શું રોહિત શર્મા T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો છે? તેણે પોતે જ કર્યું ક્લિયર

ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે અને ત્યાં 5 મેચોની T20 સીરિઝ રમવામાં વ્યસ્ત છે, પરંતુ તેની આ સીરિઝની શરૂઆત ખરાબ રહી છે. શરૂઆતી બંને મેચમાં ભારતીય ટીમને હારવું પડ્યું છે અને તે આ સીરિઝમાં 0-2થી પાછળ છે. T20 સીરિઝમાં ભારતીય ટીમની કેપ્ટન્સી હાર્દિક પંડ્યા કરી રહ્યો છે. તો નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટીમનો હિસ્સો નથી. આ પહેલી વખત નથી જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેને કોઈ T20 સીરિઝથી આરામ આપવામાં આવ્યો હોય.

જોવા જઈએ તો ગયા વર્ષે થયેલા T20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં એક પણ મેચ રમી નથી નથી. જેના કારણે વિરાટ કોહલી અને રોહિત શર્માના T20 કરિયરને લઈને સતત અટકળોનો બજાર ગરમ રહે છે. કહેવામાં તો એમ પણ આવી રહ્યું છે કે અજીત અગરકરની આગેવાનીવાળી સિલેક્શન કમિટી આગામી T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં એક યુવા ટીમને ઉતારવા માગે છે. હવે રોહિત શર્માએ T20 ક્રિકેટમાં પોતાના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે.

રોહિત શર્મા પોતાને T20 વર્લ્ડ કપ 2024ની રેસમાં અત્યારે પણ માને છે. રોહિતે કેલિફોર્નિયામાં અકાદમીના લોન્ચિંગ દરમિયાન કહ્યું કે, આગામી T20 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડીઝ અને USAમાં થવા જઈ રહ્યો છે. એવામાં તે ફરીથી આવવા માગે છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ કેલિફોર્નિયામાં ક્રિકેટ અકાદમી લોન્ચ કરી છે, જેનું નામ ક્રિક કિંગડમ છે. રોહિત કહે છે કે, અહી (અમેરિકા) આવવાનું એક અન્ય કારણ પણ છે કેમ કે તમે જાણો છો કે વર્લ્ડ કપ આવી રહ્યો છે.

જૂનમાં દુનિયાના આ હિસ્સામાં T20 વર્લ્ડ કપ 2024 રમાશે. મને પૂરો વિશ્વાસ છે કે દરેક તેને લઈને ઉત્સાહિત હશે. અમે પણ તેની રાહ જોઈ રહ્યા છીએ. ભારતે T20 વર્લ્ડ કપની સમાપ્તિ બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં જ T20 મેચો રમી છે. આ દરમિયાન ઘણા યુવા ચહેરાઓને અજમાવવાના આવ્યા છે. છેલ્લા 2 T20 વર્લ્ડ કપ સાથે સાથે એશિયા કપ 2022માં ભારતના ખરાબ પ્રદર્શન બાદ રોહિત ટીકાકારોના નિશાના પર આવી ગયો હતો.

રોહિત અને કોહલી બંને જ હાલના દિવસોમાં ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. હવે બંને ખેલાડી એશિયા કપ અને ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનાર વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર રમત દેખાડવા માગશે. ICC T20 વર્લ્ડ કપ 2024નું આયોજન આગામી વર્ષે જૂન મહિનામાં વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકન ધરતી પર થવાનું છે. જોવા જઈએ તો અમેરિકામાં પહેલી વખત કોઈ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટનું આયોજન થશે. ઇંગ્લેન્ડની ટીમ હાલની T20 ચેમ્પિયન છે, જેણે ગયા વર્ષે પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી હતી.

About The Author

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.