સચિન તેંદુલકરે જીત્યું દિલ, ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં કાયમ રહેશે પટૌડીનો વારસો

ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેની ધરતી પર 20 જૂનથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. આ સીરિઝથી શુભમન ગિલ ભારતીય કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની નવી ઇનિંગની શરૂઆત કરશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ અગાઉ પણ એક મોટો બદલાવ પણ જોવા મળ્યો છે. આ વખત બંને દેશો વચ્ચેની ટેસ્ટ સીરિઝ તેંદુલકર-એન્ડરસન ટ્રોફીમાટે રમાશે. ક્રિકેટ જગતના 2 દિગ્ગજ, સચિન તેંદુલકર અને જેમ્સ એન્ડરસનના નામ પર આ ટ્રોફીનું નામ રાખવામાં આવ્યું છે.

03

તમને જણાવી દઈએ કે, અગાઉ આ સીરિઝ પટૌડી ટ્રોફીના નામ પર આયોજિત થતી હતી. પટૌડી ટ્રોફીપહેલી વખત વર્ષ 2007માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ ક્રિકેટના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં શરૂ કરવામાં આવી હતી. આ ટ્રોફીનું નામ પટૌડી પરિવારના નામ પર રાખવામાં આવ્યું હતું, જેણે ભારતીય ક્રિકેટને 2 કેપ્ટન- ઇફ્તિખાર અલી ખાન પટૌડી અને મન્સૂર અલી ખાન પટૌડી આપ્યા. ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનું નામ બદલવાથી ફેન્સ તો નારાજ થયા જ, પોતે પટૌડી ફેમિલી પણ નારાજ થઈ ગઈ. વિવાદ વધતો જોઈને, સચિન તેંદુલકર હવે આ મામલે આગળ આવ્યા છે. સચિન તેંદુલકરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને અનુરોધ કર્યો છે કે પટૌડીના વારસાને સીરિઝમાં બનાવી રાખવાની કોઈક રીત શોધે.

04

ક્રિકબઝના રિપોર્ટ મુજબ, સચિન તેંદુલકરે BCCI સિવાય ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના અધિકારીઓએ સાથે પણ વ્યક્તિગત રૂપે વાત કરી. તેંદુલકરનું માનવું છે કે એક એવા વ્યક્તિ (ઇફ્તિખાર અલી પટોડી)ના યોગદાનને મટાડવું યોગ્ય નથી, જેમણે ભારત અને ઇંગ્લેન્ડ બંને માટે ક્રિકેટ રમી હતી. એવું લાગે છે કે સચિન તેંદુલકરનો અનુરોધ સ્વીકારી લેવામાં આવ્યો છે. BCCI અને ECB, એ વાત પર સહમત થયા છે કે પટૌડીના વારસાને કોઈક ને કોઈક રીતે આ ટેસ્ટ સીરિઝમાં અકબંધ રાખવામાં આવે. અત્યાર સુધી એ નક્કી થયું નથી કે આ કેવી રીતે થશે, પરંતુ એવું બની શકે છે કે સીરિઝના શ્રેષ્ઠ ખેલાડીને પટૌડી મેડલ આપવામાં આવે અથવા વિજેતા ટીમના કેપ્ટનને પટૌડી સન્માન મળે.

sachin

તમને જણાવી દઈએ કે તેંદુલકર-એન્ડરસન ટ્રોફીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25 ફાઇનલ દરમિયાન લોન્ચ કરવાની હતી, પરંતુ અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાને કારણે, 14 જૂને થનારા આ કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.  ECBના એક અધિકારીએ જણાવ્યું કે, ‘ભારતમાં આ થયેલી દુર્ઘટનાને કારણે, અમે ટ્રોફીનું અનાવરણ થોડા સમય માટે ટાળી રહ્યા છીએ. આ પીડિત પરિવારો પ્રત્યે સન્માનનો સંકેત છે. અનાવરણ સાથે જોડાયેલી નવી તારીખની જાહેરાત હવે યોગ્ય સમયે કરવામાં આવશે. ભારત વિરુદ્ધ

ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનું આખું શેડ્યૂલ

પહેલી ટેસ્ટ: 20-24 જૂન, 2025- હેડિંગ્લે, લીડ્સ

બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ, 2025- એજબેસ્ટન, બર્મિંઘમ

ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, 2025- લોર્ડ્સ, લંડન

ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, 2025- ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર

પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, 2025 - ઓવલ, લંડન.

About The Author

Related Posts

Top News

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે...
Gujarat 
કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.