- Sports
- પંતની સર્જરી કરનાર ડૉક્ટરે રિષભને આપી દીધી ચેતવણી, કૂદાકા મારતી ઉજવણીથી દૂર રહે
પંતની સર્જરી કરનાર ડૉક્ટરે રિષભને આપી દીધી ચેતવણી, કૂદાકા મારતી ઉજવણીથી દૂર રહે

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ઇંગ્લેન્ડ સામેની લીડ્સ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. રિષભે બંને ઇનિંગ્સમાં સદી (134 અને 118) ફટકારી, જેના કારણે તે ટેસ્ટ મેચમાં બે સદી ફટકારનાર વિશ્વનો બીજો વિકેટકીપર બેટ્સમેન બન્યો. પંત સિવાય, ફક્ત ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ વિકેટકીપર એન્ડી ફ્લાવર જ આ કરી શક્યા.
જ્યારે રિષભ પંતે લીડ્સ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારી હતી, ત્યારે તેણે ‘એક્રોબેટિક્સ’ ઉજવણી કરી હતી. જોકે, બીજી ઇનિંગ્સમાં સદી ફટકાર્યા પછી તેણે આ રીતે ઉજવણી કરી ન હતી. રિષભ પંતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે સદી ફટકાર્યા પછી પણ ‘એક્રોબેટિક્સ’ પ્રદર્શન કર્યું હતું.
હવે રિષભ પંતની સારવાર કરી રહેલા સર્જન ડૉ. દિનશા પારડીવાલાએ આ વિકેટકીપર બેટ્સમેનને ચેતવણી આપી છે. પારડીવાલા માને છે કે, પંત માટે આ રીતે ઉજવણી કરવી જરૂરી નથી. પારડીવાલાનું કહેવું પણ સાચું છે, કારણ કે આ પ્રકારની હિલચાલ ઘૂંટણ અને કમર પર ખૂબ દબાણ લાવે છે. જો આ વારંવાર કરવામાં આવે, તો પહેલાથી જ નબળા સાંધામાં ફરીથી ઇજા થઈ શકે છે. જરા પણ આમતેમ મુવમેન્ટ અથવા ખોટી રીતે નીચે આવવું વધુ નુકસાન કરી શકે છે.
https://twitter.com/StarSportsIndia/status/1936385593836982736
કાર અકસ્માતમાં ઘાયલ થયા પછી રિષભ લાંબા સમય સુધી ક્રિકેટિંગ એક્શનથી દૂર હતો. ડિસેમ્બર 2022માં જ્યારે રિષભ પંત કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો, ત્યારે પારડીવાલાએ પોતે તેના ઘૂંટણના લિગામેન્ટ પર સર્જરી કરી હતી. પારડીવાલા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન છે.
દિનશા પારડીવાલાએ મીડિયા સૂત્રને કહ્યું, 'રિષભે બાળપણમાં જિમ્નેસ્ટિક્સ શીખ્યું છે, જેના કારણે તે ચપળ અને લવચીક છે. 'એક્રોબેટિક્સ' એક સંપૂર્ણ અને સારી રીતે પ્રેક્ટિસ કરાયેલ ચાલ છે, પરંતુ તે જરૂરી નથી.' ડૉ. પારડીવાલાએ એમ પણ કહ્યું કે, 'રિષભ પંત ખૂબ નસીબદાર હતો કે તે આ ભયંકર કાર અકસ્માતમાં બચી ગયો, કારણ કે તે પ્રકારના અકસ્માતમાં મૃત્યુનું જોખમ ખૂબ વધારે હોય છે.'
દિનશા પારડીવાલા કહે છે, 'રિષભ પંત ખૂબ નસીબદાર હતો કે તે બચી ગયો. આ પ્રકારના અકસ્માતમાં, જેમાં કાર પલટી જાય છે અને આગ લાગી જાય છે, મૃત્યુનું જોખમ ખૂબ વધારે હોય છે.’
બીજી બાજુ, રિષભ પંતે એક સ્પોર્ટ્સ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેણે ઉજવણી કરવાની ત્રણ રીતો વિચારી હતી. પંતે કહ્યું હતું કે, ‘એક તો હું બેટથી વાત કરીશ. પછી મેં વિચાર્યું કે મારી સ્ટાઇલ કેમ ન બતાવું. હું બાળપણથી જ ‘એક્રોબેટિક્સ’ કરી રહ્યો છું. મેં સ્કૂલમાં જ જિમ્નેસ્ટિક્સ શીખ્યું હતું.’
Related Posts
Top News
ગેમર્સ ને તો મજા પડી ગઈ! Oppo લોન્ચ કરશે ભારતનો પહેલો ઇન-બિલ્ટ ફેન સાથેનો સ્માર્ટફોન
રાજ ઠાકરે જોઇ લો.. અમારા સુરતમાં પોલીસ મરાઠીઓ માટે કેટલું સારૂં કામ કરે છે
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Opinion
