિડ બ્લિટ્ઝરે કહ્યું કે, RCB પાસે શાનદાર ફેનબેઝ છે અને IPL વિશ્વની સૌથી ઝડપથી વિકસતી લીગમાંથી એક છે. તો, બ્લેકસ્ટોનના વિરલ પટેલે જણાવ્યું હતું કે RCB એક મજબૂત બ્રાન્ડ છે તેમાં આગળ વધવાના ઘણા અવસર છે.

https://www.instagram.com/p/DWRq6ICDOZ-/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

નવનિયુક્ત ચેરમેન આર્યમાન બિરલાએ કહ્યું કે, ‘આ તેમના માટે ખૂબ ગર્વની વાત છે અને તેઓ ટીમને આગામી સ્તર પર લઈ જવા માટે કામ કરશે. તેમણે કહ્યું કે, ટીમ ફક્ત મેદાન પર જ નહીં, પરંતુ ફેન્સ અને કમ્યુનિટી સાથે પણ બોલ્ડ પ્લે એપ્રોચ જાળવી રાખશે.

RCB3
BCCI

ડિફેન્ડિંગ ચેમ્પિયન છે RCB

નોંધનીય છે કે RCB હાલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ટીમે ગત સીઝનમાં પંજાબ કિંગ્સને હરાવીને આ ટ્રોફી જીતી હતી. આ IPL ઇતિહાસમાં પ્રથમ વખત હતું, જ્યારે RCBએ ટ્રોફી પોતાના નામે કરી હતી. વિરાટ કોહલી ટીમનો હિસ્સો છે જેને કારણે RCBની એક અલગ ફેન ફોલોઇંગ છે. IPL ફેન્સમાં RCB માટે એક અલગ જ ઉત્સાહ છે. , ટીમના ફેન્સને લીગમાં સૌથી લોયલ ફેન્સ ગણવામાં આવે છે. હવે ટ્રોફી જીત્યા બાદ ટીમની લોકપ્રિયતા વધુ વધી ગઈ છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.